એક રાષ્ટ્ર ની અંદર બીજુ રાષ્ટ્ર કેવી રીતે હોય..પણ હોય અને એ પણ મોટુ રાષ્ટ્ર.. મહારાષ્ટ્ર …. વિદર્ભ , મરાઠાવાડા, કોંકણ, મુંબઇ, ખાનદેશ….
ઇસ્લામીક સલ્તનત ને મોટો પડકાર આપ્યો…. અંગ્રેજ ની સામે મન મુકી ને લડત આપી મરાઠી માણૂસે…
આજે એકદમ કનફયુઝ છે મરાઠી માણૂસ….પેલી મરાઠી કેહવત દોન મરાઠી માણૂસ તીન રાજકીય પક્ષ..
આજે એ કેહવત સાચી પડી એકલા મહારાષ્ટ્ર માં પાંચ મોટા રાજકીય પક્ષો ચુંટણી લડશે..ખરી થઇ છે…કોણ કોને પાડશે અને કોણ કોને તારશે…ભાઇ ને એકદમ ભાઇ યાદ આવી ગયો.. બેફામ બોલનારા આજે અટવાયા છે… તકસાધુ એ તક જોઇ અને ધકકો મારી દિધો … જા તું તારે ઘેર… આ તો મારુ ઘર છે હુ તો એકલો લડી લઇશ ..અને તુ તારુ ફોડી લે …. ચોપાટ બીછાણી છે…. કોણ કોને કેવી રીતે કાપશે … એ તો રામ જાણે પણ વાણી નો સંયમ રાખનારો જીતશે….
જામી છે વાત …બાજી નાના પક્ષો ના હાથ મા સરકી છે…સામાન્ય માણસ ને પોતાના મત ની સારી એવી કિંમત મળશે … એક એક મત માટે મેહનત કરવી પડશે બધા એ અને પછી પણ ભરોસો નહી…કોઇ એક બાજી મારે એ વાત માં માલ નહી…દિલ્લી ની જેમ શંભુમેળો થાય અને છેલ્લે રાષ્ટ્રપતિ શાસન આવે તો નવાઇ નહિ…. ચોરસ ના પાંચ ખુણા પડ્યા છે….
આવનારો સમય જ કેહશે શું થશે…ગઠબંધન ની રાજનીતી ની લેબોરેટરી નો મોટો ટેસ્ટ મહારાષ્ટ્ર માં ગોઠવાયો છે …
ફરી એકવાર મહારાષ્ટ્ર ને દેશ ની રાજનીતી ને નવો આયામ આપવા નો મોકો મળ્યો છે…. ના ખોટી વાત ……..મહારાષ્ટ્ર ના માથે જવાબદારી આવી છે દેશ ની રાજનીતી ને કઇ દિશા મા વાળવા નો ….
શુભ રાત્રી
– શૈશવ વોરા