ભારત નુ ન્યાય તંત્ર….
લખવુ હોય તો બહુ સાચવી ને લખવુ પડે … ભુલ થી કઇ આડુઅવળુ લખાયુ અને કોર્ટ ને મનભંગ થતુ લાગ્યુ તો ખલ્લાસ તમે અંદર અને બૈરી છોકરા બહાર … … કામ ધધો છોડી ને વકીલ ની ફી ચુકવો અને દરેક મુદતે હાજર થાવ ..
મારી સાથે થયેલો બહુ ગન્દો કિસ્સો શેર કરુ …. સાલ ઓગણીસો ને એકાણુ .. મારુ યામાહા બાઇક .. આખુ અમદાવાદ સુઇ ગયુ કે નહી એ બધુ ચેક કરી ને ….બાર વાગે સી.જી. રોડ .. મ્યુનિસિપલ માર્કેટ કમ્પલિટ બંધ થઇ ગયુ.. પછી વી.એસ. અને ત્યા થી લો ગાર્ડન … એટલે એ બધુ `ચેક `કરી લીધુ .. કે બધા ઘેર જતા રહયા તો હવે આપણે ઘેર જઇએ …એ જમાના મા પશચિમ અમદાવાદ ની નો રાત્રે બે વાગ્યા સુધી ની ` ચોકી` કરવા નો કોન્ટ્રાક્ટ મારો અને મારા મિત્રો નો હતો … ત્યા સુધી અમે જાગતા અને પોલીસ આવે પછી પોલીસ ને સોપી અને અમે ઘેર જતા… હવે થયુ એવુ કે એક ઍક રાત્રે `ચોકિદારી` પુરી કરી અને ઘેર આવ્યા બાઈક ચુપચાપ પાર્કિંગ મા મૂક્યુ અને સૂઈ ગયા અને સવારે બાઇક ના મળે …
બપોરે એલિસબ્રીજ પોલીસ સ્ટેશન … પેહલા તો કહે ફરિયાદ નહિ લઇયે …સાજે ફરીયાદ લીધી … ત્રીજા દિવસે સવારે એક પોલીસ વાન ઘરે આવી બાઇક મળી ગયુ… એક શકીલ ભાઇ ઉમર વર્ષ ૧૭ છોકરી પટાવા નુ મન થયુ … અને ..મારી બાઇક પર એમનુ મન ઠરયુ .. પોલીસ ની ધોલ ધપાટ થી ભુત ઉતરયુ …
કોર્ટ કાગળીયા કર્યા બાઇક પાછુ મળયુ પછી બાઇક લઇ ને રખડયા દિવસો વર્ષો વિતયા …
છ મહીના પેહલા એક ફરીયાદિ નુ સમન્સ ઘેર આવયુ સાલ ૨૦૧૪ …. કોર્ટ મા હાજર થાવ … ઘરવાળા ગભરાયા …સાલુ મને યાદ ના આવે કે આ ફરીયાદી નુ સમન્સ કેમ આયુ .. એક વકીલ મિત્ર ને ફોન કર્યો ભાઇ આ શુ હોય … મારે બાવીસ વર્ષે યાદ કરવા નુ હતુ કે મારુ બાઇક કયારે કયા સંજોગો મા ચોરાયુ હતુ … અને આરોપી ને ઓળખવા નો હતો ..
જે શકીલ ને બાવીસ વર્ષ પેહલા જોયો હતો ..એક વાર સરખેજ પોલીસ સ્ટેશન મા એને અત્યારે ઓળખવા નો હતો … ૧૭ વર્ષ નુ ટેણયુ ઓગણચાલીસ વર્ષ નો ચાર છોકરા નો બાપ હતો … કેસ બૉર્ડ પર આવયો હતો …ફકત બાવીસ વર્ષે ….. આરોપી ના ઍક સગા ઍ કેસ પાછો લેવા માટે વિનતિ કરી … મને ઍક વાર ઈચ્છા થઈ ગઈ કે મુઓ મરતો જવાદો … પણ પોલીસ ના વકીલે કદાચ સરકારી વકીલે મને કહ્યુ સાહેબ મોડો તો મોડો પણ ન્યાય થાય છે …. ઍને થવા દો… મને પણ લાગ્યુ વાત સાચી છે …..
અમદાવાદ મા એક નાટક આવ્યુ હતુ …` જાણતા રાજા` .. શિવાજી મહારાજ ના જીવન પર ` સાહેબે` બે વાર મારી `સાથે` બેસી ને આ નાટક જોયુ હતુ .. હુ છેલ્લી રો મા હતો અને સાહેબ પેહલી રો મા બેઠા હતા
નાટક મા એક કિસ્સો હતો સુરત ની લુટ વખતે એક સૈનીકે એક સ્ત્રી પર બળાત્કાર કર્યો હતો ગુનો સાબિત થયો …. એક જ મિનીટ મા ધડ થી માથુ અલગ થયુ… ન્યાય થયો … શિવાજી મહારાજ નો… સુશાષન નો પેહલો નિયમ ત્ ત્તકાળ ન્યાય…………….
બાવીસ વર્ષે બાઇક ચોરનાર ને સજા ….
જોઈયે સાહેબ ને યાદ છે કે નહિ …
આજકાલ માનસી સીસીડી ની ચોકીદારી રવીવારે રાતના બાર સુધી ની બાધી છે …કયારેક મેરિયટ જાવા+ ની પણ ચોકીદારી બાધી છે … આવજો કયારેક …
– શુભ રાત્રી
શૈશવ વૉરા