સાબરમતી નદી ની મહીને એક વાર આરતી કરવા માં આવશે ….
સા ભ્રમતી મૂળ નામ માંથી સાબરમતી નામ થયું … અનેક વર્ષો સુધી વેહણ બદલ્યા … અરવલ્લી થી નીકળી અને ખંભાત ના અખાત માં સમાય …. એક વખતે સાબરમતી ગટરમતી નું સ્વરૂપ લીધું હતું અત્યારે ઉધાર ના સીન્દુરે સોહાગણ દીસતી મારી પ્રિય નદી … કરો આરતી ….નદી ને લોકમાતા ગણીએ છીએ . ..ફક્ત આરતી કરી ને ઋણ ફેડવા કરતા બીજું કૈક આ લોકમાતા ને ખળખળતી રાખવા માટે કરાય તો આનદ માં વધારો થાય ….થોડું પુલો નું અને રીવર ફ્રન્ટ નું ઇલ્યુમીનેશન થાય તો સોના માં સુગંધ ભલે …કોઈ બાવો આરતી ના નામે રીવર ફ્રન્ટ ની કીમતી જમીન પડાવી ના લે તો સારું ..
આરતી કરવા થી સાબરમતી ગંગા નહિ જ થાય …!!!પણ ગંગા ને ચોખ્ખી કરો તો સાબરમતી નું લેવલ પકડાય …..!!!
ઇન્દ્ર ગરજી રહ્યો છે ..
મેઘ માંગ્યો આવ્યો છે …
શુભ રાત્રી
– શૈશવ વોરા