.
સવાર પડી મારી મહાત્મા મંદિર માં …… વર્ષો થી દર અઠવાડિયે એક વાર ગાંધીનગર જાઉં છું ,સળગ ચોથો વાઇબ્રન્ટ માં જાઉં છું … આજ સવાર નું ગાંધીનગર બહુ બધી રીતે જુદું હતું …
જે પોલીસવાળાથી હમેશા મારો ડ્રાઈવર ડરતો ,એને આજે દરેક પોલીસવાળા સર સર કરતાહતા … પરોણાગત માં ક્યાય કોઈ કમી નોહતી ,એકે એક સરકારી અધિકારી લળી લળી વાત કરતા હતા … મારી આખો ચાર નહિ ચાલીસ થઇ …
સાહેબ ને પેહલી વખત પીએમ તરીકે જોવા ના હતા અને સંભાળવા ના હતા …એટલા બધા દુનિયાભરના મોટા માથા ને લાઈવ જોવા ના અને સંભાળવા ની એક અદમ્ય ઈચ્છા હતી …
મારો અને મારા મિત્ર વિપુલ માંકડિયા બંને નો એડ્રીનાલિન પીક પર હતો … અમને હતું કે દર વખત ની જેમ ફાલતું સરકારી ઓફીસરો એમના બૈરા છોકરા થી હોલ ભરશે … હતા થોડા ઘણા એમાના , પણ મોટોભાગ ગુજરાત અને ગુજરાત બહાર થી આવેલા લોકો થી ભરેલો હતો ,કમ્પ્લીટ બીઝનેસ ક્લાસ ઓડીયન્સ માં હતો ….બહુ જ સુન્દર વ્યવસ્થા ,
મુખ્યમંત્રી ના ભાષણ થી શરૂઆત થઇ , એટલું ઈમ્પ્ર્સીવ નોહતું ,એક પછી એક ઉદ્યોગપતિ આવતા ગયા ,જાહેરાતો થતી ગઈ લાખો કરોડો ના ઇન્વેસ્ટમેન્ટ ની , જે લોકો પેહલે થી સમયવર્તી અને ગુજરાત માં આવેલા એમને તો આજે બંને હાથ માં લાડવા હતા …..મુકેશ અંબાણી એ તો પોતાની જાત ને સંપૂર્ણ ગુજરાતી ગણાવી દીધી … વાત તો સાચી પણ છે લગભગ નજર ની સામે નરોડા જીઆઈડીસી માંથી ઉભી થયેલી રિલાયન્સ …
સુઝુકી ના ચેરમેન શ્રી ઓસુમું સુઝુકી એ ૨૦૧૭ સુધી માં ગુજરાત માં સુઝુકી નું ઉત્પાદન ચાલુ કરવા ની જાહેરાત કરી , એક બહુ જ મોટું કામ થયું શ્રી સુઝુકી ને વાઇબ્રન્ટ માં બોલાવી ને, જ્યાંથી દર્દ મળ્યું છે ત્યાં જ દવા મળશે , ગયા વર્ષ મારે જાપાન જવાનું થયું હતું પ્રેસ કોન્ફરન્સ માં પેહલો જ સવાલ હતો …તમારા દેશ માં લેબર યુનિયન ની શું પોઝીશન ..? સવાલ હતો મારુતિ સુઝુકી ના માનેસર પ્લાન્ટ ની હડતાલ અને એચ આર ની હત્યા પછીનો ઉભો થયેલો ઉહાપોહ નો જેનો પડઘો જાપાન માં બહુ જ મોટો પડ્યો હતો , જાપાન ના તમામ ઇન્વેસ્ટરો નો ભારત માં થી વિશ્વાસ ઉઠી ગયો હતો અને તત્કાલીન પ્રધાનમંત્રી મનમોહનસિંગ ની દરમ્યાનગીરી પછી કૈક મામલો થાળે પડ્યો હતો … આજે સુઝુકી ના દર્દ દવા લગાડી અને બીજા જાપાનીઝ ઇન્વેસ્ટરો માટે નો રસ્તો ખોલ્યો ….
વાત કરું ફોરેન ડીપ્લોમેટ ડેલીગેટ્સ ની અમેરિકા ને લગાતાર બાર બાર વર્ષ મોદી ને વિઝા ના આપવાનો ભયાનક અફસોસ ક્યાંક ઝળકતો હતો જીમ કેરી એ યાદ કરાવ્યું કે નિશા ભારતીય મૂળ ની અમેરિકન છે અને મારી આસીસ્ટન્ટ છે અને વર્મા ને અમે ભારત માં અમેરિકન રાજદૂત તરીકે મોકલીએ છીએ … બરાક ઓબામા ૨૬ જાન્યુઆરીએ ચીફ ગેસ્ટ તરીકે આવે છે … બહુ નોરા કર્યા જીમ કેરી એ , છેલ્લે તો સબ કા સાથ સબ કા વિકાસ હિન્દી માં બોલ્યા …બહુમતી ની તાકાત નરેન્દ્ર મોદી બતાવી રહ્યા છે ..પાછળ ના ગણિત જેને આફ્ટર મેથ્સ કહીયે એ એક જ છે ,૨૦૧૫ અને ૨૦૧૬ માં ભારત ખુબ મોટે પાયે શસ્ત્રો ખરીદવા માટે માર્કેટ માં ઉતારવા નું છે ,અને અંકલ સેમને પોતાના ઘણા બધા જુના થયેલા કે નવા શસ્ત્રો ભારત ને વેચવા છે , અને બીજું ટાર્ગેટ ભારત નો બહુ જ મોટો મિડલ ક્લાસ છે ,વર્લ્ડ બેંક ના ચેરમેન અને યુએન ના મહાસચિવ ને ફરી વાર નારી આંખે જીવન માં જોવા સંભાળવા મળશે કે નહિ એ ખબર નથી …પણ એક વાત બહુ જ ખટકી પર્યાવરણ ના રેફ્યુજી ભવિષ્યમાં જોવા મળશે …. એક બહુ જ મોટી ચેતવણી હતી આ …શું એટલી ઝડપથી આપણે પરયાવર્ણ નો નાશ કરી રહ્યા છીએ કે દુનિયા નો એક મોટો ભાગ રેહવા માટે નકામો થશે અને ત્યાં રેહતા લોકો રેફ્યુજી તરીકે બીજા દેશ માં આવશે ..!!!
મેસેડોનિયા ના પ્રધાન મંત્રી ના આંકડા સાંભળી ને મજા પડી ગઈ ..ત્યાં રેહવા જવાનું મન થઇ ગયું , પણ બાજી મારી ભૂતાન ના વડાપ્રધાન ,ખુબ સુંદર અને દિલ થી બોલાયેલું ભાષણ , અમારે જીડીપી નથી જોઈતો અમારે નેશનલ હેપીનેસ ઇન્ડેક્સ જોઈએ છે , પર્યાવરણ અને વેલ્યુ ના ભોગે અમારે કોઈ ધંધો કે ઇન્વેસ્ટમેન્ટ નથી જોઈતું , અમે અમારા ભાગ માં આવેલો હિમાલય અને કુદરત ને ક્યારેય કોઈ નુકસાન નથી એ જોઈ ને જ ધંધો કરીશું … અમારા મુલ્યો એથીક્સ સાથે અમે ક્યારેય બાંધછોડ નહિ કરીએ …. હું ભૂતાન માં એક વેકેશન ગાળી ચુક્યો છું મહાયાન પંથ નું છેલ્લું રાજ્ય છે … એની સુંદરતા ના વખાણ કરવા માટે દસ બાર પત્તા ભરાય એટલું લખાય … મારું ઘણું પ્રિય કન્ટ્રી છે ભૂતાન અને ભુતાનીઝ લોકો …. મારી દીકરી ને તો મહારાજા જીગ્મે સીગ્મે ખેસર અને મહારાણી પેમાં માટે ગાંડો પ્રેમ છે ….. દુનિયા ની એક માત્ર પ્રજા છે જેને પોતાના રાજા પોતે જ મોનારકી નહિ લોકશાહી સામે થી આપવા માંગે છે પણ લોકો ને રાજાશાહી છોડાવી નથી ….કેનેડા, ડચ, બ્રિટીશ,ઓસ્ટ્રેલીયન બધા પોતાનું ગીત ગાઇ ને ગયા ..સો દેશ ના ડેલીગેશન ની વચ્ચે બેસવાની મજા આવી ગઈ …
વારો હતો નરેન્દ્ર મોદી નો ઘણું પ્રભાવશાળી ભાષણ , પેહલીવાર ઈમોશન થી બહાર આવી અને એક ધંધાદારી ને ગમે તેવી વાતો કરી ઈઝ ઇન બીઝનેસ , ધંધા માં સરળતા લાવો અને એ લાવવા માટે હું બધું કરી છૂટીશ એવું ભરી દુનિયા સામે વચન આપ્યું , વર્લ્ડ બેંક ના ચેરમેને જી એસ ટી ને યાદ કરાવી દીધો ત્યર૩એ જવાબ આપવો જ પડે એવી પરીષ્ટિ હતી અને આપ્યો પણ ખરો ઈઝ ઇન બીઝનેસ ના રૂપે ..
એકંદરે ગુજરાત સરકાર ની મેહમાનગતિ માણવા ની મજા આવી ગઈ … આજે સવારે સપ્તક માં અશ્વિની ભળે દેશપાંડે ના ગાયનસંભાળવાનો અવસર ચુક્યા નો અફસોસ ના રહ્યો વાઇબ્રન્ટ જો આમ જ ખરખર કામ કરશે તો આવનારો દસકો આપણો ચોક્કસ છે ….
શુભ રાત્રી
શૈશવ વોરા