આજે બહુ દિવસો પછી જીમ ગયો ફ્રેશ મુડ છે એક મસ્ત વાત યાદ આવી …..
અમારા એક બીઝનેસ મિત્ર ઉમર ૬૦ વર્ષ ..પાંચ મોટા કારખાના …લગભગ ત્રણસો કરોડ નો બાર મહીને ધંધો કરે આપણો પણ છેલ્લા ત્રીસેક વર્ષ થી એકધારો સપ્લાઈ ચાલુ .. ત્રણ દસકા નો સબંધ એટલે સારે ખોટે પ્રસંગે જવા આવાના વેહવાર ..
દર મહીને એક વાર મારે મળવા નું થાય અલક મલક ની વાતો શેઠ જોડે કરી છુટા પડીએ .. જો મહિના ઉપર પંદર દિવસ જાય તો ફોન આવે શૈશવ ક્યાં અટવાયો ભાઈ દેખાયો નહિ ? ટૂંક માં મન મળેલા …..
એક દિવસ મળવા ગયો .. શૈશવ સમય છે ને ??
હા કેમ નહિ બોલો ને શું હતું ?? તરત જ ફોન લગાડ્યો …હુકમ છુટ્યો બાબા ક્યાં છે ? ઓફીસ આવ ..
ઇન્ટરકોમ ઉપાડ્યો બોર્ડ રૂમ તૈયાર કરો બધા મેનેજરો ને ત્યાં બોલાવો …
હું ચમક્યો આ શું ??કઈ મોટી ઉથલ પાથલ લાગે છે …
મેં કહ્યું શેઠ કઈ મોટી તકલીફ ?? ના શૈશવ મારો દીકરો લંડન થી એમબીએ કરી ને આવ્યો છે અહિયાં ધંધે બેસાડવો છે તું નજર મારી લે … અને બાબા એના માટે લાખ રૂપિયા ના પગારે બે મેનજર રાખ્યા છે .. બાર મહીને પચીસ લાખ નો ખર્ચો આવતા વેત ઉભો કર્યો છે …એટલે એ બે ને પણ જોઈ લે ………
અમે બંને બોર્ડ રૂમ માં પોહ્ચ્યા છ મેનેજર આવી ગયા હતા … બાબો દેખાયો નહિ મારી ફોર્મલ ઓળખાણ શેઠજી એ બધા સાથે કરાવી … ત્યાં તો બારણું ખુલ્યું પૂરો છ ફૂટ ઉંચો .. લીલી કાચ જેવી દાઢી એકદમ હેન્ડસમ પાણીદાર આંખો સારું ફીઝીક અને મસ્ત ફાકડું બ્રિટીશ ઈંગ્લીશ …
Hey shaishav bhai how are you? Long back we met …
Me : Oh yeah all most six years back we met .. u were a boy.. now i see a big man …
So friend what are your plans ?? Settle down in india or going back to .. UK ..
He said : No no for sure in india.. but I am looking for some good product. .and for that I hired this two gentleman. .
Me: Ohh ..so any idea for your dream product… which u r looking for? ?
He said: ya …
see shaishav bhai
First of all it should be globally accepted …
Second there should not be any competition. ..
And third …..no credit business I need hard cash …
મારા મગજ ની તો ઘંટડીઓ વાગી ગઈ તમરાં બોલી ગયા બાવીસ વર્ષ થી ધંધો કરું છુ એની માં ને લાખ કિલોમીટર ફેરવી ને દસ ગાડી ફેંકી દીધી …રાત ની રાતો બસ ટ્રેન કે પ્લેન માં કાઢી અને ……આ આમીર ખાન ને ગ્લોબલી એક્ષ્સેપટેડ …કોમ્પીટીશન વિનાની. .અને એ પણ પછી રોકડા માં ખપે એવી પ્રોડક્ટ જોઈએ છે … હું તો ફ્લેટ ….
જુના ચાર મેનેજર ને બાપા મર્માળુ હસે …
નવા લાખ રૂપિયા વાળા પોપટો આઈપેડ પર લખવા તૈયાર … કે હમણા શૈશવ ભાઈ આવી પ્રોડક્ટ નું નામ બોલે અને કાલ સવાર સુધી માં ફેક્ટરી બાંધી નાખ્યે …ને પરમદિવસે પ્રોડક્ટ વેચી ને સાંજે રોકડા ઘેર ..
હવે મારો વારો શુદ્ધ ગુજરાતી માં બોલવાનો હતો … કે ટોપા તારી પાછલી સતર અને આવનારી સતર પેઢી પછી પણ આવી પ્રોડક્ટ ના મળે ….. આ તારો બાપ તારા આ ફીતુર થી થાક્યો છે …
સારી ભાષા માં ગોળ ગોળ સમજાવ્યું અને હીરો ને ફુટા ડયો .. મેનેજરો બહાર ગયા બોર્ડ રૂમ માં હું ને શેઠ એકલા … શૈશવ કેટલા વર્ષ લાગશે આને તૈયાર થતા …..??
મારો જવાબ શેઠ અત્યારે પચીસ નો છે જો કરન્ટ પકડે તો બત્રીસ નો થાય ત્યારે ….નહિ તો આડત્રીસ નો થાય ત્યારે …. અને આડત્રીસે ના તૈયાર થયો તો ??? મજબુર બાપ નો સવાલ …
મારો જવાબ …..તો અડતાલીસ માં વર્ષે પાંચ ની ચાર ફેક્ટરી ચાર ની ત્રણ … પરણાવો ખર્ચા માથે નાખો શેઠ…… સાપ દર માં જશે એટલે એની મેળે સીધો ચાલતો થશે …!! અમે બંને હસતા હસતા ઉભા થયા …!! આટલા વર્ષો માં પેહલી વાર શેઠ છેક નીચે મને મારી ગાડી સુધી મુકવા આવ્યા ….!!!
બોટમ લાઈન …
આ દુનિયા માં બાપ જેટલો મજબુર માણસ બીજો કોઈ નથી …..!!!!
શુભ રાત્રી
– શૈશવ વોરા