બાર હજાર સાડી… હજારો ચંપલો ….કિલો માં ઘરેણા.. અને ટનબંધ ચાંદી…
તમે આવા “પ્રકાર” ના કોઇ “સાયકો” ને ઓળખો છો…? જેની પાસે જરૂર કરતા વધારે પડતી વસ્તુઓ હોય કે ભેગી કરી હોય ..?
હું ઘણા બધા ને ઓળખુ છુ…જેની પાસે ચાલીસ પચાસ જોડ બુટ ચપ્પલ છે..પચાસ સો પેન્ટ શર્ટ હોય ..બસો ત્રણસો સાડીઓ હોય…અમુક કિલો ના સોના ના ઘરેણા કે કેરેટો માં હીરા ના દાગીના હોય…દસ બાર ગાડીઓ હોય.. દરેક વસ્તુ અતિમાત્રા માં હોય…કારણ જાણવા ની કોશીશ કરી છે…? શા માટે અમુક માણસો અમુક વસ્તુઓ નો ઢગલો કેમ કરે છે… આ વસ્તુ માં “ધન” પણ આવી જાય …. ઘણા ગાંડાં ને રૂપિયા ભેગા કરવા ની પણ લત લાગે છે..અને લત પણ કેવી…? પૂરી દુનિયા ને બાજુ પર મુકે … બૈરી છોકરા કંઇ ના દેખાય …બસ પેહલા મારો શોખ અને મારી પ્રાયોરીટી .. દુનિયા જખ મારે….મેં ભુલ ભુલ માં આવા લોકો જોડે લમણા લઇ ને સુધારવા ની કયારેક કોશીશ કરી… પણ મને જ પોતાને હું મૂરખ હોઉ એવુ પ્રતીત એ લોકો એ કરાવી દીધુ છે… ત્યાં સુધી જવાબ મળ્યો છે કે પેહલા પૈસા કમાવ અને પછી ખર્ચવા ની જિગર પેદા કરો …. એટલે ઘણા વખત થી આવા લોકો પર મને ખાર છે અને ભડાસ કાઢવા નો પેહલો મોકો મળ્યો છે…
અંદર થી આવા લોકો ખુબજ એકલા હોય છે … મોટે ભાગે એમનુ બાળપણ ખુબ ગરીબી અથવા એકલતા કે ઉપેક્ષિત અવસ્થા માં વીત્યું હોય છે… ઘણા કિસ્સા મા માં કે બાપ નુ મૃત્યુ થયેલુ હોય છે…બિજો પોઇન્ટ એવો પોઝીટીવ હોય છે કે કામ ના બહુ જ ચોકકસ અને પોતાની પુરી તાકાત થી જિંદગી ની લડાઇ લડતા હોય છે અને ફકત સકસેસ એક જ તેમનુ લક્ષ હોય …
બીજી સારી વાત એ હોય છે કે તમે જો આવી વ્યક્તિ ના દિલ માં જગ્યા બનાવો તો એ તમારા માટે મરી પડે , તમારી અને તમારા કુટુંબ ને તારી નાખે અને એક સાચો રાહબર બની અને રસ્તા બતાવે …
મૂળભૂત રીતે એકલવાયી જીંદગી થી કંટાળેલા લોકો આવા સંગ્રહખોર કે શોપિંગ ફ્રીક હોય છે…અને પૈસા સિવાય ની જિંદગી ને કયાક ઓળખાણ કોઇ એ કરાવી જ નથી હોતી…
કોઇ એ સાહેબ ના કપડા ગણયા છે….?? કે પછી સમરથ કો દોષ નાહી ગુંસાઇ.. જોકે આ બધા મા ફિલીપીન્સ ના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ના પત્ની ઇલમીડા મારકોસ નો રેકોર્ડ કોઇ તોડી શકે તેમ નથી…. વેહલો મોડો ન્યાય થાય છે .. અને જયારે ઘડપણ દસ્તક મારતું હોય ત્યારે થોડી તકલીફ વધુ થાય છે….
શુભ રાત્રી
– શૈશવ વોરા