રંગો કી દુનિયા મેં આઓ….
રંગીન સપને સજાવો….
રંગો ની દુનીયા…
મેઘધનુષ..
જાનીવાલીપીનારા…
લાલ પીળો ને વાદળી મૂળ રંગ કેહવાય…
બાકી બધા મેળવણી ના રંગો
…
અલ્ટ્રા વાયોલેટ=પાર જાંબલી
ઇન્ફ્રા રેડ= પાર રકત
ટીવી ના રંગો ŔĢB લાલ,લીલો,અને વાદળી….
ચકકર આવે ને વાંચતા વાંચતા કે આ શૈશવ્યો શું મંડયો છે…..
પણ બકા …સાલી આ રંગો ની દુનિયા છે જ એવી…અને એમા પણ મારા જેવા રસિક જીવ ને રંગ માટે લખવાનુ આવે…
પેહલી પીંછી પકડી ત્યાર થી રંગો થી રમવા નુ ચાલુ થાયુ તે કોલેજ અને આજ દિન સુધી ચાલુ છે…
ભીંડા અને બટાકા ને કાપી અને રંગ માં બોળી અને સફેદ પેપર પર છાપ પાડી અને ચિત્ર ઉપસાવતો ચોથા ધોરણ માં….
મમ્મીએ શિખવાડયુ
લાલ ,પીળો, ને વાદળી મૂળ રંગ કેહવાય…
બાકી બધા મેળવણી ના રંગો… અને મજા પડી ગઇ…કેમલીન ના વોટર કલરો… ચોક કલર… નેપાળ થી લાવેલા સો જુદા જુદા કલર વાળી પેન્સિલ … અમેરીકા થી આવતી ચોવીસ કલર ની સ્કેચપેન…
આ બધુ મને પાંચમા ધોરણ પેહલા મળી ગયુ હતુ.. હું સખત “રીચ” હતો… કલર ના મામલા માં કદાચ આખી સ્કૂલ માં કોઇ ની પાસે આટલા બધા રંગો નોહતા… અમે ત્રણે ભાઇબેન પાસે ઢગલા બંધ રંગો હતા… ચોક કલર પર રંગો ના નામ લખેલા આવતા..ત્યાં થી મને મજેન્ટા અને ટર્કોઇશ કલર કોને કેહવાય એની ખબર પડી…
પછી અજંતા ની ગુફા માં કુદરતી રંગો માં થી બનાવેલા ભીંત ચિત્રો જોયા અને પથ્થરીયા કલર ,વેજીટેબલ કલર,અને કૃત્રિમ રીતે બનાવેલા કલર નુ ભાન થયુ
આઠમા ધોરણ માં એસિડ બેઇઝ આવ્યા… હળદર ને સાબુ ના પાણી થી લાલ કરી.. પેહલો જીવન નો રંગ બનાવ્યો..પછી છેક એમ.એસ. સી. પાર્ટ વન માં કોંગો રેડ ડાઇ બનાવી… ડાય એઝોટાઇઝેશન થી…
અને ત્યાર પછી વટવા જીઆઇડીસી જોડે નસીબ બંધાયુ…હવે તો રંગ જ રંગ છે… એકલા વટવા માં કદાચ બસો પ્રકાર ના એકલા બ્લુ કલર ના શેડ અને બીજા અગણિત રંગો બને છે….
લખતા થાક લાગે અને ગણતા આંકડા ઓછા પડે એટલા રંગો ,અને એમના શેડ બને છે…..
સૌથી વધારે રંગો જોવા ની મજા કલકતા ના નેશનલ મ્યુઝિયમ માં આવી…
કુદરતે દરેક મેટલ ને પોતાનો રંગ આપ્યો છે…અને ત્યાં લગભગ બે બહુ જ મોટા બે રૂમ ભરી ને મેટલ અને તેની ઓર ના સેમ્પલ મુકયા છે….
જેમ દરેક ધાતુ ને પોતાનો રંગ છે તેમ દરેક ગ્રહ ને પોતાનો રંગ છે..મંગળ લાલ ,ગુરુ પીળો, શનિ મહારાજ તો નીલા…આપણો રંગ બલુ છે….
એક સખત વાત કહુ જેને આપણે ખુબ જ પ્રકાશિત માનીએ છીએ ….એ સૂર્ય દુનિયા નો એક માત્ર સંપૂર્ણ કાળો છે પદાર્થ છે ….
ફિઝીકસ એવુ કહે છે કે સંપૂર્ણ કાળો પદાર્થ તે છે કે જે પોતે પેદા કરેલી બધી જ ઉર્જા ને બહાર ફેંકી દે અથવા બધી ઉરજા ને શોષી લે આ કામ ફકત સૂર્ય કરે છે…
બાકી તો દિવાળી માથે છે… રંગોળી..જાત જાત અને ભાત ભાત ની ડિઝાઇન અને રંગ..
કુદરત ના વેરેલા રંગો,પશુ,પક્ષી,માછલી,ઝાડ,પાન,ફુલ,ફળ….કયાં રંગ નથી…
અરે સૌથી વધારે બેરંગી દેખાતો સફેદ રંગ તો પોતે જ પોતાની જાત માં સાત રંગ ને સમાવી ને બેઠો છે…
રંગ અને હોળી… આટલુ બહુ છે…
ફરી લખીશ અત્યારે તો ઉઘરાણી ની પાછળ દોડુ…
શુભ રાત્રી
– શૈશવ વોરા