ફરી પાછો એક ભયાનક અકસ્માત થયો ગઈકાલે વેહલી પરોઢે અમદાવાદમાં , અને બે છોકરાઓ મરી ગયા અને બે છોકરા સીરીયસ છે… બીજો એક અકસ્માત થયો બરોડામાં …જન્મદિવસે હાર્લીડેવિડસન લીધું અને બીજા દિવસે મરી ગયો એ છોકરો , એ જ બાઈક પર ….
વાંક શોધવો છે ..?? ના .. ખાલી પરિસ્થિતિ નો વિચાર કરવો છે …
કાલે રાત માટે … એક ઓનેસ્ટ કબુલાત કરું છું … હું પણ કાલે રાત્રે બહાર હતો … રાત માથે ચડી હતી આવા જ નાના નાના મિત્રો સાથે , મેં ગઈકાલે મેરિયટની જાવા+ અને હયાતને ગઈકાલે છોડી દીધી હતી … અને એસ જી હાઈવે ઉપર ભગવતીની બહાર રોડ પર શમ્ભુડાનું કલ્યાણ કર્યું , પણ મન માંકડું ના ભરાયું તો પાછા નેહરુનગરની કીટલીએ ઉભા રહ્યા … રાત ના કેટલા વાગ્યા હતા એ ના પૂછતાં , કેમ કે રાત શરુ જ અગિયાર વાગે થઇ હતી ….!!!
ગજબ નશો હોય છે રાતનો , અને રાતના રખડવાનો …હું એકલો …જ ..આ દુનિયામાં .. અને મારા જેવા બીજા … બસ …ખાલી ..ખાલી રસ્તા ….કોઈ ડાઘીયા જેવી આંખો મને ઘુરતી ના હોય , મારે જે કરવું હોય તે કરું …સાઈડ ..રોંગ સાઈડ … અને સરખે સરખા ,ઉમર અને ..પણ ..વિચારોવાળા ….
એમ્બીયંસ, તોફાન,મસ્તી , ટેકનોલોજી , વાઈન , વુમન , ઓટોમોબાઇલ , મશીન અને નકરી પંચાતો , જુના ચિઠ્ઠા ખુલે અને નવા બને ,સિગારેટ ના ધુમાડા …..!!! આને કેહવાય રાત …!!!!
અને જયારે રાતના નશામાં બીજા તત્વો ભળે પછી થાય ધડાકો …..પાર્ટી કરી …સ્પીડીંગ …બુઝઈંગ …ઓહ્હ.. આહ્હ … યુ ..****** ગાળો નો વરસાદ બસ …..
એક મોટી લાંબી ગાડી …
સ્પીડીંગ …. ઓહ બોય …લવ ઈટ ….ઓન બેટ … પાર્ટી … ડન … લેટ્સ સ્ટાર્ટ ઈટ ફ્રોમ રાજપથ ટુ ગાંધીનગર ….યપ …ફાસ્ટન યોર સીટબેલ્ટ …ટાર્ગેટ …૧૫ મીનીટસ…. ડન ..!! રેડી સ્ટડી .. યો …!!! ઘોડા છૂટ્યા ….ધુમાડા ઉડ્યા … એન્જીન ની ઘરઘરાટી …. વધી …. છઠ્ઠા ગીયર માં આવી ગાડી …ટાયર્સ રનવે પર ………. નિરમા સર્કલ …. નો બ્રેકીંગ …નો બ્રેકીંગ ….વિલ કિલ મોશન …. કમ ઓન ….કમ…ઓ…ન …. દબાવ ચપલુ …ગાળ ***. ટર્નિગ …. ટર્નીંગ…ટાયર …. ના … ચીચયારા …. ચી.. ચી… નેક્સ્ટ ફ્લાય ઓવર ….. સંભાળ ……. ટર્નીંગ … સ્ટીયરીંગ .. કંટ્રોલ ….કંટ્રોલ … .. એ દેખ દેખ ….તારી માં વચ્ચે છે .. પેલી ભેંસ … હાઈબીમ રાખ ….સામેવાળો .. એની માને જાય..**** , ફાસ્ટ ફાસ્ટ પેલો પાછળ છે ….આ બાઈક વાળો વચ્ચે વચ ચલાવે છે … અડાડી દે સાલા *** ને …જશે સીધો … … એ પોલીસ… પોલીસ … બ્રેક ના મારતો….. નહિ ઉખાડી લે …. દબાય …
ધત્ત તેરી **** ૧૬ મિનીટ થઇ ગઈ … તું એક નબર નો ****છે .. ચલ હટ હવે … ઉતર … ખરો છે સાલો તું તો …..રેસિંગ માં બી એવરેજ લેવાની હોય એમ ફ્લાયઓવર ઉતરતા રગડાવે છે… આ મશીન… હવે ……એરપોટથી કાઢી લે નહિ …તો …એસ જી પર તો …તારા બાપાઓ તૈયાર જ હશે …!! તે તો મગજ ની માં ફાડી નાખી .. ત્યાં ઉવારસદ ખોટી બ્રેક મારી …એમાં એક મિનીટ ખવાઈ ગઈ … બે પેલો સાયકલ વાળો પતી ગયો હોત ….તારો આ જ પ્રોબ્લેમ છે કાયમ સાયકલ અને બાઈક … જો જો પેલો રોડની સાઈડ પર પડ્યો જો .. એની માં ને પોટલી મારી ને … ચલ દેસી ઠરરો પી એ … એ બધું બળી જશે … ત્યાં ગોવા માં તો છ પેગ માં ઢે થઈ ગઈ તી …તું એ બેંગકોક ની વાત કરતો … સુ હાલત હતી ..?? તારા કરતા તો પેલી … વધારે પી ને ….
ચલ બે હવે ઘેર .. બાપો ફોન ઉપર ફોન ઠોકે છે .. આ પાછળ પડી એ ઢેલ ને તું નાખે છે કે હું નાખું …. ઉભો રે .. મામા ના ગલ્લે લે હજી ખુલ્લો હશે …ત્યાં આ ઢેલ ને હલકી કરવી પડશે ….એ આખુ પેકેટ લેજે મારે જોઈએ છે … ઘર માટે … તારા બાપ ની પી લે ને … લેતી હોય તો લે ને હવે … પાણી ની બોટલ … પાન … બાપો બારણે જ ઉભો હશે …..
વોટ્સ એપ થયા … કઈ બોલ્યો તારો બાપો ..?? ના દાદી ઉઠી ગયા હતા એમણે બારણું ખોલ્યું ..પણ કાલે બપોરે …***શે …તારે … બે પેલી ઢેલ ને નાખવા ગયો હતો … એની દીદી એ બારણું ખોલ્યું .. બચી ગયો .. અને તારા ઘેર … ગેલેરી માંથી ચડી ગયો …. કઈ હાંધો જ નહિ મળે ડોહાને .. ચલ જીએન ..ઓકીય .. જીએન …
ઘડિયાળમાં સવારના પાંચ ના ડંકા પડયા … ટન ટન ટન ટન ટન …..
હોશ આવ્યો … પણ રાત ફરી પછી પાંચ કલાક જ દુર હતી … ચલ બાપો ઘેર આવે એ પેહલા જીમ માં ભાગું …..
આવી મસ્ત મસ્ત જીંદગી છે ….મારી પણ હતી … આ બધું અનુભવેલું છે …. રોજ નહિ પણ ક્યારેક ક્યારેક …..કબુલાત ભેગી કબુલાત ….હનીસિંગ એમનેમ થોડો પોપ્યુલર થાય … કીડો સળવળે છે હજી મગજમાં એક સુપર બાઈક નો ….પણ કેહવાય છે ને દીકરીએ બાપ ની લગામ છે … બસ એ બે લગામ એ જ મને રોકી રાખ્યો છે ..બાકી તો ઘરવાળી ને લઇ ને ઉડવું તો મને પણ ગમે …!!!!
હજી બાયસેપ ૧૭ “ નો છે .. અને છાતી ૫૦” ની …પણ… પણ ..પણ … બસ જવાબદારી રોકી પાડે છે…બે ટ્રાયલ લીધી હાર્લી ની …!!
રેડિયા પર કોઈ એ સરસ બોટમ લાઈન આપી … માંબાપએ છોકરાઓ ને સમજાવવાની જરૂર છે કે અમારી લાઈફ તમારી પાસે મોર્ગેજ છે … તમારા વિના અમારી લાઈફ કઈ નથી … હું મારા માબાપનું મોર્ગેજ ચૂકવું છું …!!!!
બાકી તો …..
પપ્પામાંથી બાપા ….અને …બાપામાંથી….બાપો અને…. ફરી…બાપો … બાપા …અને …એમાંથી..પપ્પા …!!!
આ લાઈન સમજાય ત્યારે ….એક છોકરો મોટો થાય છે …અને આમાં જ એની જીંદગી જાય છે …
આપની સાંજ સારી રહે …!!
શૈશવ વોરા