રંગ રસિયા મુવી જોયું …
કેટલા બધા વખતે રાત ના છેલ્લા શો માં મુવી જોયું ….!!અદભૂત…અદ્વિતીય …awesome ..fantastic …superb ….જોરદાર શબ્દો ઓછા પડે વખાણ કરવા માટે ….
એક ક્લાસ માટે નું મુવી …..જો ભૂલ થી પણ તમને શાહરૂખ ખાન નું happy new year ગમ્યું હોય તો મેહરબાની કરી ને રંગ રસિયા જોવા ના જતા …
નંદના સેન અને રણદીપ ની સુંદર એક્ટિંગ ….એક એક ફ્રેમ અને સીન માણ્યા ….
જયા બચ્ચને કીધું કે happy new year એકદમ બકવાસ છે અને અમિતાભ બચ્ચને એના માટે માફી માંગી …. તો બચ્ચન દાદા રંગ રસિયા ના જોતા …. જયા આંટી તમે ચોક્કસ જોજો …..
સો કરોડ કે પાંચ મિર્ચી ,પોપકોર્ન ,કે સ્ટાર કેટલા છે ….એ બધું બધા રેડીય વાળા આર જે એમની બુદ્ધિ પ્રમાણે બોલશે ….એમના બધા ના મરચા ,પોપકોર્ન ,કે સ્ટાર ને મોદી સાહેબ ના સફાઈ અભિયાન માં ભેગા કરી ને કચરા ની ટોપલી માં નાખી દો …..જો તમારા માં ક્યાંક સહેજ પણ કોઈ કલાકાર કે ક્રિયેટર જીવતો હોય તો ચોક્કસ જજો આ મુવી જોવા …
જો તમને એ ખબર ના હોય કે સ્વરાજ મારો જન્મ સિદ્ધ અધિકાર છે અને તે હું લઇ ને જંપીશ … આ વાક્ય કોણ બોલ્યું તો પણ રંગ રસિયા જોવા ના જતા …. આખું મુવી અઢાર મી સદી માં ચાલે છે …..
મહાન ચિત્રકાર રાજા રવિ વર્મા ના જીવન પર બનેલું આ મુવી છે …ફિલ્મ ની એક એક ક્ષણ માં હું મારી જાત ને રાજા રવિ વર્મા સાથે જોડતો રહ્યો ….મારા નસીબે મને કાશ્મીર થી કોલંબો અને દ્વારકા થી થીમ્પુ સુધી નું હિન્દુસ્તાન લગભગ ત્રણ વાર જોવા મળ્યું છે ….ભરપુર શૃંગાર રસ ને પત્થરો માં અને પેઈન્ટીંગ માં પથરાયેલો જોવા મળ્યો …..રાજસ્થાન ની મરુભૂમિ ,અજંતા ,થી કોનાર્ક ….બધું જ મને રાજા રવિ વર્મા ની જેમ જ જોવા મળ્યું ….ઈશ્વર કૃપા એ ઉર્વશી, રંભા કે મેનકા મારા માટે અજાણ્યા નથી ..લક્ષ્મી અને સરસ્વતી વચ્ચે નું અન્તર ….અને રાજા રવિ વર્મા એ ભારત વર્ષ ને એ બંને નું પોતાના પેઈન્ટીંગ્સ ના માધ્યમ થી કરાવેલું દર્શન …તે પણ છેક અઢારમી સદી માં …..
દુનિયા માં બે જ વસ્તુ જોરદાર વેચાય છે …ધર્મ અને સેક્સ …અને રાજા રવિ વર્મા એ બંને વેચ્યા …..દાદા સાહેબ ફાલકે ને તો એક જુનિયર તરીકે બતાવાયા …. હિન્દુસ્તાન નું પેહલું મુવી રાજા હરિશ્ચન્દ્ર ….રાજા રવિ વર્મા ના પૈસે બન્યું હતું …જાણી ને આનંદ થયો …. એક ચિત્રકાર નહિ પણ એક યુગ પરીવર્તક કલાકાર ના રૂપ માં રાજા રવિ વર્મા ને જોયા…
ખરો કલાકાર તરીકે નું ચિત્રણ……. હા અત્યારે થોડું ચોક્કસ ક્લીયર કરવું પડે કે રાજા રવિ વર્મા ની ન્યુડીટી અને એમ એફ હુસેન ની ન્યુડીટી માં બે જબરજસ્ત અંતર છે ….એક રાજા રવિ વર્મા એ નગ્નતા ને એક શાલીન રૂપ આપ્યું છે અને પૌરાણિક કથાઓ અને ભારતીય સંસ્કૃતિ ને સમજી ને નગ્નતા પીરસી છે જયારે એમ એફ હુસેન ની નગ્નતા એ ક્યાંક કળા ના નામે વલ્ગર લાગે છે ….ચોક્કસ વર્ગ ને ચીડવી અને આગળ આવવા ની વાત દેખાય ….સુંઠ ના ગાંગડે ગાંધી થવાની વાત એમ એફ હુસેન માં દેખાય …..
રાત ના બે વાગ્યા છે પણ રાજા રવિ વર્મા મગજ માં થી જતા નથી …. અઢારમી સદી નું હિન્દુસ્તાન રાજા રજવાડા …બરોડા નો રાજવી પેલેસ અને ભવ્યતા ….
રાજા રવિ વર્મા ની ઐયાશીઓ માટે એટલું ચોક્કસ કહીશ કે જ્યોતિષ ની ભાષા માં જો શુક્ર પાવરફુલ હોય તો જ કોઈ કળા તમને હાથ માં ચડે અને પાવરફૂલ શુક્ર ની આડ અસર માં આ બધી ઐયાશીઓ આવે આવે અને આવે જ … કોઈ પણ કલાકાર શુક્ર ની કૃપા વિના જન્મે જ નહિ ….અને છેવટે એ કલાકાર બે, પાંચ સ્ત્રી નો ભોગ લે લે અને લે જ …. આ બધા મહર્ષિ ભૃગુ ના તારવેલા સિદ્ધાંતો છે ….
પિકચર બનાવતી વખતે કદાચ મૂળ વાર્તા સાથે થોડી ઘણી છૂટ છાટ લીધી હશે પણ માફી ને પાત્ર છે …એકવાર ચોક્કસ જોજો … પણ બાળકો સાથે બિલકુલ ના જોતા સંપૂર્ણ એડલ્ટ મુવી છે ….
શુભ રાત્રી
– શૈશવ વોરા