ફીઝીકલ લેબર અને માનસિક લેબર …!!!
આ બે મજુરી માંથી કઈ મજુરી ચ્ડ્યાતી અને કોને કેટલું વળતર કે કેટલું વધારે વળતર ??? આદિકાળ થી વિવાદ ચાલે છે …
એમ.કે.ગાંધી એ ક્યાંક લખ્યું હ તુ કે શારીરિક અને માનસિક મજુરી ના રૂપિયા સરખા મળવા જોઈએ ….
ઉત્ક્રાંતિ અને કુદરત બંને આ વાત સાથે સહમત નથી થતા .. કુદરત ને નવુ કરવા ની ટેવ છે એટલે એણે ઉત્ક્રાંતિ ને જનમ આપયો અને ઉત્ક્રાંતિ એ બુદ્ધિ ને જન્મ આપ્યો જેથી કુદરત ની ડીમાંડ પૂરી થાય …
ફરી એકવાર થોડાક લાખ વરસ પાછળ જઇએ તો કુદરતે ડાયનાસોર જેવા નાના મગજ વાળા પ્રાણીઓ નો નાશ કર્યો છે .. અને હોમોઇરેકટસ થી લઇ ને નીએનડરથલ મેન અને ત્યાં થી હોમો સેપિયન્સ સેપિયન્સ સુધી ના બધે બધા જ માનવ પૂર્વજ મા મગજ નુ કદ ઉતરોતર વધતુ ગયુ છે… જેને લીધે વિચારશકતિ ઘણી વધી…અને પ્રાણી મા થી માણસ અને પછી સમાજ જીવન અસ્તિત્વ મા આવ્યું …માનસિક મજુરો એ અત્યાર સુધી ની પ્રગતી મા ઘણો મોટો બધો ભાગ ભજવયો છે …
છેલ્લા પચાસ વર્ષ મા એક નવી કેટેગરી જન્મી છે … સ્કીલ લેબર … બહુ ખતરનાક છે આ કેટેગરી … મજુરી કરવા ની પણ અકકલ વાપરી ને … હિન્દુસ્તાન ની પેદા કરેલી આ કેટેગરી બહુ જ શાંતિ અને પ્રેમ થી પાશ્ચાત્ય જગત ખાઇ ગયુ …ગ્રીનકાર્ડ અને પી આર આપી ને …આપણ ને હવે ખબર પડી … એટલે હવે નવી સ્કીલ લેબર ને પકડી રાખીયે છીએ અને .. સ્કીલ લેબર નુ ઉત્પાદન વધાર્યું …છે…ફળ જોવા મળી રહયા છે અને વધુ ફળ ભવિષ્ય માં જોવા મળશે.. છેલ્લે એક હજુ વધુ કેટેગરી એકદમ તાજી એક પાછલા દસકા ની જ નીપજ છે… સ્માર્ટ લેબર …જે ફકત આખી દુનિયા ને કંટ્રોલ કરે છે…એના વિષે ફરી કયારેક ….એક હિન્ટ આપું આ પ્રજા આખો દિવસ આઈ પેડ , અને કોમ્પુટર અને ફોન પર ચોંટી રહે છે …..
પલ્મ્બર ઈલેક્ત્શિયન કડીયો મજુર દરજી.. ઘર મા કામ વાળા … આ બધા ને તમારી બુદ્ધિ પ્રમાણે ની કેટેગરી મા મુકી જોજો અને એમના વિના ની દુનિયા ની કલ્પના કરી જોજો …
છેલલે તમારી પોતાની કેટેગરી કઇ …કોઇ પણ કેટેગરી મા સેટ ના થવુ હોય તો એક જ રસ્તો છે … તમારા શોખ ને તમારો ધધો બનાવો …તમારી પાસે કરવા કોઇ કામ જ નહી રહે …. મોજે ..મોજ … …!!
શુભ રાત્રી
– શૈશવ વોરા