યુવાની ….!!!!
હિન્દી માં કહેવાય
” દિન જવાની કે ચાર ..!!”
શારીરિક કે માનસિક ?
બે માંથી કઈ ઉમર ને ઉમર ગણવી ?? બે માંથી એક પણ નહિ … !
અત્યાર ના સમય માં મોતીયા પછી લેન્સ નાખી દેવાય છે વાળ ને ડાઈ કરાય છે…… શારીરિક ઉમર ને તો બીજી ઘણી બધી રીતે ઢાંકી શકાય છે …એટલે પંચોતેર એંશી વર્ષના માણસ પણ ઘરડા લાગતા નથી ..તો પછી ??? માનસિક ઉમર જે એક વસ્તુ થી માપી શકાય છે .
ટેકનોલોજી …
આ એક જ વસ્તુ એવી છે કે જેનાથી યુવાની ઘણી આગળ જાય છે અને ઘડપણ હારી જાય છે , અને ચારે દિવસ પુરા થઇ જાય અને પાંચમો દિવસ ચાલુ .. છઠો પથારી માં ને સાતમો ઉપરવાળા ની જોડે …..
જેટલા નવી ટેકનોલોજી થી અપ ડેટ રહીએ એટલી યુવાની…. બાકી નું ઘડપણ.
હું એક એવા બા ને ઓળખું છુ જેમણે ઠાકોરજી ની સેવા માં ગાય , મોર કે બીજા બધા રમકડા ની બદલે રમકડા નું લેપટોપ મુક્યું છે અને બા લાલા ને કહે છે કે “લલ્લા જી હવે ગાયો ચારવા થી પેટ નહિ ભરાય કોમ્પ્યુટર શીખો …જાવા સી++ અને નેટવર્કિંગ શીખવું પડશે …”
ફક્ત ભક્તિયોગ નહિ
ટેકનોલોજી ને સ્વીકારી તેની સાથે નો કર્મયોગ….
ઘણું અઘરું છે જુવાની ને ટકાવવી , નોલેજ લેવાની પ્રક્રિયા ,સતત ચાલુ રાખવી પડે, પેઈન લેવા પડે , મગજ લોડ આપતા રેહવું પડે …
રાજા યયાતિ જેવા કોઈક જ નસીબદાર હોય કે જેને પોતાનો પુત્ર પોતાના જીવન માંથી એક દિવસ જુવાની નો કાઢી ને આપે અને બાપ નું વૃધાત્વ સ્વીકારે .. !!
બાકી તો ..
આગળ કે પાછળ એવો આવે રે સહુ નો કાગળ …!
કાયમ નું કોનું આ રહેઠાણ જી ..!!!
તમે સંગાથે અમે આંનદ ના ગાન ગાયા ..!!
પ્રીત્યું અંતર ની પીછાણી ..!!
શુભ રાત્રી
-શૈશવ વોરા date 12-4-14