બહુ ચાલી કાલે …આજે કંઇક બીજુ …સારી વાતો ..
મસ્ત ફૂલો ની અને બગીચા ની અને ઝાડ, પાન ….. કોચિયા ગયા અને પિટોનીયા નાખો ,હજારીગોટા , અને ક્રોટન પણ નખાય …
કાલ થી બોનસાઇ નુ માણેકબાગ હોલ માં એક્ષિબિશન છે…. હજાર બે હજાર રૂપિયા માં મસ્ત બોનસાઇ મળી જાય છે …પણ સાચવતા દમ નીકળી જાય છે…
સારા મા સારા પેલા એરીકા પામ ….. હવે કુંડા ઉપર થી લીલી નેટ કાઢવા નો ટાઇમ આવી ગયો તડકો વગતો નથી એટલે પાંદડા બળશે નહિ…..સારુ ખાતર માટી બદલી લોન ને જિવાડાય અને શિયાળો ઉતરે ગાર્ડન મસ્ત મોહરે…ગુલાબ અને રાતરાણી પંદર દિવસ મા આવશે…
એક વર્ટીકલ નાનુ ગાર્ડન બનાવા નો કીડો મન માં ઘુસ્યો છે … મેરીયટ ની જાવા+ ના સ્મોકિંગ એરીયા માં છે એવો..
ઇન્ડોર ગાર્ડન સારા મા સારો મે ગાર્ડન ચાંગી એરપોર્ટ સિંગાપુર માં જોયો છે મજા નો છે અને પતંગિયા નો પાર્ક પણ બનાવ્યો છે….
સારા ગાર્ડન ની વાત કરી એ તો કશમીર ના ચશમેશાહી , શાલિમાર , મૈસુર નો વૃંદાવન અને ચંડીગઢ નો ..પિંજોર રાષ્ટ્રપતિ ભવન નો મુઘલ ગાર્ડન …બેંગલોર નો બોટનીકલ ગાર્ડન પણ સારો છે..દિવસ આખો કયાં જતો રહે ખબર ના પડે આ બધા માંથી એક પણ ગાર્ડન જોવા મા ….
મોટા ઝાડ વાવવા હોય તો હજી વવાશે ..ચોટી જશે પછી ચોટતા વાર લાગે છે અને બળી જાય તો જીવ બળે ….આંબો, લીમડો, પલટુ, ગુલમોહર, આસોપાલવ, બોરસલ્લી એવા બધા મોટા ઝાડ ….એમા પણ બોરસલ્લી નુ ઝાડ બહુ સરસ હોય છે એમા બહુ બધા નાના પક્ષી રહી શકે છે…મારે એક પંદર વરસ જુનુ પલટુ કાપવુ પડશે…લગભગ ૪૫ ડીગ્રી નમ્યું છે થડ્યું ખાસ્સું મોટુ છે …જો પડયુ તો મારી બે ગાડી અને કંપાઉન્ડ વોલ લઇને જશે ..નાના ઝાડ માં કરેણ અને ચંપો મારા ફેવરીટ … પેલા ચંપા ના ફુલ ના
બટન બનાવા ના અને શર્ટ ના ગાજ માં ભરાવા ના …નાનપણ મા… બાજુ ના બંગલા ની કેળ ને વધવા દેવાની અને એક રાતે મોટો છરો લઇ ને આખી લુમ ઉતારી લેવા ની .. સરગવા ની બટકણી ડાળી અને જાંબુડો બદામડી, ચીકુડી, દાડમડી, સીતાફળી, ગોરસઆમલી, કેટલા બધા ઝાડ હતા અને અમે તોડીને ફળ ખાતા …
ગુજરાત કોલેજ ની પાછળ ની આમલી અને કાતરા, કોંઠા,બોર ,પપૈયા….
સીધા ઝાડ પર થી તોડી ને કેટલા બધા ફળો ખાધા…
ઇન્ડોર પ્લાન્ટ મા મની પ્લાન્ટ … રબર પ્લાન્ટ .. મને કોઇ ઝાડ સાથે ચોંટેલો અને મોટા પાન વાળો મની પ્લાન્ટ ખેંચે …
અને આ બધા થી ઉપર તુલસી … રામ હોય કે શ્યામ રામ તુલસી ના પાન થોડા ઓછા તીખા હોય અને મોટા હોય અને શ્યામ તુલસી ના પાન તીખા અને નાના હોય છે…. એક વાર મારા કઝીન ને ત્યાં એમના માળી એ ફુદીનો અને તુલસી નુ હાઈબ્રીડ કર્યુ છે… બહુજ સરસ લાગે છે ખાવા મા એના પાન ..
આજે આટલુ બસ …
શુભ રાત્રી
– શૈશવ વોરા