સફળતા ..
જિંદગી મા સફળ થયેલા લોકો …..અને સફળ થયેલી જિંદગી …..
કેટલુ બધુ અંતર પડે ખાલી શબદો આઘા પાછા થાય તેમા .
જીવનભર વૈતરુ કરે તયારે છેવાડે પોહચચે અને બધુ બરાબર ગોઠવાય તો એમ લાગે કે મારી જિંદગી મા હુ સફળ થયો ….
બરાબર ગોઠવાય એટલે …???
છોકરા કામ ધધે ચડયા .. એક ઘર ,એક ફામ હાઉસ ,ત્રણ ગાડી,પાચ દસ ફોરેન ટ્રીપ , બે ક્રુઝ ટ્રીપ ,અમે બધુ જોયુ જાણ્યું .. માણ્યું .. શેર બજાર મા અને રિયલ એસટેટ સારા એવા રોકાણ ..વ્યાજ ભાડા ની આવક …એફ ડી સારી એવી … બસ હાશ …થાય ખરુ આવુ ?? ના કયારેય નહી … ઓછુ પડે હાશ તો થતી જ નથી … એક પછી એક પડાવ આવે અને પડાવતો રહુ દુનિયા પાસે થી … સાત બાર ના ઉતારે આખી દુનિયા મારા નામે … રીઝર્વ બેક ની બધી કેપિટલ મારી .. કયાક અતિશયોકતિ લાગે .. પણ મોરલ આવુ જ આવે… હુ જિંદગી મા સફળ થયો …
અને સફળ જિંદગી ..કોને કેહવી … ?? ધીરુભાઇ અબાણી…. રતન ટાટા .. અનના હજારે .. મોદી … પડીત જસરાજજી..અમિતાભ ..કપીલદેવ …સચિન ..
આ બધા જેવી જિંદગી જીવવા નુ કોઇ ને પણ મન થાય … એમ થાય કે આવી જિંદગી મારી હોય તો … પણ તેના માટે આટલુ મોટુ થવા ની જરુર નથી પડતી… આ બધા અને બીજા આવા કેટલાય નામો … જેની જિંદગી ની એકાદ મિનીટ પણ જિવવા મળે તો લોકો પોતાનુ આખુ જીવન કુરબાન કરવા તૈયાર હોય …સફળ જિંદગી ઓ ..
અપવાદ જિંદગી ..
કોઇ ને આવી જિંદગી જિવવા નુ બિલકુલ મન ના થાય .. પણ બધા ને એવો યશ અને કીર્તિ અચુક જોઇએ …પણ આવી જિંદગી દેશ અને દુનીયા ને તારે … સફળ નિષ્ફળ ની ઉપર ની જિંદગી …એમ કે ગાધી , ઉમેરતા જાવ નામ તમે … નહી પાર આવે …આવી વિશ્વ વિભુતીઓ થી દુનિયા ચાલી…આગળ વધી અને વધતી રેહશે ..
ઘણા બધા કેહવાતા સફળ માણસો ની વચ્ચે અત્યારે બેઠો છુ …. થાકેલો છુ …એસોસીસન ની એ જી એમ
શુભ રાત્રી
– શૈશવ વોરા