Page 2
અફસોસ કરતો ઉમેશ નિ:સાસો નાખીને બોલ્યો .. હા યાર ટીનુ હું તો સાવ છત્રીસ વર્ષનો હતો ત્યારનો હું મરીને અહિયાં આવી ગયો છે ,ઍ ટીનીયા તું તો મારાથી દસ વર્ષ નાનો હતો નહી ટીના ??
મેં કહ્યુ હા ઉમેશભાઈ અને પૂર્વી ભાભી મારાથી પાંચ વર્ષ મોટી
તરત જ ઉમેશ ટણી કરતો બોલ્યો ..જો એ ટિનીયા ઍક વાત કહી દઉ તને મારી પૂર્વી ભલે તારાથી પાંચ વર્ષ મોટી હતી પણ તારા થી પણ પાંચ વર્ષ નાની લાગતી હતી..પાછો ઉમેશ ફરીને પૂર્વી પર આવી ગયો..
મે ફરી એકવાર પૂર્વીની વાત ભૂલાવવા માટે ટોપિક બદલ્યો .. ઍ ઉમેશ પેલી રંભા , ઉર્વશી કે મેનકા કઈ અપ્સરા જોડે તે સેટિંગ પાડ્યુ અલ્યા ,મને લાગે છે રંભા નામ પર થી જ દેસી લાગે છે ,ઉર્વશી કઈક ઑકે ટાઈપ લાગે છે,મને લાગે છે કે તે નક્કી મેનકા જોડે જ સેટિંગ પાડ્યુ હશે…
ઉમેશ ફરી પાછો એકવાર નિ:સાસો નાખી ને બોલ્યો..યાર ટીના આખાય સ્વર્ગની ઍક પણ અપ્સરા મારી પૂર્વીની તોલે ના આવે, હું અહિયાં આવ્યો છું ત્યાર નો મારી પૂર્વી ની અહિયા આવવા ની રાહ જોઉ છુ પચાસ પચાસ વરસ થયા ,આજે એકકાણું વરસની પૂર્વી થઈ ,પણ હજી યમરાજ ઍને લેવા જતા ડરે છૅ, અને આખુ આ સ્વર્ગ લૉક એકજ ચર્ચા કરે છે.. કે આ યમરાજ મારી પૂર્વી ને લેવા ક્યા મોઢે એની સામે જશે…અને શુ બાહનુ કરી ને પૂર્વીને અહિયા લાવશે…?
હું તો ઉમેશની વાત સંભાળીને એકદમ સડક થઈ ગયો ,ચોંકી ગયો યમરાજ પણ પૂર્વીને મોઢું બતાવતા ડરે છૅ..? પણ ડરે જ ને ..કેમ નાં ડરે યમરાજ ..!!
યમરાજે વળી પૂર્વી ને વીતાડવામાં ક્યા કઈ બાકી રાખ્યુ હતુ..જરાય કસર નોહતી છોડી યમરાજે પૂર્વી ભાભીને વિતાડવામાં, ઍક પણ પોતાનો કેહવાય ઍવી વ્યક્તિ ને યમરાજે પૂર્વી પાસે ક્યા રેહવા દીધી હતી..??
મારી નજર સામે પૂર્વી જે દિવસે જન્મી ઍ દિવસ આવી ગયો..ગામ બાલસિનોર..પૂર્વીની માં ઈન્દુબેન ને સુવાવડ આવી ઍક સુંદર મજા ની દીકરી આવી..
ઇન્દુબેનનો મોટોભાઈ વડોદરા નજીક જેરોદ ગામમાં રેહતા પોતાના બનેવી મહેશકુમાર ને એમના ઘેર લક્ષ્મીજી અવતર્યા એવા હરખના સમાચાર આપવા ઍસટીડી બુથ પર ગયો અને મહેશભાઈના બાજુવાળા ને ત્યાં ફૉન લગાડ્યો..
“ ભાઈ સહેજ બાજુવાળા મહેશ કુમાર ને જાણ કરજો કે ઍમને ઘેર દીકરી જન્મી છે અને મા દીકરીની તબિયત સારી છે, હું એમનો સાળો બોલું છું ,”
પણ સામે થી સમાચાર બીજા જ કૈક આવ્યા..
“ભાઈ મહેશભાઈ ના બા હમણા જ ગુજરી ગયા છે ,”
ઇન્દુબેનનો ભાઈ દુઃખી મોઢે ઘેર પાછો આવ્યો અને ઇન્દુબેન ને વાત કરી..”બેન તારા સાસુ ગુજરી ગયા બેન ,અત્યારે હમણાં જ..”
અને એ જ મીનીટે જન્મતાની સાથે જ પૂર્વી ના માથે “અપશુકનિયાળ” નુ લેબલ એક ક્ષણનો વિલંબ કર્યા વિના તરત જ સમાજે લગાડી દીધુ..
નવજાત પૂર્વી ને ધરતી પર આવતાની સાથે જ યમરાજે “પનોતી..” “બુંધ ..”આવા વિશેષણો અપાવી દીધા ..
Previous Page | Next Page