મંદિર ના સેવકો …
કુંભાર કરતા ગધેડા ડાહ્યા …
આજે મહાદેવ ની આરતી માં ચાર પાંચ ગર્દભ સેવા માં લાગ્યા હતા .. લોકો ને પકડી ને આરતી માંથી બહાર કાઢતા હતા …કેટલાક સભ્યતા થી વર્તન કરતા …એક ગધાડું બધા ભકતો ને થોડુ કડક લાકડી થી હાકતુ હતુ … આ ગધેડુ થોડુ ઉચુ પોહળુ છે ….એ ગધેડા એ એક વૃદ્ધ કાકા ને હજી બિચારા એ દર્શન કયા ના કર્યા એ પેહલા ખભે થી પકડી અને ગધેડા એ બહાર કરયા …લાચાર કાકા બહાર જતા રહયા .. હુ થોડો અપસેટ થયો .. પણ આરતી મા મન લગાડયુ .. બે ત્રણ મિનીટ રહી ને ગધેડા એ બીજા એક કાકા ને ખભે થી પકડયા .. મજા આવી ગઇ …કાકા અમદાવાદ ની બહુ મોટી હસ્તી નીકળ્યાં … ગધેડો કદાચ દસ વાર સોરી બોલયો ….પછી પ્રસાદ ની લાઇન મા ઉભા રહી ને થોડી પંચાત કરી … ગધેડો છે કોણ … તો જાણવા મળયુ કે તે એક્ષ ગુંડા તત્વ છે…હવે કયાય કશો મેળ નથી … એટલે નવરો અહિયા રખડે છે.. થોડુ વિચારતા આ મંદિર કે કોઇ પણ જાહેર પ્રસંગ મા સેવા આપતા આ ગર્દભ રાજો વિશે વિચાર્યું … થોડુ મગજ કસ્યું અને આવા સેવાભાવી ગર્દભઓ ને યાદ કર્યા …
પણ એમાનો એક પણ કોઇ સારી પોસ્ટ કે વ્યવસ્થિત ધંધા વાળો નથી… જીવન માં ક્યારેય એમને લગ્ન ના રીસેપ્શન સિવાય સ્ટેજ મળ્યું હોતું નથી ..આવા મોટા ધાર્મિક મેળાવડા માં આ ગર્દભ ઓ ને પચાસ જણ વિનતી કરે અને એમનો છુપાયેલો અહંકાર .. ઈગો સખત પોષાય …અને એમને કૈક મોટું અને સમાજ માટે કામ કર્યા નો સંતોષ મળે … હોશિયાર વહીવટદારો થોડા મીઠા શબ્દો બોલી ગર્દભ ઓ ને સરસ રીતે કામે લગાડે … મોટી ભીડ ભેગી કરવા માં અને ભીડ ને કંટ્રોલ કરવા માં આ ગર્દભ ઓ ને મોટી મહારથ હોય છે ..મને પોતાને ઘણી વખત આશ્ચર્ય થાય કે પચાસ હજાર માણસ નો જમણવાર … કે લાખ માણસ ની આરતી કે નમાજ … કે મહાવીર જન્મ … હું પોતે ભીડ નો કાયર છુ … બહુ ભીડ હોય તો ધજા ના દર્શન થી સંતોષ …નાથદ્વારા જેટલી હોય તો કોણી મારી લઈ એ … અને થોડું જીમ માં ભેગું કરેલું જોર કાઢી નાખીએ …હું માનું છું આ વાંચનારો કોઈ ક્યારે પચાસ હજાર ..લાખ પબ્લિક ની સેવા માં ગયો નહિ હોય … જો ગયો હોય તો અનુભવ ચોક્કસ શેર કરો ….
શુભ રાત્રી
– શૈશવ વોરા