ફીફા નો ફીવર પત્યો .. સમ ખાવા માટે પણ એક મેચ મેં નથી જોઈ ….. ખાલી ફેસબુક પર સવારે ઉઠી ને કરાગ્રે વસતે ફેસબુક કર મધ્યે વોટ્સએપ કરીએ ત્યારે ખબર પડે કોણ રમ્યું કોણ અને કોણ જીત્યું …
એક મોટો માસ હિસ્ટીરિયા .. આખી દુનિયા ગાંડી થઇ.. ફીફા પાછળ …જર્મની માં લોકો એ જોરદાર ઉજવણી કરી … જોડે ભારત માં પણ છાપા વાળા ઓ એ ઉજવણી કરાવી. .પણ પોઝી ( positive ) થઇ ને જોઈએ તો ખુબ સારી વસ્તુ આ માસ હિસ્ટીરિયા એક એવી વસ્તુ જેમાં આપણે પોતાને કઈ કરવાનું હોતું જ નથી ખાલી બધા એ ભેગા થઇ ને ખુશ થવાનું કે દુખી થવાનું . નથી ફૂટબોલ પકડ્યો કે નથી ક્રિકેટ રમ્યો … છતાય બધા ખુશ અને રોડ પર …. કેમ? મારી ટીમ જીતી ..
માસ હિસ્ટીરિયા માં જોડવા થી આપણે ભાગે કરવાનું કઈ જ આવતું નથી … એમાં પણ સ્પોર્ટ્સ ને લગતો હિસ્ટીરિયા .. બીજો મોટો માસ હિસ્ટીરિયા ધાર્મિક … ભાગવત કથા કે મહાવીર જનમ કે ઇદ ની નમાજ … બધા ટોળા માં ભેગા થવા નું અને મજા કરવાની …. રાતે થાકી ને સુઈ જવા નું બે ત્રણ દિવસ નો નશો … ફરી પાછા કામે …
થોડો સારકો ( sarcastic) થાઉં તો … એવું કેહવાય કે નણદ ની નણદ નાતરે જાય ને મારે ઘેર હરખ ….
જોકે હવે તો એવું છે ..સાળા નો સાળો નાતરે જાય ….. તોય હરખ … પાછો પોઝી થાઉં …
જર્મની જીતે કે આર્જેન્ટીના ચીયર્સ કરતા રહો …
હું તો હિંડોળા ની કારીગરી જોઇશ આખો મહિનો ….અષાઢ વદ બીજ ગઈ ઠાકોરજી હિંડોળે ઝુલશે એક મહિનો …ધમાર અને દ્રુપદ ચાલશે મલહાર જુદા જુદા સ્વરૂપો માં ગવાશે .. જીમ માં થી વેહલા ભાગવું પડશે ….
સુપ્રભાત
– શૈશવ વોરા