Page 1
સુખ ની સાડાસાતી ….
સાલ ઇસવીસન 2056ની , આ ફાની દુનિયા ને છોડી ને મેં સ્વર્ગે પ્રયાણ કર્યુ ,મને મારું પોતાનું મરવા નું દુઃખ ઘણું હતું ,પણ છૂટકો નોહતો મર્યા વિના ,મારી ઉમર પણ ઘણી થઇ હતી છયાશી વર્ષની ઉંમર થઇ ગઈ હતી મારી અને મારું જીર્ણ થયેલું શરીર પણ સાથ નોહતું આપતું.. હું પોતે પણ આટલી લાંબી જીંદગીને જીવી ને થાકી ગયો હતો , પણ એકલા જવાનું હતું એટલે થોડો ડર લાગતો હતો મરતા, પણ છેવટે આ ધરતીના મારા અન્નજળ ખૂટ્યા અને યમરાજ તેડું લઈને આવ્યા અને હું એમની જોડે અનંતની યાત્રાએ નીકળી પડ્યો….યમરાજે સ્વર્ગના દરવાજે મને લઈને મુકયો અને ત્યાં સ્વર્ગ ના દરવાજે જ વર્ષોથી મારી રાહ જોતો મારો પરમ મિત્ર ઉમેશ ઉભો હતો.!
ઉમેશને જોયો પણ એક સેકન્ડ માટે મન માન્યું નહિ કે આ ઉમેશ છે , પણ હા એ ઉમેશ જ હતો ખાતરી થઇ ગઈ અને પછી તો સ્વર્ગ ના દરવાજે આટલા બધા વર્ષે ઉમેશ ને જોતા જ મને મારા મરવા નુ જે થોડુંઘણું દુ:ખ હતું તે ભૂલાઇ ગયુ ,મને જોતા ની સાથે જ ઉમેશ દોડ્યો અને મારી પાસે આવીને મને ભેટી પડયો અને એની એજ જૂની સ્ટાઇલમાં બોલ્યો ..એ આવતો રે આવતો રહે, મારા છોટા ચેતન ,શેતાન,મારી જીગર મારી જાન .. હરામી..નાલાયક.ટિનીયા..
લગભગ પાંચેક મિનીટ સુધી તો અમે બંને એકબીજાને ભેટીને જ ઉભા રહ્યા, પછી ઉમેશ બોલ્યો ..બહુ જીવ્યો યાર ટિનીયા સાલા તું તો ..
હું તો અવાચક થઈને ઉમેશને ટગર ટગર જોયા જ કરતો હતો ,કેટલા વર્ષ પછી મેં ઉમેશ ને જોયો અને એનો અવાજ મેં સંભાળ્યો મને તો ઉમેશના મૃત્યુની ઘડી જ યાદ આવતી હતી અને એ યાદ આવતા જ..મારી આંખમાં ઝળઝળિયાં આવી ગયા અને હું બોલ્યો ..હા યાર ઉમેશ ..બહુ ખેચ્યુ મેં , છ્યાશી વર્ષ ખેંચ્યું ઉમલા મેં તો..!!છયાશી વર્ષ હું જીવ્યો ..!!
મને ઢીલો પડેલો જોઈ ને ઉમેશે મને ઍક્દમ જ મારા ખભેથી મને પકડી ને હલાવ્યો અને ઉમેશ બોલ્યો ..ટિનીયા દોસ્ત તે મારા બધા કામ કર્યા પણ, તે મારૂ ઍક કામ ના કર્યુ ,આટલુ બધુ જીવ્યો તો પણ..
કયુ અલ્યા…ઉમેશ ??? મેં એકદમ સહજતાથી સવાલ પૂછ્યો…
ઉમેશ રીસામણું કરતા બોલ્યો બસ ભૂલી ગયો ને…યાદ કરવુ પડશે ઍમ ને..!!! સેહજ ખોટુ લગાડતો ઉમેશ બોલ્યો ..
મે કહ્યુ ..હા ભાઈ…યાદ કરાવ
ઉમેશ બોલ્યો ..યાદ છે હુ જ્યારે મરવા પડ્યો હતો ત્યારે તે મને પ્રોમિસ કર્યુ હતુ , કે હું મરી જાઉ ને પછી મારી પૂર્વી ને તું રોજ પાણીપૂરી ખાવા લઈ જઈશ ..મારી જેમ જ તું તારા બાઈક પર બેસાડી ને મારી પૂર્વીને લઇ જઈશ ,પણ હરામ છે જો ઍક્વાર પણ તું પૂર્વીને લઈ ગયો હોય ટિનીયા ,
સેહજ ગુસ્સાથી ઉમેશે મારી સામે જોયું ..
હું વાંકમાં હતો એટલે તરત જ મેં કહ્યુ ..હા ઉમેશ..દોસ્ત પણ સાચુ કહુ ને ઉમેશ ..તો હું છે ને આપણા આ દંભી સમાજ થી ડરી ગયો હતો , કોઈ મારી અને પૂર્વીભાભી માટે કઈ બોલે અને મારી પૂર્વીભાભી ની બદનામી થાય તો..?? બસ આટલા કોઈ કારણ વિનાના ડરને લીધે હું ભાભીને મારી બાઈક પાછળ નોહતો બેસાડતો ..થોડા દુ:ખ સાથે મેં ઉમેશ ને જવાબ આપ્યો ..
ચાલ જવા દે આ ટોપિક…મેં કહ્યુ જો યાર ઉમેશ હવે તો અહિયા સ્વર્ગમાં તો હવે ઘણા દિવસો છે આપણી જોડે વાતો કરવાના ,ચલ તું મને એ તો કહે કે આટલા વર્ષોમાં તે કઈ અપ્સરા જોડે તે સેટિંગ પાડ્યુ અલ્યા, તું તો અહિયા લગભગ પચાસ વરસથી આવી ગયો છે.
Next Page