કોઈ મોટી કંપની ના સીઈઓ પોતાની પત્ની માટે નોકરી છોડશે ….
બોલો આપણે એવું કરીએ ..? ઊંધું થાય ભાઈ જો નોકરી ધંધો છોડી ને એમ કહીએ પત્ની ને હું તને સમય નથી આપી શકતો એટલે હવે હું કામધંધો છોડી અને હવે થી તારી જોડે રહીશ … પેહલું જ રીએક્શન આવે એ ખોટી વાતો નહિ કરવાની … તમે પુરુષો તો ઘર ની બહાર જ સારા …અને તારે જો ઘેર રેહવું હોય તો હું કોઈ નોકરી કે કામધંધો શોધી લઉં …!!!!
ખરેખર હિન્દુસ્તાની સ્ત્રીઓ ને ઘરમાં બેઠેલો વર બિલકુલ ના ખમાય , ધક્કા મારી મારી ને બહાર મોકલે અને જો રીટાયર થાય તો સવાર થી એવા કામ સોપે કે બપોરે જમવા અને ઊંઘવા ઘેર આવે અને પાછા સાંજે ધકેલે બહાર … હું રોજ સવારે મંદિર જાઉં છું ,કેટલા બધા રીટાયર લોકો ખાસ કરીને પુરુષો ત્યાં લગભગ સવાર ના બે થી ત્રણ કલાક ગાળે છે અને એના એ જ ચેહરા કોઈ વખત સવારની બદલે સાંજે જઈએ તો પણ જોવા મળે બપોર ના પાંચ ના આવે તો સાંજે સાત વાગ્યે ઘરે પાછા જાય ….
આજે સવારે મેં જીવરાજ પાર્ક ચાર રસ્તા પર એક સીનીયર સીટીઝન ને ટ્રાફિક પોલીસ નો એપ્રન પેહરી અને એક રીટાયર કાકા ટ્રાફિક પોલીસ ને ટ્ટ્રાફિક કંટ્રોલ કરવા માં મદદ કરતા હતા , આ એક નવું શરુ થયું છે અમદાવાદ માં સીનીય સીટીઝન જેના પગ માં બે ત્રણ કલાક ઉભા રેહવા ની તાકાત છે એ વોલીયનટરી સેવા આપે , અને એમને ટ્રાફિક પોલીસ મિત્ર નો એપ્રન પેહ્રાવવા માં આવે …અને બહુ ટ્રાફિક વાળા ચાર રસ્તા પર એ લોકો સેવા આપે …
શું આવી સામાજિક સેવા આપતા લોકો ને એમની પત્ની ને સમય આપવા ની ઈચ્છા નહિ થતી હોય ..?? કે પછી એટલો બધો સમય આપી દીધો હશે કે બને એકબીજા થી ઉબાઈ ગયા હશે ..? પરદેસ માં પત્ની ને સમય આપવો એ બહુ આમ વાત છે , અને એના માટે કામધંધો છોડી ને ઘેર બેસવું એ પણ એટલી જ સંન્ય વાત છે .. કારણ શું ..?
એક્ચુઅલી એવું છે કે ત્યાં લગભગ કોઈ ને કોઈ કારણે દરેક સ્ત્રી કે પુરુષ ના જીવનમાં બે ત્રણ ચાન્સ મળે છે અથવા તો લે છે , અને બીજું જોઈન્ટ ફેમીલી જેવો કોઈ કન્સેપ્ટ નથી , બધા એકલા એકલા પોત પોતાનું કુટી ખાય , હું એકવાર મોડી રાત્રે જર્મની માં એક જર્મન મિત્ર જોડે ગપાટા મારતો પબ માં બેઠો હતો , અને અમે બને આપણી ઇન્ડિયન ફેમીલી સીસ્ટમ ની વાત કરતા હતા .. મેં એને એવું કીધું કે હું તો મારા મમ્મી પપ્પા સાથે રહું છું .. તો એકદમ છળી ઉઠ્યો એ જર્મન .. મને કહે તું આટલો મોટો થયો તોય તારું પોતાનું ઘર નથી બનાવ્યું ..? તે કઈ કમાયું જ નથી લાઈફ માં ..? અને હજી તું કમાતો નથી કે તારા મમ્મી પપ્પા ના ઘર માં તારા બૈરી છોકરા સાથે રહે છે …?? નાકે દમ આવી ગયો મને એને સમજાવતા આપણી દેસી જોઈન્ટ ફેમીલી સીસ્ટમ સમજાવતા …..પણ જેવો સમજ્યો પછી એટલા બધા અહોભાવ થી મારી સામે જોતો થઇ ગયો અને બિચારો દારૂ ના નશા માં ગળગળો થઇ ગયો કે મારે તો આવું કશું નથી ….. એના એક વાર ડિવોર્સ થયા હતા અને લીવ ઇન માં રેહતો હતો ..એને છોકરા ત્રણ હતા એક પરણ્યા વિના નો અને બે પરણ્યો હતો એનાથી ….. અને ઘડપણ એને બે દસકા જ છેટું હતું , આવા સંજોગો હોય ત્યારે થોડી ઉમર વધે અને એકલતા સતાવે ,અને જો લગ્ન થોડા જુના દસ વીસ વર્ષ જુના હોય એટલે એમને ઢળતી ઉમરે પત્ની ની કીમત સમજાય ….
આપણે ત્યાં તો ઘર માં આપણા પોતા ના લોકો હોય અને બહાર મિત્રો અને સંબંધીઓ થી આપણે એટલા બધા ઘેરાયેલા હોઈએ કે એકલતા ક્યાય લાગે જ નહિ , મન નો કે હૃદય નો કોઈ ખૂણો ખાલી જ ના મળે એટલે એકલતા કે ખાલીપા નો સવાલ જ નથી ઉઠતો ……
જોકે બીજી હકીકત એવી છે આપણે ત્યાં હિન્દુસ્તાન માં પતિ પત્ની એકલા રહી ને મજા કરી શકે કે કોઈ પ્રવૃત્તિ કરે ,કોઈ હોબી ને સંતોષે એ કન્સેપ્ટ જ નથી …પતિ પત્ની હનીમુન પર ગયા ત્યારે એકલા પડ્યા એ પડ્યા પત્યું પછી એ બને ને એકલા ક્યાય જવાનો વારો જ ના આવે , મારો એક મિત્ર પોતાના બાળકો ને મમ્મી પપ્પા પાસે મૂકી અને એ બંને જણા દર વર્ષે એકલા ક્યાંક ચાર પાંચ દિવસ માટે ફરવા જતા રહે , અને હું એની જબરજસ્ત ઉડાવું છું કે ખરો મુરખો છે કે એક ની એક પત્ની જોડે દર વર્ષે હનીમુન કરવા જાય છે ….!! અમે બધા ખુબ એ બંને પર હસીએ છીએ પણ સાચી વાત તો એ છે કે ક્યારેક મળતું એકાંત કે થોડાક દિવસો ઘણા સંભારણા આપી જાય છે …અને થોડી મને એની જેલસી પણ ફિલ થાય છે ..!!!
પતિ નો પત્ની માટે નો સમય કે પત્ની નો પતિ માટે નો સમય આ બહુજ નિજી બાબત થઇ જાય છે, એના બહુ ડિસ્કશન કે છણાવટ કરવા પરણેલા વ્યક્તિ માટે શકય નથી , હા વાંઢા રહેલા જેમ મન ફાવે તેમ આ સબ્જેક્ટ ઉપર લાખી શકે … તમારા માં હિમત હોય તો કોઈ બોલ્ડ સ્ટેટમેન્ટ આપી શકો છો…
શુભ રાત્રી
શૈશવ વોરા ..