આજે ઍક બહુ સારી અને મહત્વ ની ઘટના બની અને જેની સવાર થી ઉઠી ને આખા દેશે નોધ લીધી મંગળ યાન હેમખેમ પોતાની ઓરબીટ આેટલે કે ભ્રમણકક્ષા મા ગોઠવાઈ ગયુ..
બેંગ્લોર ઈસરો માં કયારેક જ જવાનુ થાય છે પણ આવા બધા મિશન વિષે વાતો બહુ ઓછી થાય છે..
આજ થી ઍક નવુ વાક્ય ભારત પણ બોલી શકશે ઇન્ટર પ્લેનેટ ટ્રાન્સપોર્ટ( Inter planet transportation )….અત્યાર સુધી ઇન્ટર સ્ટેટ થી ઇન્ટર નેશનલ ટ્રાન્સપોર્ટ કરતા.. પણ હવે ઍક ગ્રહ થી બીજા ગ્રહ ની આપણે સફર કરવાના … રૂવાંડા ઉભા થઈ ગયા…
હવે જ્યારે ટ્રાન્સપોર્ટ ની વાત કાઢી છે તો કેટલા રુપિયે કિલોમીટર પડે… ?અંદર નો વાણિયો પૂછે …
અમદાવાદ મુંબઇ ટ્રાન્સ્પોટ મા માલ નાખુ તો એક કિલોના 3 /- રૂપિયે ૫૦૦ કિલોમીટર ના આવે …. મારી જાત ને જો ગુજરાત મેલ મા નાખુ અને ફર્સ્ટ ઍસી ની ટીકીટ કાઢુ તો લગભગ 80 કિલો નો હુ અને દસ કિલો સામાન 4.50/- રૂપિયે ઍક કિલોમીટર ના થાય ..પ્લેન મા 8 /- રૂપિયે ઍક કિલોમીટર ના થાય .
હવે આ મંગળ યાન કેટલા રૂપિયે કિલોમીટર પડ્યુ..?
બૉસ મફત કેહવાય ….78 કરોડ કિલોમીટર ટ્રાવેલ કર્યુ અને ખર્ચો બેઠો 450 કરોડ નો …લગભગ 6 /- રુપિયે ઍક કિલોમીટર ના આવે …બોલો શુ કરવુ છે..?? આ દિવાળી ઍ મંગળ પર ફરવા જવુ છે…??
આપણી બધા ની ઍક બહુ મોટી કમ્પ્લેન રહી છે સરકારી સંસ્થાઓ કામ નથી કરતી …..જો ઈસરો ની જેમ બીજા ડીપાર્ટમેન્ટ કામે ચડે તો આ દેશ ક્યાં નો ક્યાં નીકળે … ગુજરાતી અને ખાસ અમદાવાદી માટે આ ઘટના વધારે ગૌરવ લેવા જેવી છે …કારણકે ઈસરો નો પાયો ડૉ વિક્રમ સારાભાઈ ઍ નાખ્યો છે .
અમદાવાદ માં સેટેલાઈટ ઍક આખા એરીયા નુ નામ પડ્યુ કારણ જાણો છો ..?? ઈસરો ની બહાર ઍક રોકેટ નુ મોડેલ છે અને ચાલીસ વર્ષ પેહલા રોકેટ અને સેટેલાઈટ લોકો ઍક જ સમજતા …ઍમાં આખા એરિયા નુ નામ સેટેલાઈટ પડી ગયુ ….
મંગળ યાન ની ઘણી ડીટેઇલ ટીવી છાપા મા આવી અને આવશે ..
હવે ઘણા અતી ઉત્સાહી ચેનલ વાળા ભારત ના લોકો ને મંગળ વસાહતો ઉભી કરવા ના સપના દેખડશે …પણ એક હકીકત છે કે કદાચ
આવનારા પચાસ વર્ષો માં પણ આપણે સમાનવ યાન મંગલ સુધી નહી પોહ્ચડી શકીએ …
આ મિશન ની મોટી સફળતા નું કારણ મંગળ ની અને પૃથ્વી વચ્ચે ની ઉભી થયેલી નજીકતા છે… ઘણા બધા વર્ષે પેહલી વાર પૃથ્વી અને મંગળ એકબીજા ની બહુ જ નજીક આવી ગયા હતા ગઈ સાલ …
અને ઈસરો ના વૈજ્ઞાનીકો એ આ ભૌગોલિક પરિસ્થિતિ નો લાભ લીધો …..
બીજા શબ્દો માં કહું તો હીચકા ખાતા ખાતા સામેવાળા ના ઘેર પથરો મારવો તો નજીક હોઈએ ત્યારે પથરો મારીએ તો એની બારી નો કાચ ચોક્કસ ફૂટે …. આ એવી જ વાત થઇ …..
આ જે યાન મોકલ્યું એ પીએસએલવી થી મોકલ્યું જે બહુ દુર સુધી જઈ શકતું નથી … જીએસએલવી હમણા જ પેહલી વાર સફળ થયું …. એટલે થોડી આશા રહે બાકી ના અત્યાર સુધી ના બધા ….જીએસએલવી નિષ્ફળ ગયા હતા ….
દુનિયા માં ભારત ની થોડી ઓળખાણ ચોક્કસ બદલાશે … મીથેન અને હાઇડ્રો સેન્સર મંગળ યાન માં છે … પણ અમેરિકા નું “ક્યુરીયોસીટી” ઘણું આગળ છે એણે મંગળની ધરતી ઉપર ખોદકામ ચાલુ કરી દીધું છે … આજે એકલા અટુલા એ “કયુરીયોસીટી” ને આપણે હાઈ નો સંદેશો મોકલ્યો ….
નવું દુનિયા , નવી ખનીજ , નવી હવા , નવું પાણી , નવા માણસો , નવી જીવ સૃષ્ટિ , કેટલી બધી કલ્પના ના ઘોડા આપણે દોડાવીએ છીએ …
કેટકેટલા પિકચરો બનાયા ….પણ એ પિકચરો માં નાખ્યા એના અડધા રૂપિયા પણ જો ઈસરો ને આપ્યા હોત તો અત્યારે મંગળ પર આપણે પણ ખોદકામ કરતા હોત. …
હશે પણ દેર આયે દુરસ્ત આયે ….
પેહલા બોલે જ સિક્સર મારી છે … ઈસરો એ …
હજી તો સિતારો સે આગે ઔર ભી હૈ જહાં …
ઝીંદગી ચાલતી રહે ….
અને ઝીંદગી ને શોધતા રહીએ …
શુભ રાત્રી
શૈશવ વોરા