Page 10
તરત જ ઉંધી ફરી અને ભાભી અમારાથી વિરુદ્ધ દિશમાં દોડવા મંડી પડી , હુ પાછળ દોડવા ગયો, શિરીશે મારો હાથ પકડી લીધો અને મને રોકયો…
હુ શિરીષ ને લઈ અને એમના ઘરે ગયો,ભારતીકાકી અને યોગેશકાકાની શિરીષને ઓળખાણ કરાવી, થોડુ ટેન્શન હતુ મને, અને કાકા કાકી પણ ભારમાં હતા, પણ પરિસ્થિતિનો સામનો કર્યે જ છૂટકો હતો .. પૂર્વી હજી ઘરે નોહતી પોહચી,મારી સાથે બધાનો જીવ ઉંચો થઇ ગયો હતો ક્યાં હશે પૂર્વી ??બસ એક જ સવાલ બધાને સતાવતો હતો ..
કલાક એક રહી ને પુર્વીભાભી ઘેર આવી,ખુબ રડેલી અને સૂજેલી આંખો હતી ભાભીની..
એક ધારદાર નજરે ભાભી મારી સામે જોતી હતી, મારા થી પૂર્વી ભાભીની નજર નો સામનો ના થયો, એકબાજુ મને એમ થતું હતું કે મેં બહુ જ ખોટું કર્યું છે , અને બીજી બાજુ ઉમેશની છેલ્લી ઈચ્છા પૂરી કરવી હતી મારે ..હું નીચું મોઢું કરી ને બેસી રહ્યો..મને ઓઝપયેલો જોઈ ને ભારતીકાકીઍ બાજી સાંભળી… બેટા પૂર્વી આ શિરીષ ભાઈ તમારી સાથે ભણતા હતા ,તે તમને મળવા આવ્યા છે…પાણી તો લાવો ઍમના માટે ,સાસુ સસરા ની હાજરી મા કઇ વાત ના થઈ ખાલી કેમ છો કરી ને પૂર્વી જતી રહી, પાણી લઇ ને આવી ,બધા ડ્રોઈંગ રૂમ મા બેઠા ..
કાકી ઍ શિરીષ જોડે બધી પંચાત કરી લીધી , પછી અમને એકાંત મળે એ આશયથી યોગેશકાકા અને ભારતીકાકી ઍ બંને ઘરની બહાર ગાર્ડનમાં હિંચકે ગયા અને શિરીષ ની રાતે જમી ને જ જવાનુ છે, ઍવો આગ્રહ કરતા ગયા..
અમે ત્રણ એકલા પડ્યા મે કીધુ .હું મારા ઘરે જાઇ ને આવુ થોડીવાર .ત્યા તો ભાભી સખત કરડાકી થી અને ઊંચા અવાજે બોલી ..ના બેસ અહિયા ટીના ..
હું નીચું મોઢું કરીને ચુપચાપ બેસી ગયો, શિરીશે પેહલી વાર મોઢુ ખોલ્યુ ..આઇ ઍમ સોરી પૂર્વી ઉમેશ માટે..
ઍ બધી વાત છોડ શિરીષ ,તને આ ટીનુ મળ્યો ક્યા..? સીધી ઉલટ તપાસ ચાલુ કરી ભાભીએ ..
હું જૂઠૂ બોલવા ગયો અમે ઍક ફ્રેંડ ને ત્યા મળી ગયા.. મને શિરીષ એ તરત જ મને રોકયો..ટીનુ તું ઍનો ફ્રેંડ છે,પણ હુ તો પૂર્વી નો સખો છુ ,જૂઠ ને તો પૂર્વી એક સેકન્ડ મા પકડે છે..
શિરીશે માંડી ને બધી વાત કરી પૂર્વીને, ઉમેશ જીવતા હતો ત્યારથી ,જો પૂર્વી મારે તારી સાથે લગ્ન તો કરવા છે પણ તે આવતા જન્મે, આ જન્મમાં તો મારે અનેરી અને અનુજ ના બાપ બનવાનુ છે . અને ઍ પણ ઉમેશની ઈચ્છા અને સંમતીથી ..
પૂર્વી ઍ ધારદાર સવાલ પૂછ્યો ..ખાલી બાપ જ બનીશ શિરીષ …?
ઍટલે ..?? મે પુછયુ
શિરીષ પણ ભાવ શૂન્ય ચેહરે પૂર્વી ને તાકતો રહ્યો અને રડતી અને એકદમ લાલ હિંગળાક આંખે સેહજ ઊંચા અવાજે પૂર્વી બોલી.
કેમ ટીનીયા તારા ઉમેશને ઍના છોકરા અને બૈરી ની ખુશી દેખાઈ ,પણ આ ઘરડા મા-બાપ ના દેખાયા.?
શિરીષ તું ખોટી જ્ગ્યા ઍ આવ્યો છૅ, આ બહાર બેઠા છે ને ઍ મારી સાસુ મારી માંથી પણ સવાઈ છે અને આ મારા સસરા ઍ મારા બાપથી પણ વધારે મને સાચવી છે.
ટીનુ, તારો ઉમેશ નગુણો છે હુ નહી , આ ઘરડા માં -બાપ ને છોડી અને હુ બીજે ક્યાય જઈશ અને હું મારો સંસાર ફરી વસાવીશ ઍવુ તારા ઉમેશે કેમ માની લીધુ..? આ હવે મારા માંબાપ છે, અને ઍમનુ ઘડપણ કોણ પાળશે.? બધા ને બધી જવાબદારી આપી પણ આ ઘરડા માંબાપની જવાબદારી કોને આપી છૅ ..તારા ઉમેશે .? બોલ ટીનીયા..??
કોઈ જ જવાબ નોહતો અમારી પાસે ,મુંગા મોઢે અમે જમી લીધું અને શિરીષ બરોડા પાછો ગયો.. જતા જતા શિરીષ મને કેહતો ગયો ..ટીનુભાઈ જો પૂર્વી ને વાંધો ના હોય તો મમ્મી પપ્પા પણ મારી સાથે જ રેહશે ,
Previous Page | Next Page