આજે સવાર પડી અને આંખ ખુલી પુના માં ….આગળ વધ્યો રસ્તા માં એક ગામ ના નામ નું પાટિયું આવ્યું રાલેગણસિદ્ધિ…….
એકદમ જ ચમકારો થયો મગજ માં આતો અન્ના હજારે વાળું ગામ ….. એમનેમ જ થોડું માથું ઝુકી ગયું …એક ઈમાનદાર માણસ તો અહિયાં રહે છે ..આ સવાસો કરોડ ની વસ્તીવાળા દેશ માં થી …બિચારા મંદિર ની ઓરડીમાં હજી રહે છે …પણ એમનો ઉપયોગ કેવો કર્યો નહિ લોકો એ ..!!
કોંગ્રેસ ,કેજરીવાલ,ભાજપ કોઈ બાકી નહિ …મને એક વિચાર એવો આવ્યો કે મોદી સાહેબ ના રાષ્ટ્રીય ફલક પર ઉદય પાછળ આ રાલેગણસિદ્ધિ નો કઈ હાથ ખરો કે નહિ …?વિચારતા જવાબ મળ્યો ખાલી હાથ નહિ પગ ,માથું,બધ્ધે બધ્ધું …..
ત્રણ વર્ષ પેહલા એક વખત મિત્રો સાથે ચર્ચા ચાલી હતી , એ આ ભ્રષ્ટાચાર અને કાળા નાણા નો ક્યાય અંત ખરો ..?? કોઈ એમની સામે લડશે …? એક મિત્ર એવું બોલ્યો ત્યારે કે કોઈ બિનરાજકીય પક્ષ જ આવું આંદોલન કરી શકે તેવી પરીસ્થિતિ છે … અને તો જ લોકો સાથ આપે ….એ સમયે ભાજપ ના પણ ઘણા નેતા ના હાથ ખરડાયેલા હતા … મોદી સાહેબ ના સ્પર્શ થી ભાજપ ની ગંગા ચોખ્ખી નોહતી થઇ ….. અને બીજા એક મિત્ર એ પોતાનો સ્પષ્ટ ઓપીનીયન આપ્યો હતો .. ક્યારેય રાજકીય પક્ષ ના ટેકા વિના કોઈ પણ મોટું આંદોલન સફળ ના થાય … છેક આઝાદી ના આંદોલનો થી નવનિર્માણ સુધી ના આંદોલનો ..એ મિત્ર એ ઉદાહરણો નો ઢગલો ધરી દીધો અને ચર્ચા માં રાત પૂરી થઇ …..
પણ ત્યારે ખબર ન હતી કે એકદમ અન્ના હજારે ના નેજા હેઠળ ,કેજરીવાલ ,સ્વામી અગ્નિવેશ, બાબા રામદેવ , કિરણ બેદી , બધા નું ભેગું થઇ ને એક મોટું લોક આંદોલન જન્મ લેશે અને મીડિયા એને આટલું બધું ચગાવશે … ગમે તે ઘટના બને એને કોંગ્રેસ અને મનમોહન સરકાર ની વિરુદ્ધ માં જ હિન્દુસ્તાન આખું જોતું ,ટીમ અન્ના અને મીડિયા વાટ લગાડતી સરકાર ની મનમોહન સિંહ ની બોલતી બંધ થઇ ગઈ … અને આ બાજુ મોદી સાહેબ ચુપચાપ યોજનાબધ્ધ રીતે ગુજરાત સરકાર ના ખર્ચે પોતાના અને કરેલા અને ભવિષ્ય માં કરવાના છે એ કાર્યો ના ફોટા આખા દેશ ના છાપા માં છપાવતા રહ્યા …
બહુ સરસ રીતે આખા જન આંદોલન થી મોદી સાહેબે પોતાની જાત ને અલગ રાખી …. ક્યારેય કોઈ ટીકા ટિપ્પણ ના આવી એમના તરફ થી અન્ના ના જન આંદોલન માટે …. ખાલી હું સારો છું અને હું મારું અને સારું કામ કરું છુ બસ એટલુ જ….
સ્વામી અગ્નિવેશ છટકા માં ભરાયા કપિલ સિબ્બલ ની જોડે ની વાત મિડીયા રેકોર્ડ થઇ ગઈ અને મીડિયા માં આવી ગઈ અન્ના ને બુઢ્ઢો કરી ને સંબોધન કર્યું … કેજરીવાલ ની ટીમે એક ઝાટકે બહાર કાઢ્યા એમને …. બાબા રામદેવ નો પણ વારો પડી ગયો …અને કેજરીવાલ ની રાજકીય મહત્વકાંક્ષા છતી થઇ ….કિરણ બેદી અને અન્ના પણ સાઈડ લાઈન થયા …તરત સંઘ પાછળ થી હટ્યો …અને સામ્યવાદીઓ લોક આંદોલન માં ઘુસ્યા ….
બસ પત્યું મોદી સાહેબ ની મેહનત અને તકદીર બંને એ જોર કર્યું ….સતત ત્રણ વર્ષ સુધી ઉપવાસ ,ધરણા , માર ખાધો , શીલા દીક્ષિત અને મનમોહન સરકાર ના કૌભાંડો ના લીસ્ટ ના લીસ્ટ બહાર પાડ્યા ,રાત ની રાત ઠંડી માં પડી રહ્યા કેજરીવાલ અને બીજી બાજુ બાબા રામદેવ કાળું નાણું ,કાળું નાણું … કહી ને કાગારોળ મચાવી આવડે તેટલા આંકડા મોટા કર્યા … લગાડાય એટલા ઝીરો લગાડ્યા …..બાબજી એ ..
અને છેલ્લે મોદી સાહેબ નો વારો આવ્યો …દેશભર માં સભાઓ ગુંજવી અને બધા ને ડફોળ ઠેરવ્યા ….
સમય આવ્યે ખાલી બોલ્યા નહિ પણ જોરદાર ગરજ્યા અને પછી લોકો એમની ઉપર વરસ્યા …. સીટો નો ઢગલો થઇ ગયો …. કદાચ અમિત શાહ ને ૭ રેસકોર્સ માં બેઠા બેઠા સાહેબ પાકી અમદાવાદી ભાષા માં કેહતા હશે …અલ્યા અમિત આતો જબરું થઇ ગયું નઈ…મારું બેટુ સપના જ વિચાર્યું તુ આવું તો ….હારું હેન્ડ તારે કામે વરગીયે..ચલ .
ખુબ મોટું પ્લેટફોર્મ અન્ના ના જન આંદોલને તૈયાર કર્યું હતું કોંગ્રેસ ની વિરૃધ્ધ માં … લાભ લેવા ગયા કેજરીવાલ પણ સાહેબ બાજી મારી ગયા …. પેલું નાના હતા ત્યારે ઢગલા બાજી રમતા ત્યારે બધા એક પછી એક પત્તા નાખતા જાય અને કોઈ ની પેર ના થાય … અને વચ્ચે પત્તા નો ઢગલો થાય બધા પાસે છેલું પત્તું વધ્યું હોય અને બધા ભગવાન ,ભગવાન કરતા હોય હું ઉતરું પત્તું અને પેર થાય…. અને છેવટે એક નસીબ વાળા ની પેર થાય અને બધા પત્તા પેલો લઇ ને ઘેર જાય….. એમ સાહેબ હજી પણ બધા પત્તા લઇ ને જ ઘેર જાય છે …..ખાલી એમના ઘર નું સરનામું બદલાયું બાકી બધા ને જ્યાં રેહતા હતા ત્યાં જ પાછા એમને પોહચાડી દીધા… જોઈએ હવે કાળા નાણા અને જુના કૌભાંડો માં કોઈ ના સરનામાં આર્થર રોડ કે તિહાર થાય છે કે પછી હું બધું ભૂલી ગયો એમ તમે પણ ભૂલી જાવ ……..
કદાચ રાલેગણ સિદ્ધિ થી આહલેક ના વાગી હોત તો અને અન્ના જી એ રામલીલા મેદાન માં ધૂણી ના ધખાવી હોત તો …. ખીચડી સરકાર ચોક્કસ હોત અને સાહેબ આટલા કડક થઇ ને કામ ના લેતા હોત….
છેલ્લે
તાજા સમાચાર પ્રમાણે બાબા રામદેવજી ને ઝેડ સિક્યુરીટી આપી ……
શુભ રાત્રી
શૈશવ વોરા