“લાગણી” ….
કોની ..??કોના માટે ..?કેમ ..?? અને કદર …બસ આ એક શબ્દ બધી લાગણી ની વાટ લગાડે … મેં કેટલી લાગણી રાખી તારી માટે પણ તેં મારી શુ કદર કરી …?? હવે નહી બસ મારે જ ખેંચાવાનુ … લાગણી કે સંબંધ બે બાજુ ના હોય એકલા મારે જ સાચવવા ના હોય કંઇ…
તારા દુઃખ મા હું અને સુખ માં?? આજકાલ ના થોડા એકબીજા ને ઓળખીયે છે…. ? કેટલા બધા આવા ઉદગારો…સાબરમતી મા વેહતા નર્મદા ના પાણી અને કાળ ના પ્રવાહ મા ફંગોળાતા આ લાગણી ના સબંધો …
સાચી વાત તો એ છે કે સબંધો હૈયા ના હોય … લાગણી કે એકબીજા માટે ની કે બળતરા અંતર થી થાય …એને રોકી કયારેય ના રોકાય …. ઉપર થી દબાવી રાખો એટલે વધુ પ્રબળતા થી બહાર આવે …. એ સાચી કે ખોટી … પ્રેમ ની હોય કે નફરત ની….
જયારે જયારે કદર નામ નો શબ્દ આવે તયારે સમજવુ કે સાચી અને પ્રેમ ની લાગણી નો સમય પુરો અને ગણતરી ચાલુ ….હિસાબ લાગણી ના કોની જોડે થાય ?? ફકત પોતાના અને પોતાના જ જોડે …અમિતાભ બચ્ચન પર રાખેલી લાગણી નો કયારેય હિસાબ થાય ..?? કેટરીના કે એશ્વર્યા પર કે માટે ગમે તેટલી લાગણી રાખો તો તમારી કે મારી માં ને સાસુ થોડી માને …ત્યાં કદર કયારેય ના થાય…..મિત્રો મા પણ પેહલા નકકી કરો કોણ પોતાનુ અને કોણ બચ્ચન …. ઘણા લોકો ઘેલા કે વેવલા હોય જાણે પ્રેમ ના દરિયા …. બધા ઉપર લાગણી રાખે …..આવા દરિયા મા લાગણી ની ભરતી અને ઓટ બહુ ફટાફટ આવે અને જાય …..અમુક લોકો ને લાગણી ના અતિરેક ની આદત હોય … એવા પલાળે કે ગદગદ થવાય …. કોરા થાવ પછી સમજાય કે આ તો દાવડોટ કોમ હતો….
જયોતિશ શાસ્ત્ર મા જન્મ કુંડળી માં સુર્ય અને ચન્દ્ર નો સીધો સબંધ લાગણી જોડે છે .. અમાસ નો કે એની પછી ના દિવસો માં જન્મેલા લોકો વધુ પડતા લાગણીશીલ જોવા મળે છે અને સૂર્ય ચંદ્ર ના બિયાબારુ હોય એવા લોકો આવા બિચારા લાગણીશીલ લોકો નો પ્રેમ થી ઉપયોગ કરે છે……
મારા મોટીબા મારા માટે એક સરસ હાલરડું ગાતા….
દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે ….
શૈશવ મારો લાડકવાયો દેવ નો દીધેલ છે …
વાયરા જરા ધીમા વાજો એ નિંદર માં પોઢેલ છે…
એની એક આગળ ની સટેનઝા એટલે કે કડી માં બહુ સરસ વાત છે…
ફુલ ની સુગંધ ફુલનો પવન …
ફુલડા જેવુ ગીત…
“લાગણી” તારી લાગતી જાણે…
ફુલડા ગાયે ગીત…..
આમ તો તારી આજુબાજુ કાંટા ઉગેલ છે…..
શૈશવ મારો લાડકવાયો દેવ નો દિધેલ છે…..
કાશ એ હાલરડુ… એ ઘોડીયુ …એ ખોળો… એ ઘેરો અવાજ …અને એ મોટીબા નો ખોળો … એ ઉંઘ ….અને એ “લાગણી” ….જીવન મા ફરી ક્યારેક એક વાર મળે …
બધા ના જીવન મા આ ફુલડા ના ગીત જેવી લાગણી વેરાય ….
શુભ રાત્રી
– શૈશવ વોરા