લારીઓ નુ ફુડ…
ખવાય કે ના ખવાય??
મારો એક થોડો અંગત કિસ્સો શેર કરુ …અઢાર વરસ પેહલા મારા લગ્ન માટે છોકરીઓ જોવાનુ જોર શોર થી ચાલે ..
મણીનગર માં એક છોકરી જોવા ગયો…. સામાન્ય બે બેડરુમ નો ફલેટ મધ્યમ વર્ગ પરિવાર…બીજુ વર્ણ ન નહી કરુ મને એક સવાલ પુછવા મા આવ્યો તમને હરવા ફરવા નો શોખ ખરો…. એટલે મે કીધુ હા જોરદાર… સામો એજ સવાલ મે કર્યો એ છોકરી ને …..જવાબ આવ્યો…. જુઓ બહાર ફરવા જઇએ ત્યા સુધી બરાબર .. પણ જુઓ બહાર ખાવા ની વાત નહી કરવા ની આ લારીઓ નુ ખાવાનુ અને પેટ બગાડવાનુ કયાં તો હોટલો મા જવાનુ ભિખારી ની જેમ પાછા લાઇન મા ઉભા રેહવાનુ… બે કલાકે નંબર આવે અને પછી પાછા એના પૈસા આપવા ના .. તમે કેહશો ને એવુ તમને ઘરે બનાવી આપીશ પણ બહાર ખાવા ની વાત નહી કરતા ……
મને તો ચકકર આવી ગયા…એ જમાના તો લારી પાર્લર ..ફાઇવ સ્ટાર થી લઇ કોઇ હોટેલ અને કોઇ ફુડ મેં તો ખાવા માં બાકી નો તુ રાખ્યુ…અને ચોવીસ કલાક માં થી એવો કોઇ એવો કલાક નો હતો કે ત્યારે બહાર નુ ખાધુ ના હોય…. ના કેમ ખવાય ?? મને તો જોરદાર ચસકા છે…. હા ગોલ બ્લેડર મારુ આ ચસકા મા શહીદ થઇ ગયુ …ઓપરેશન ટેબલ પર ડબલ ચીઝ પિઝા યાદ આવ્યા હતા… પણ હજી હું સુધરતો નથી … જીમ કરવા નુ પણ પટેલ નો આઇસક્રીમ તો ઝાપટવા નો..દુનિયા મા ભુખ્યા જેટલા મરે છે એના કરતા વધારે લોકો વધારે પડતુ ખાઇ ને મરે છે …બધું
જ્ઞાન … પણ ના ચાલે .. અમદાવાદી જીવડો મરી જાય ……
હવે થોડુ રોડ પરની લારી અને કોમર્શિયલ કોમ્પલેક્ષ ના પાર્કીંગ ની પચાવી પાડેલી જગ્યા મા ચાલતી હોટલો નુ ગણિત …એક ટેબલ નુ સરેરાશ બિલ ૫૦૦ રુપિયા .. દસ ટેબલ હોટેલ ની અંદર અને ૨૦ ટેબલ પચાવેલી પાર્કિંગ ની જગ્યા મા કુલ ૩૦ ટેબલ …અડધા કલાક માં એક ટેબલ ખાલી થાય … સાંજે સાત થી રાતે અગિયાર ટોટલ પાંચ કલાક …૩૦ટેબલ× ૧૦વખત એક ટેબલ પર બેસતા લોકો ×૫૦૦ રુપિયા = ૧,૫૦,૦૦૦ હાજી ટોટલ વકરો થયો..દોઢ લાખ … રવિવાર સાંજ નો એક લાખ પચાસ હજાર….એવરેજ ત્રીસ લાખ નો વકરો મહિને …બાર મહીને ત્રણ કરોડ સાહીઠ લાખ નુ ટર્ન ઓવર …. એક ચારસો ફુટ ની દુકાન માં થી..ના માનવુ હોય તો આવો મારે ઘેર …મારા ઘર ને અડી ને જ ઓનેસટ છે ….આ એનુ જ ગણીત છે…..
ચાલે કેમ આ બધુ .?મારા અને તમારા જીભ ના ચટાકે… આજ નો રવિવાર ઉતમ રવિવાર છે બહાર જમવા માટે નો … પર્યુષણ ને લીધે સાહીઠ ટકા લોકો ઘેર જમશે .. કે ચોવીયાર હશે …હોટેલો ખાલી મળશે…
હુ તો ચાલ્યો. .
શુભ રાત્રી
– શૈશવ વોરા