આંખો કે સાગર ….
હોઠો કે ગીત……
લે ડુબે હમે…..
રેડિયો પર કંઇક આવુ વાગે છે……મને તો મારી આંખ મા ઘુઘવાટ મારતો મારા સપના નો સાગર દેખાય…અને મારા હોઠ ના ગીત … ક્યારેક ભૈરવ તો ક્યારેક પુરિયા તો ક્યારેક માલકૌંસ અને ધાની કેટલા બધા વરદાન મને …. ભગવાને આપ્યા …..પારે નહિ …ઘણી વાર તો તાનપુરો મળે અને આખે આખો રાગ મને સાક્ષાત દર્શન આપે…કોઇ મેહનત જ નહી..આલાપ પકડ જોડ ઝાલા કઇ સાંભળવાનુ નહી…કેવી મજા આવે સાંભળવા ની…..
સપના ના ઘુઘવતા સાગર શાંત થઈ જાય અને મધદરિયે શીપ ના ડેક પર પેલી ટાઇટેનીક વાળી જગ્યા …. અને સામે ધીર ગંભીર ઉભેલો કાળો ભમ્મર મહાસાગર ….ક્ષિતિજ ને ૩૬૦ ડીગ્રી મા જોતા ….
ક્યારે સુરજ અસ્તાચળે થયો અને ચંદ્રમા એની સત્યાવીસ પત્નીઓ સાથે પ્રગટ થયા અને લહેરો ધીમે ધીમે ચંદ્રમા ને જોઇ ને ઉછળવા નુ ચાલુ કરે….અને તાનો નો ઘુઘવાટ …
છેવટે એક શાંત ઠંડી હવા ની લહેરખી આવે ભૈરવી બની અને આંખ ઘેરાય અને તંદ્રા નો અનુભવ ……બધુ શાંત અનંત…અલહાદક…
અલઔકીક….તરબતર ……!!!
કભી દુરીયા …
વો મજબુરીયા…..
પલકો કો છુ કે ….
વો મંઝીલ મીલે ….
– શૈશવ વોરા