સલમાનખાન ના જામીન …
એક એવી ઘટના જેમાં બીજું કઈ થયું કે ના થયું પણ ટીવી ની ચેનલોની ટીઆરપી તો ચોક્કસ વધી .. બસ ચારે બાજુ સલમાન સલમાન અને સલમાન .. ટીવી ખોલો તો ચારેબાજુ સલમાન ના તરફેણમાં જ બયાનો અને લોકો ની પૂજા અર્ચના દેખાય … ન્યાયતંત્રને તો તેર તેર વર્ષ લાગ્યા કેસ ચલાવવામાં…. ક્યાય કઈ શરમ છે જ નહિ .. અને હજી બીજા તેર વર્ષ ખેંચાઈ જશે અને પછી જે થાય તે….નકરા ફોટા અને મજાકો ચાલી ,સામસામે બયાનો આવ્યા … ..
શું લખવું ..?? મને તો યાર શરમ આવે છે આ બધુ જોઈ ને, મોત નો મલજો જળવાતો હોય એવું નથી લાગતું ….જામીન મળ્યા તો મીઠાઈ વેહચી લોકોએ …!!!! અને ફટાકડા ફૂટ્યા …!!! દિવાળી અને હોળી એકસાથે મનાવાઇ ,એવું બધું ચેનલો પર આવે છે ….લોકો ગાંડા થયા છે પણ આ બધું થાય એની પાછળ એક બીજી વાત છે ન્યાય ક્યાં છે ..?? ટીવીવાળા બોલે છે સલમાન કે લિયે સબસે બડા ખુશી કા દિન હૈ ..? અરરરર ર … આ શું છે રાવણ ને મારી ને રાજા રામચંદ્રજી પાછા આવ્યા છે ..??? છી છી છી… રાક્ષસવૃત્તિ છે આ… બિચારા ઈશ્વર ને ભરોસે સુતેલા નિર્દોષો ના મોત ઉપર થતો આ તમાશો .. અરે એક વાર માની લીધું કે સલમાન નિર્દોષ છે .. નીચલી કોર્ટે સજા આપવા માં ભૂલ કરી છે પણ મોત તો સત્ય છે ને ..બેગમ જહાન ના બે છોકરા મરી ગયા છે …. એને શું સમજાવો છો તમે ..???કેમ આ લોકો ખુશી મનાવે છે..?? આ નાચતા ગાતા લોકો ….અજમલ કસાબ મર્યો છે ..???ત્યારે તો બોબડી બંધ થઇ ગઈ બધાની …..કેમ ?? તો કહે ઠોકી ઘાલશે હમણાં એક ગોળી ભેજામાં …
આખો આપણો સમાજ કઈ બાજુ જઈ રહ્યો છે..?? બહુ બધા મોટા માણસો સલમાનના સપોર્ટમાં બહાર આવ્યા ..કેમ ભાઈ ..??? શું છે જેલ માં જવાનું છે એટલે ..?? સંજય દત્તના કેસ માં કેમ આટલો બધો ઉહાપોહ … સમર્થ દોષ નાહી ગુસાઇ એવું ..??
આજે થઇ રહેલો તમાશો એક ભદ્દી મજાક છે ન્યાયતંત્રની , અને નશાખોરો ની જીત છે …કેટલા બધા નશા એક સાથે જીતી ગયા … સફળતા ,સ્ટારડમ , પાર્ટી ,રાત …… ગણ્યા ગણાય નહિ ને એટલા નશા જીતી ગયા અને મોત હારી ગયું … ન્યાય તો બિચારો બાપડો …..
આખા હિન્દુસ્તાનને ફરી એકવાર આ ચુકાદા એ ,અને એની ઉપરના જામીને એની ન્યાય પ્રિયતા ને શંકાના દાયરા માં લાવી ને મુકી દીધું …
કમાલખાન ક્યાં છે ..??? એકદમ ક્યાં ગાયબ થઇ ગયો એ માણસ ..??જાણીતા વકીલો એવા બયાન આપે છે કે જજ ની ખુરશી ઉપર માણસ બેસે છે ….
શું આ એજ દેશ છે રાજા વીર વિક્રમઆદિત્ય નો …? રાજા ભોજનો …?? શિવાજી મહારાજ ની ..?? કઈ પરંપરા નું નિર્વહન થઇ રહ્યું છે …??
ટીવી પર વિદ્વાનો ની પેનલ માં આલિયા ભટ્ટ બેઠી હતી .. પોતાની જાત પર લાગેલું ડફોળ નું લેબલ કાઢવા માટે … અલી છોડી .. અર્ણવ ગોસ્વામીની પેનલ માં બેસવાથી આપણે બુદ્ધિવાળા છીએ એવું સાબિત થાય …?? બહુ ભાંગરા વટ્યા … રાહુલ ગાંધીની એક સારી કંપની તૈયાર થઇ છે … આલિયા ભટ્ટ ..
ઘીન્ન આવે છે હવે કઈ પણ વધારે લખવા માં ….
સુપ્રભાત
શૈશવ વોરા