મુકેશ અંબાણી જાપાન ના ગયા…..
બહુ કરી હોં મોટાભાઇ તમે તો ….ખોટો ટાઇમ સેહજ પણ નહી બગાડવાનો એવુ….એમ જ ને …પણ સાહેબ નુ માન રાખી ને પાંચ દિવસ ફરતા અવાય …. અને આમ પણ પોતાના પૈસે જવાનુ હતુ તે ભાભી જોડે એમના પ્લેન માં ગયા હોત તો શું ખાટુ મોળુ થાત ત્યારે શું વળી હેં……
પણ મોટાભાઇ તમે તો આખો દિવસ બસ કામ કામ ને કામ બીજી કોઇ વાત જ નહી.. સાચુ કહુ તો આમ તો મને ગમ્યું …આ તમે ટાઇમ ના બગાડયો એ… પુછો કેમ ? હું પણ છે ને એક ડેલીગેશન મા હમણા જ ટોકયો ગયો તો… પુરા પાંચ દા’ડા ….એક તો જાપાન એવુ મોંઘુ કે વાત ના કરો અને બીજુ આ જાપલા મારા વાલા બહુ ચાંપલા એકદમ કામઢા …. સાંજ પડે કામ પતાવી ને ઘર ભેગા …લો પત્યું .. અને કામ મા પણ હા કે ના અથવા સારુ મેઇલ મોકલશુ …મારુ બેટુ કોઇ આડીઅવળી પંચાત જ નહી .. વર્લ્ડ ઇકોનોમી કે લાદેન કે અમેરીકા ….. કોઇ પંચાત નહી….. હવે આમા પાંચ દા’ડા કેમના જાય …??? મારા જેવા પંચાતિયા જીવ ની તો શુ હાલત થાય ..?? અને પાછા એકલા …જો માઉન્ટ ફુજી જઇએ કે બીજે ફરવા જઇએ તો પાછુ તો અહિયા ઘેર જ આવવા નુ ને ….તમને ભાભી અનતાલિયા ની બાહર રાખે અને મને ૨, નિલમ પાર્ક ની બહાર ….પાછા આપણે સાહેબ ની જેમ કોઇ મંદીર તો જઇએ નહી.. અહી વરસે એકવાર નાથદ્વારા જવાનો ટાઇમ નથી ને ..તમારે છપ્પન ભોગ દેવાનો અને મારે રાજભોગ….તમે માનશો મેં તો ટાઇમ પાસ કરવા તયા ગોડઝીલલા જોયુ….ત્યારે શું કર્યે ..રાત પડે કોઇ ડિસક કે પબ જવાય ..પણ તમે તો પકડાઇ જાવ ….હા પાર્ટી કે પબ માં જઇ ને દારુ ના પિવો હોય અને તોય પિધેલા કે પીતા હોઇએ એવુ લગાડવુ હોય ને તો એક મસ્ત રસ્તો આપડે શોધી કાઢયો છે…એક ગ્લાસ મા થોડી કોક લેવાની અને એમા પાણી નાખવા નું ….મસ્ત વિસકી જેવો કલર પકડાય …. અને થોડા ગાંડા કાઢવા ના તોફાન કરવાના ……એટલે સામે વાળો એમજ સમજે કે પાર્ટી ટુન છે..
બાકી મને ખબર પડી ગઇ હોય તો તમને તો ખબર હોય જ ને કે આ જાપાન વાળા ના બધા રુપિયા ચીન અને બ્રાઝીલ માં સલવાયેલા છે … તો આપણ ને તો શું આપશે ?? શકોરુ…ત્રણ વરસ પછી હજી રૂપિયા છુટા થાય ને પછી આપણા ત્યાં નાખે .. એટલે અત્યારે તો ઠીક મારા ભાઇ.. સાહેબ અત્યારે દાણા નાખે છે …. આપણે વાણિયા ના દિકરા ઉગે ત્યારે લણવા જાશુ … હેં ત્યારે ..અત્યાર થી શું છે ..?? ખોટા દા’ડા અને રૂપિયા જાપાન જઇ ને કયા તોડવા … પછી તારી ભાભી ને લઇ ને એકલો નહી જઉ… આ બધા શંભુ મેળા મા જઇ ને હાડ હાડ કયા થાવુ ….
અને તમને બધા ને સાંજે ઘેર જમજો એકે હોટલ ખાલી નહિ હોય …શ્રાવણ ને પર્યુષણ બે હમણાં પત્યા છે…
– શૈશવ વોરા