બે ત્રણ ટોપિક આજે મગજ માં ફરતા હતા લખતા પેહલા ..અને એસ જી હાઈવે પર આંટો મારવા નીકળ્યા …મને ઘણી વખત ટોકવામાં અને રોકવા માં આવે છે કે પોલીટીકલી તું આટલું બધું ક્રીટીસીઝમ ના કર …લખવા માટે ઘણા બધા ટોપિક છે …અત્યાર નું રાજકારણ અને રાજકારણીઓ એવા મોટા દિલ ના નથી ગમે ત્યારે ગમે તેને અંદર નાખી દે છે ..અને આપણે રહ્યા સામાન્ય માણસો શું કામ ખોટા કોઈ ની જોડે પંગા લેવા ના તું તારે તારી મસ્તી અને મોજ માટે લખ ને …ટોપિક ખૂટે તો અમને કહે અમે આપીશું પણ આ રાજકારણીઓ ને છોડી દે …..
એસજી હાઈવે પર રખડતા રેડિયો પર વિવિધભારતી પર કવિ પ્રદીપ ની જીવન ઝરમર આવી અને આઝાદી પેહલા નું ગીત આવ્યું આજ હિમાલય કી ચોટી સે હમને લલકારા હૈ દુર હટો એય દુનિયા વાલો હિન્દુસ્તાન હમારા હૈ …. અને આ ગીત વાળું પિક્ચર કલકતા માં સાડા ત્રણ વર્ષ ચાલ્યું .. બ્રિટીશ રાજ ની વિરુદ્ધ નું આ ગીત …અને પિક્ચર આઝાદી પેહલા અને એ પણ સાડા ત્રણ વર્ષ થીયેટર માં ચાલ્યું …
બસ મારો સવાલ કદાચ તમે સમજી ગયા હશો કે શું હું મારા દેશ માં મારા રાજકારણી જેને હું મત આપી ને આગળ લાવું એના માટે કોઈ કટાક્ષ કે વ્યંગ ના કરી શકું ..? સહનશીલતા જતી રહી છે કે અહંકાર ..?બધે હું હું હું ..જ દેખાય છે કેમ શા માટે …?
મારા જેવા ને જે મન માં આવે એ લખવું હોય તો વિચારવાનું શા માટે..?ખાલી બંધારણ ના પાના માં જ મારા હક્કો છે …? ષડ્યંત્રઓ દિલ્લીની ચુંટણી માં ઘણા થયા ..મને જે સમજાય એ તમને પણ સમજાતું જ હોય …પણ બોલાય નહિ….? કેમ ?? કોઈ મોટા લીડર ને કેન્સર છે તો એ વાત શા માટે છાની રખાય ..? શું કાઢી લેવાનું હજી બાકી છે …. હું રાજ્યકક્ષા અને દિલ્લીના બંનેના મહિલા નેતાઓની વાત કરું છું .. આ જનતા તમને ખોબલે ખોબલે વોટ આપે છે …અરે જાહેર કરશો ને તો આ દેશ ની ભલીભોળી પ્રજા કૈક લોકો તમારા માટે બાધાઆખડી રાખશે…એમનેમ નહિ તમને કોઈ સત્તા પર થી ઉતારી મુકે ….અને કોના આશીર્વાદકે દુવા ક્યાં કામ લાગશે કોને ખબર છે..?? નહિ તમારા છોકરા ની કે જમાઈ ફાઈલો રાખડી પડે ….કાલે દિલ્લી નું મહાયુદ્ધ છેડયું છે …દરેક સામેવાળા ને દુર્યોધન કહે છે ….પણ હકીકત માં તો કૃષ્ણ જ ખોવાયો છે …!!!
દેશ ની રાજકારણ ની દિશા નક્કી કરશે દિલ્લી કાલે ….જનઆંદોલનની તાકાત દેખાશે કે ધીટ રાજકારણીઓ ની એ તો સમય જ કેહશે …પરિવર્તન ની જરૂર છે …વાતો બહુ મોટી થાય છે કામ બધા નાના નાના થાય છે …દેશ થાક્યો છે અને હવે જો પડ્યો ને તો કૃષ્ણ પણ નહિ ઉભો કરી શકે .. બરાક તો બહુ દુર બેઠો છે …જન જન નું અંતર પીડાય છે …ક્યારેક રેલ્વે માં કે એસટી બસ કે પછી એરપોર્ટ પર થતી ચર્ચા ઓ સંભાળજો રાજકારણીઓ .તમને દેશવાસી ની પીડા કદાચ સમજાય ,સાંભળો તો તમે છો જ, પણ સમજતા નથી …સાંભળેલી પીડા ને ઈમોશનલી ચુંટણીસભા માં ભાષણ તરીકે વાપરી લો છો ..હવે કવિ પ્રદીપ અને એની પેઢી નહિ જન્મે ..સહન કરવું એ આ અત્યારની અમારી અને આવનારી પેઢી નું કામ નથી , બલિદાનો હવે નહિ અપાય ,માટે એવો કોઈ પરિસ્થિતિ નું નિર્માણ મેહરબાની કરી ને ના કરતા જે બલિદાન અને ત્યાગ માંગે …
થોડા માં ઝાઝું …..
શુભ રાત્રી
શૈશવ વોરા