વર્ઝન ૧. ૧
એક ટોપી વેચવા વાળો ઝાડ નીચે સુતો …વાંદરા નું ટોળું આવ્યું ..થેલા માંથી બધી ટોપી લઇ ને વાંદરા ભાગી ગયા ..અને ટોપી પેહરી લીધી અને ઝાડ પર … હા ભાઈ ખબર છે … ટોપી વાળા એ ટોપી ફેકી બધા વાંદરા એ નકલ કરી ટોપી ફેંકી દીધી … ટોપી વાળો ટોપી લઇ ને ઘેર. .
વર્ઝન ૧.૨
ટોપી વાળા નો છોકરો આવ્યો ઝાડ નીચે સુતો ટોપી વાંદરા લઇ ગયા … છોકરો હસતો હસતો ઉભો થયો .. પોતાની ટોપી માથે થી નીચે ફેંકી … એક પણ વાંદરા એ ટોપી નીચે ના ફેંકી …. ટોપીવાળા એ વાંદરા ને કીધું ટોપી ફેંક બે … વાંદરા નો સરદાર બોલ્યો કેમ ભાઈ તારો બાપ તને શીખવાડે તો અમારા બાપ અમને ના શીખવાડે … ચલ ભાઈ તારી ટોપી ગઈ હવે ના મળે …. છોકરો ગભરાયો … વાંદરા તો અપ ગ્રેડ થયા … સાલા હવે બુદ્ધિ વાપરવી પડશે …ચુપચાપ જતો રહ્યો … કેળા ની લૂમ લઇ ને આવ્યો … ઝાડ નીચે બેઠો ..વાંદરા નું બચ્ચું આવ્યું કેળું ખાવા … લાકડી મારીશ અડ્યો તો બચ્ચું ગયું ..સરદાર પાસે કેળું જોઈએ બાપા …સરદારે સોદો કર્યો ટોપી ઓ ના બદલા માં કેળા …ટોપીઓ ભેગી કરી અને લીધી ત્યાં તો પાછળ થી કેળા વાળો દોડતો આવ્યો મારા કેળા લાવ … વાંદરા પાસે છે .. એક લાકડી મારી કેળા વાળા એ વાંદરા ના સરદાર ને … તારા બાપ નો માલ છે …
મોરલ ઓફ ધ સ્ટોરી ..
બાપા શીખવાડે તો પણ મફત નો માલ ઘર માં ના રખાય ..માર પડે …
શુભ રાત્રી
– શૈશવ વોરા