Page 3
ઇન્દુબેન સવા મહિનાની નવજાત પૂર્વી ને લઈ જેરોદ ગામ આવ્યા.. મહેશભાઇ પોતે જેરોદ ગામની નાનકડી ઍવી પ્રાથમિક સ્કૂલ ના માસ્તર, બે રૂમ અને રસોડા નુ ઘર,નાનકડું પણ પાકુ ઘર, બે છેડા માંડ કરતા ભેગા થાય ,સુખનો અને ઈમાનદારીનો રોટલો ખાય ..
વાર્તામાં આવતી રાજાની કુંવરીની જેમ પૂર્વી દિવસે ના વધે એટલી રાતે વધે અને મોટી થતી ગઈ ..
એ નાનકડી પૂર્વીની સુંદરતા અને વાકપટુતા ને લીધે ધીમે ધીમે મહેશભાઈને સમય જતા પોતાની માં ના મરવા નુ દુખ ભૂલાઇ ગયુ ,અને આમ પણ દુ:ખ નુ ઓસાડ તો દા`ડા ..
વરસના ત્રણસો ચોસઠ દિવસ તો મહેશભાઈને પુર્વીથી વાંધો નો`હતો આવતો ..પણ ત્રણસો ને પાસઠમો એ ઍક દિવસ મહેશભાઇ ભૂલતા નોહતા, પૂર્વીનો જન્મદિવસ અને પોતાની માં નો મરણ દિવસ. ત્યારે તે દિવસે દીકરી પૂર્વી તેમને અળખામણી લાગતી..
નાનો પણ સુખનો સંસાર મહેશભાઈ અને ઇન્દુબેનનો ચાલતો જતો હતો, આનદપ્રમોદના નામે દર મહિને ઍક વાર એસટી બસમાં વડોદરાના કમાટી બાગ ફરવા જવાનુ ઇન્દુબેન અને પૂર્વી ને લઈને અને ખૂબ ખુબ આનંદ કરી,પૂર્વી ને બહુ જ્ ભાવતી પાણીપૂરી ખવડાવી ને પાછા જેરોદઆવવાનુ.ઓછા પૈસામાં પણ સુખ ની જિંદગી જીવતો સાધારણ કક્ષા નો પરિવાર…બાંધી આવકમાં પણ થોડી મજા કરી લેતો,પૂર્વી ઍ દસમા વર્ષમાં પ્રવેશ કર્યો અને ..કાળમુખો યમરાજ ફરી આવ્યો ..નિશાળેથી ઘેર પાછા ફરતા મહેશભાઇ ની સાયકલ ને ઍક ટ્રક સાથે અથડાવી અને યમરાજ પોતાની સાથે લઈ ગયો , નોધારા થયેલા ઇન્દુબેન ઍ પારકા ઘર ના કામ બાંધ્યા, અને પોતાનુ અને દીકરી નુ ભરણ પોષણ ચાલુ રાખ્યુ., ગમે તેટલી મુસીબત આવી ,આઘા પાછા કર્યા અને બે જોડ કપડા મા દિવસો કાઢ્યા..પણ પૂર્વી નુ ભણતર ના અટકવા દીધુ.. પણ હજી યમરાજ ને તો હજી ઍ ઍક જ ઘર દેખાતુ હતુ ,બારમા ધોરણની પરીક્ષા આપી પૂર્વીઍ ,અને વગર પુછ્યે પાછા યમરાજ આવ્યા,
હાર્ટએટેકમાં ઇન્દુબેન ને પણ જોડે લઈ ગયા ,પૂર્વી હવે સંપૂર્ણ અનાથ થઈ ,આડોશી પડોશી અને જ્ઞાતિ ના બે ચાર લોકો એ નિર્ણય લીધો ..
પૂર્વી ને બરોડા હોસ્ટેલ મા દાખલ કરી અને ત્યાં વડોદરામાં જ કોલેજમા ઍડમિશન લીધુ ,ફી માફી કરાવી,જેરોદનુ મકાન ભાડે આપ્યુ ,હજાર રૂપિયા ભાડુ આવે અને તેમાથી પૂર્વીની હોસ્ટેલની મેસ નુ બિલ ભરાય…અને બપોરે ત્રણ વાગે કોલેજ છૂટે એટલે એક કાપડની દુકાનમા પાર્ટ ટાઈમ સેલ્સગર્લ તરીકે નોકરી કરવા જવાનુ પૂર્વીએ ચાલુ કર્યુ, ચારસો રૂપિયા પગાર મળે અને એમાંથી પૂર્વીની હાથ ખર્ચી નીકળે, પોતાની પાસે રહેલા બે જોડ કપડામાં પણ પૂર્વી પોતાની જાતને સાચવતી અને ઈશ્વરે આપેલી સુંદરતા ને બહુ જ સમજણપૂર્વક પૂર્વી છુપાવી દેતી, જેથી કોઈની નજરમાં ના આવી જવાય . પણ જુવાની બે જોડ કપડા હાય કે બાવીસ જોડ ,ઍમ ઢાંકી ક્યા ઢંકાય , પૂર્વીની સાથે ભણતા શિરીષની આંખ અને હૈયા બંનેમાં પૂર્વી વસી ગઈ હતી ..
પૂર્વી પણ પોતાના નાના-મોટા કામ શિરીષને નિર્દોષ મિત્ર ભાવે સોંપતી, શિરીષ પૂર્વી માટેના પોતના પ્રેમ નો ઍકરાર કરવા માટે નો યોગ્ય સમયની રાહ જોતો હતો.
Previous Page | Next Page