શુદ્ધ ગુજરાતી શબ્દ લોચો….! જુદી જુદી રીતે વપરાતો ..!
લોચો માર્યો , લોચો પડી ગયો , લોચો થયો ..
સુરત માં આખે આખી નવી વાનગી ને લોચો નામ અપાયું .. અને હવે બોલીવુડ માં પણ સ્વીકૃતિ મળી લોચા શબ્દ ને ..
લોચા એ ઉલ્ફત … !!!
વેહતી નદી ગુજરાતી ભાષા…..ઘણા બધા નવા શબ્દો ઉમેરાયા ગુજરાતી માં અને ઘણાં કાંઠા છોડી બહાર ગયા … !
હમણાં હિન્દી માં બીજા બે શબ્દો કાંઠા તોડી ને ઘુસી ગયા ફલાણા અને ઢીંકણા…
મજા આવે પરપ્રાંતીય લોકો ના મોઢે આવા ગુજરાતી શબ્દો સાંભળવાની …!!
તેત્રીસ ડીગ્રી બહાર નું તાપમાન , ચકલાસી ગોમ ની ભાગોળ ….સાવલી ના રસ્તે ..
અલા કંઈ કંઈ ફરું છું તું શૈશવ ? તળપદી બોલી
સંભાળવા ની મોજ ..!!બાર ગાઉ એ બોલી બદલાય ..!!!
– શૈશવ વોરા 18-04-014.