વૈદિક શાસ્ત્ર પ્રમાણે આતતાયી
૬ પ્રકાર ના છે …!!
જેનો વધ કરવા માં પાપ નથી લાગતું , અને તેનો તાત્કાલિક વધ કરવો જોઈએ …!!
૧ વિષ અપાનારા
૨ ઘર ને આગ લગાડનારા
૩ ઘાતક શાસ્ત્રો થી આક્રમણ કરનારા
૪ ધન – સંપતિ લુટ નારા
૫ પારકી જમીન પચાવી પાડનારા
૬ પરસ્ત્રી નું અપહરણ કરનારા ….
આ રીતે જો લોકો ને મારી નાખવા માં આવે તો બધા કોલ્ડ ડ્રીન્કસ વાળા , જંતુનાશક બનવા વાળા ઘણા ડોક્ટર ,વકીલ ,બિલ્ડર ….કેટલા બધા લોકો ઓછા થાય …!!!
હત્યા અને વધ વચ્ચે નો ફરક એટલો જ છે કે હત્યારા ને સજા મળે અને વધ કરનારો ફૂલે પૂજાય …!!!
હાલ ના સમય માં ન્યાય નો એક સિધ્ધાંત એવો છે કે સો ગુનેગાર ભલે છુટી જતા પણ એક નિર્દોષ ને સજા ના થવી જોઈએ ….!!!
અને પરિણામ સ્વરૂપ ગુનેગારો છુટ્ટા રખડે છે ..! સમાજ માં દંડ ની કોઈ બીક રહી જ નથી ..!!
પેલું કહે છે ને …
દેવડીએ દંડાય છે ચોર મુઠી જાર ના …!!!
લાખ ખાંડી લુંટ નારા મેહ્ફીલે મંડાય છે ….!!!!
રામાયણ ના સમય માં જોઈએ તો રાવણ ના વાંકે હનુમાનજી એ આખી લંકા બાળી મૂકી ..!!!
જો એવું જ અત્યારે કર્યું હોય તો ? ઇન્ટરપોલ ની રેડ કોર્નર નોટીસ હનુમાનજી ની નીકળી હોય….!! સીતાજી વિકાસ ગૃહ માં , રાવણ જામીન પર બહાર અને ચુંટણી લડતો હોય યુપી માંથી અને રામ કોર્ટ ના ધક્કા ખાતા હોય , લક્ષ્મણ ભરત અને શત્રુઘન વહીવટ શોધતા હોય ભાભી ને ઘેર પાછા લાવવા …!!
આપણ ને ખાલી આરતી માં તાળીઓ પાડી ને ગાતા જ આવડે છે ..!!!
રામે રાવણ માર્યો …!
રાવણ રોળ્યો માં ….!
આમ ને આમ આખે આખો સમાજ ધીમે ધીમે ત્રીજી જાતિ માં ફેરવાઈ જશે….!!!
સુપ્રીમ કોર્ટ ને ખબર છે કે ત્રીજી જાતિ ની સંખ્યા સમાજ માં ખુબ વધારે છે અને વધતી રેહશે એટલે જ આજે માન્યતા પણ આપી દીધી …!!!
જય હો બહુચર માત કી …!
શુભ રાત્રી
– શૈશવ વોરા 16-04-14