શ્રધ્ધા અને અંધશ્રધ્ધા …!! અંતર કેટલું ? અને અંતર કેટલું રાખવું ??
ઈશ્વર પ્રત્યે ની ભક્તિ અને ભાવ હમેશા શ્રધ્ધા જ જન્માવતા હોય છે .. અને ઈશ્વર ની ઓથોરીટી લઇ ને બેઠલા ઓ પ્રત્યે ની ભક્તિ અને ભાવ અંધશ્રધ્ધા ને જન્માવે છે … !
જીવન માં ક્યારેક કાચો અને અઘરો સમય આવતો હોય છે .. અને ત્યારે પત્થર નો ભગવાન જવાબ ના આપી શકે ત્યારે તેનો હાડ ચામડા નો બનેલો તેનો એજન્ટ જવાબ આપે છે … અને તે જ ક્ષણ અંધશ્રધ્ધા માં ફસાવાની …અને બરબાદી ની શરૂઆત ..તે જ દિવસ થી બાપજી ને ઈશ્વર નો અવતાર માનવા નું ચાલુ … અધ:પતન ની શરૂઆત …!!!
ભક્તિ નરસિંહ ની અને ભાવ મીરાં નો ..!!!
શક્તિ શામળિયા શેઠ ની એક ને જાતે આવી ને બધું પાર પડી ગયો અને બાઈજી ને તો જાત માં જ સમાવી લીધા ….!!!
સમય મારો સાધજે વાલા …!
કરું તને કાલા વાલા …!!
શુભ રાત્રી
– શૈશવ વોરા 24-04-14