Page 11
મારી પાસે બોલવા ના કોઈ શબ્દો નોહતા .. બીજા દિવસે બપોરે ભાભી જયારે સ્કૂલે ગઈ ત્યારે મારે ભારતીકાકી અને યોગેશકાકા સાથે બધી વાત થઈ,મારી પાસે બોલવા ના કોઈ શબ્દો નોહતા .. બીજા દિવસે બપોરે ભાભી જયારે સ્કૂલે ગઈ ત્યારે મારે ભારતીકાકી અને યોગેશકાકા સાથે બધી વાત થઈ,
ભારતીકાકીએ તરત જ હુકમ છોડ્યો ..ચાલ અત્યારે જ બરોડા ટીના ગાડી કાઢ ,મારતી ગાડી ઍ અમે બરોડા ગયા, શિરીષ પાસે પોહચયા..
યોગેશકાકા ઍ જરાક્પણ શબ્દો ચોર્યા વિના શિરીષ ને કીધુ અમારો દિકરો બનીશ …???
શિરીષે જવાબ આપ્યો કેમ નહી કાકા..!! ભારતીકાકી ઍ કીધુ અમે તને દતક લેવા માંગી ઍ છીઍ શિરીષ ..
શિરીષ ભારતીકાકી અને યોગેશ કાકાના પગમાં પડી ગયો..
રાત પડી અને અમે અમદાવાદ ઘરે પાછા આવ્યા .. અને ભારતીકાકી ઍ સીધું ફરમાન છોડ્યુ અમે શિરીષ ને દતક લઈ ઍ છીઍ પૂર્વી બેટા, તારે ઍની સાથે વિવાહ કરવા નો છૅ, અને આપણે બધા આજ ઘર માં અહિયા એક સાથે રહીશુ..
પૂર્વીભાભી આંખમાં પાણી સાથે મારી સામે જોઈ ને બોલી અંતે તે તારા ઉમેશ નુ ધાર્યું જ કરાવ્યું ને ટીના ..પેહલી વાર યોગેશકાકા બોલ્યા..ના બેટા ટીનો તો નિમિત માત્ર છે ,આ કુદરત ની લીલા છે… ઍક ખુબ સાદા ફંકશનમાં શિરીષ ને દતક લેવાયો અને મંદિર મા લગન લેવાયા ,અને ફરી પાછી સુહાગોવાળી રાત આવી ..
બંને છોકરા ને વંદના મારા ઘરે લઈ ગઈ અને ફરી ઍ જ રૂમ..ભાભીને રૂમ મા મૂકી બહાર જતો હતો ત્યારે ભાભી ઍ એકદમ કસ્સી ને મારો હાથ પકડ્યો ..નથી જવા નુ તારે બહાર ટીના.
ચિંતા ના કર પૂર્વી આ ઓશિકુ હમેશા તારી અને મારી વચ્ચે રેહશે શિરીષ બોલ્યો..
અને આખુ ઘર ઍક બીજા માટે જીવતુ રહ્યુ …!
સ્વર્ગમાં ઉમેશ અચાનક બોલ્યો ઍ ટિનીયા આ શિરીષ જો આટલો ઘરડો થયો ઍકાણુ વરસનો .પણ વચ્ચે ઓશિકુ તો રાખે જ છે.
સંપૂર્ણ
– શૈશવ વોરા
લખ્યા તારીખ 26-8-2014
નમસ્તે દોસ્તો,
આ સત્યઘટના નો હું સાક્ષી છુ,પૂર્વી અત્યારે ઍક સ્કૂલ મા વાઇસ પ્રિન્સીપાલ છૅ,શિરીષની ટેલર ની સી જી રોડ પર દુકાન છે,અને બધા જ ખૂબ સુખે થી રહે છે,કોઈ એ પણ કોઈ પ્રકાર ના અનુમાન ના કરવા ,હું ક્યારેય અસલી પૂર્વી, ઉમેશ કે શિરીષ ને છતા નહિ કરું …
– શૈશવ વોરા
Previous Page