આ બે ફોટા જોયા અને એની ઉપર ની કોમેન્ટ વાંચી .. ભૂતકાળ માં જવાનું મન થઇ ગયું …એક ફોટા માં ઔરંગઝેબ જઝીયા વેરો નાખે છે હિંદુઓ ઉપર…અને બીજા ફોટામાં ઔરંગઝેબને એના સિપાસાલાર ,ઔરંગઝેબ ના સગા ભાઈ દારા શિકોહ નું મસ્તક કાપી અને તાસક માં લઇ , અને ઔરંગઝેબ ને ભેટ આપે છે ….ઈતિહાસ લખે છે કે ઔરંગઝેબે પોતાના બધા સગા ભાઈઓ ને મારી નાખ્યા અને બેહન જહાઆરા ને આજીવન કુંવારા રેહવાની શરતે જ જીવનદાન આપ્યું હતું ……
હાય રે દિલ્લી ની ગાદી …..!!! કેટકેટલા ખૂન થયા અને કેટકેટલા એક જ માં ના જણ્યા દુશ્મન થયા…!!! આપણે ગુજરાતીમાં એક કેહવત છે ભય કોનો સૌથી વધુ …??? તો જવાબ છે….સૌથી મોટો ભય ભાઈનો….!!! કેમ …????
મારો ભાઈ જયારે એના પરિવાર સાથે કેનેડા માયાગ્રેટ થયો ત્યારે હું ખુબ દુઃખી રેહતો ….ત્યારે હમણા જ દેવ થયેલા મારા ગુરુ કનકકાકા મને કેહતા બેટા શૈશવ , રાજા રામચંદ્ર સિવાય આ જગતમાં કોઈ ના ભાઈઓ સાથે રેહતા નથી માટે અફસોસ છોડ…અને તું હવે તારું સંભાળ …!!! મને ખટકતું આ બધું અને કેમ ..?? શા માટે ..? આવા સવાલો માં અટવાતો …પણ જવાબ ફક્ત સમય જ મને આપતો ગયો …અને આજે ગર્વ થાય છે દુઃખને બદલે , એ જ ભાઈ ને આગળ વધતો જોઈ ને ….
થોડું એવું પણ વિચારતો ત્યારે હું , કે આ રાજા રામચંદ્ર ના ભાઈઓ કેમના સાથે રહ્યા ..?? છુટા કેમ ના પડ્યા ..? તો એમાં વિચારતા એવું કનક્લુઝન આવ્યું કે , રામચંદ્રજી ના બધા ભાઈઓ ના માઈન્ડસેટ નાનપણ થી બહુ ક્લીયર હતા , કે રાજા તો રામએ જ બનવાનું છે .. છતાં પણ રાણી કૈકયીએ હાડકું નાખ્યું હવન માં અને રામ ને વનવાસ મળ્યો … પણ ત્યારે નાના ભાઈ ભરતએ બહુ જ હાર્ડસ્ટેન્ડ લીધું ગમે તે થાય હું રાજા નહિ જ બનું …લક્ષ્મણ અને શત્રુઘ્ન નો તો ગાદી પર નો હક્ક ક્યારેય હતો જ નહિ… !!!! એટલે ચૌદ વર્ષ ના વનવાસ પછી કોઈ બીજા પ્રોબ્લેમ જ ના ઉભા થયા ..ભાઈઓ ભાઈઓ વચ્ચે …
હવે આજ વાત મહાભારત માં આવે તો …. બધું બદલાઈ જાય ક્યાય કોઈ ક્લેરીટી નહિ… મહારાજ શાન્તનું મર્યા , અને બધું ચોળી ને ચીકણું કરતા ગયા ….!!! એકદમ બધું સાચું ખોટું મુકતા ગયા અને પરિણામ શું ..?? ચોથી પેઢીએ થયું મહાભારત … અઢાર અક્ષેણી સેના મરી … લગભગ સવા કરોડ લોકો ભારતવર્ષ ની વસ્તી એ જમાના માં આઠ દસ કરોડ ની માંડ … વસ્તી નો દસ થી પંદર ટકા ભાગ મર્યો …. ક્લેરિટી વિના … ભાઈ એ જ ભાઈ ને માર્યા …દ્વાપર પત્યો અને કલી ની એન્ટ્રી …
ક્ષત્રીય રાજાઓ અંદર અંદર ના ષડ્યંત્ર , લડાઈઓ …પછી મધ્યયુગ માં એક પરંપરા સ્થાપિત થઇ બે ભાઈ હોય તો એક રાજગાદી પર બેસે અને બીજો બૌદ્ધ ભિક્ષુ થાય .. ફરજીયાત બાવો બને ,એકાદો ભાઈ , એટલે ભાઈઓ વચ્ચે ના સંઘર્ષ નો અંત આવી જાય ….
આગળ વધતા વધતા છેલ્લો હિંદુ રાજા પૃથ્વીરાજ ચૌહાણ આવ્યો … સગો માસી નો દીકરો ભાઈ ભીમદેવ બીજો , ગદ્દારી કરી ગયો અને ઇસ્લામ દિલ્લી ની ગાદીએ બેઠો …ભાઈ ને મારી ને ભાઈ આગળ આવે એ પરંપરા ઇસ્લામિક શાસન માં બહુ મજબૂતી થી આગળ આવી…
હજી પણ મૂળ સવાલ ત્યાનો ત્યાં જ છે … ભાઈ ને કેમ મારવો પડે ગાદી માટે .!!! જવાબ એક જ છે એકજ રોટલી નો ટુકડો છે, ખાવા વાળા બહુ બધા છે … અને જેણે ખાવો હોય એણે બીજાની દયા રખાય નહિ , જો દયા રાખી તો રોટલી બીજો ખાય અને પોતે ભૂખ્યો મરે….મરતા પેહલા બાપા કઈ ક્લીયર કરે નહિ , કે કોને ગાદી આપવી અને રમખાણ થાય , અને સત્તા નામની ચીજ સોરી રોટલો … કોઈ ને આ મૃત્યુલોક માં છોડવો ગમતો નથી… એના માટે કોઈ ધર્મ કે જાત જોવાતી નથી … ભાઈ કે બેહન પણ ક્યારેય જોવાતી નથી બસ … ગમે તે કરી ને ગાદી હાથ માં લો અને ગમે તે કરીને એની ઉપર બેસી રહો….
બાકી આજે બ્રિટન ના મહારાણી જુવો , કેટલા ઘરડા થયા .. ઈઠયાશી વર્ષ ના થયા …પણ ગાદી છોડે છે …??? એવું લખે છે ત્યાં ના અખબારો કે રાણી ને બ્રિટીશ ઈતિહાસ ના સૌથી વધુ શાસન કરવા વાળા રાણી થવું છે …. હશે ત્યારે પ્રભુ એમને લાંબુ આયુષ્ય આપે … અને જોડે જોડે પ્રિન્સ ચાર્લ્સ ને પણ , નહિ તો ઔરંગઝેબ જેમ પોતે ઈઠયાશી વર્ષે મર્યા એમાં ઔરંગઝેબ ના વારસદાર બિચારા ઘરડા થઇ ગયા …આમ જુવો તો રાણીમાં ને પણ ઔરંગઝેબ ની જેટલા તો થઇ ગયા … પણ હજી કડેધડે છે ,બે પાંચ વર્ષ ખેંચી કાઢશે એવું લાગે છે ….
જોકે બ્રિટન માં આવી કોઈ બીજી બબાલ વર્ષો થી નથી અને એક લાઈન નક્કી થયેલી છે કે આ ના હોય તો આ , એમ ૧૪ થી ૧૫ વારસદારો નું લીસ્ટ તૈયાર જ હોય છે એટલે છેલ્લા બે સૈકા થી એ રાજ પરિવાર માં ખૂનામરકી નથી થઇ …
ઔર્રન્ઝેબ ને જસ્ટીફાય કરવો હોય જો જઝીયા વેરા માટે તો બીજું એક કારણ હું એવું પણ મુકું કે એના બાપા ગાંડા થઇ ગયા હતા અને પથરા માં બધું ડેડ ઇન્વેસ્ટમેન્ટ કરી નાખ્યું , તાજમહેલ ના રૂપ માં અને કડકા થઇ ગયા , બીજું એવું છે કે શાહજહાં પોતે ઐયાશ પ્રકૃતિ ના હતા … ઘણા બધા બૈરા અને બીજી ઘણી બધી કુટેવો હતી … એટલે એક સાદો નિયમ એવો છે કે નાલાયક બાપ નો છોકરો બહુ ધાર્મિક હોય અને એ નિયમ અનુસાર ઔરંગઝેબ અતિ ધાર્મિક થયો , અને જે મુસલમાન હિંદુ ને સૌથી વધુ હેરાન કરે એ સૌથી વધુ ધાર્મિક … એ જમાના માં એવો નિયમ હતો ..જે અત્યારે એવું છે કે હિંદુ ને જે સૌથી વધુ ગાળો આપે એ સેક્યુલર … બાકી બધા કોમવાદી ….
એટલે પોતાની ઇસ્લામ પ્રત્યેની ધાર્મિકતા બતાડવા ઔરંગઝેબએ બધા મંદિરો ની મૂર્તિ ના નાક કાન કપાવ્યા અને જઝીયા વેરો નાખ્યો ….
ટૂંકસાર એટલો આવે કે ક્યાંતો છોકરું એક જ થવા દેવું નહી તો દશરથ રાજા ની જેમ ક્લીયર કરવું કે ગાદી કોની ..? અને એક ઉપર બીજું બૈરું ના કરવું નહિ તો જીવ લઈને જાય …
બોલ સિયાવર રામચંદ્ર કી જય…..
શુભ રાત્રી
શૈશવ વોરા