Page 4
પૂર્વીને પણ થોડો શિરીષ માટે નો થોડો વિશેષ ભાવ હોવાનુ એક મોટુ કારણ હતુ બને સમદુ:ખિયા હતા . કુદરતે શિરીષને પણ અનાથ બનાવ્યો હતો, નાની ઉમરમાં દરજીકામ શીખી અને શિરીષ પોતાની ભણવાની ફી કાઢતો હતો.
આખી આવડી મોટી ભરી દુનિયા શિરીષ પણ પૂર્વીની જેમ ઍકલો જ હતો, જેને લીધે પૂર્વી ઍની સાથે બે ઘડી વાત કરી લેતી ,અને શિરીષને પૂર્વીની ઍ બે ઘડી ની વાત જીવનભર સાંભળવી હતી.
પણ કુદરતે થોડુ ઘણુ નહિ ,થોડું વધારે સુખ પણ પૂર્વીના નસીબ મા લખ્યુ હતુ.
જે કાપડની દુકાનમાં પૂર્વી નોકરી કરતી હતી તે દુકાનના શેઠનો ભત્રીજો ઉમેશ અમદાવાદથી બરોડા આઈ.પી.સી.એલ.માં છ મહિના માટેની ટ્રેનીગ માટે આવ્યો. ઉમેશ જોડે પૂર્વીની નજર મળી અને હૈયુ પણ મળ્યુ , સુખ દુ:ખ ના સાથ દેવાના કોલ દેવાયા..જેવી દેખાવડી પૂર્વી એવો જ દેખાવડો ઉમેશ બંને ખુબ જ મેચ્યોર,પોતાનાથી પાંચ વર્ષ મોટો એવો ઉમેશ, પ્રેમ થયો એકરાર થયો અને સીધી વાત લગ્ન સુધી આવી , પુર્વીનું ગ્રેજ્યુએશન પૂરુ થવામાં હતું .. ઉમેશે પોતાના ઘરે અમદાવાદ આવી પોતાની મમ્મી ભારતીબેન અને પપ્પા યોગેશ ભાઈ ને વાત કરી, તરત જ બરોડા યોગેશભાઈ ઍ પોતાના ભાઈ ને ફૉન કરી પુછયુ ,રિપોર્ટ બરાબર આવ્યો છોકરી સારી છે .. એક રવિવારે ગાડી લઈને ઉપડયા બરોડા, ઉમેશના મમ્મી ભારતીબેનની નજરમાં ઍક જ મિનિટ માં પૂર્વી ની માસુમીયત વસી ગઈ.
આજથી તું અમારી દીકરી બેટા.પૂર્વી ના પક્ષે કોઈ હતુ જ નહી, ભારતીબેને પોતાના હાથમાંથી ચાર બંગડી ઉતારી અને પૂર્વી ને પેહરાવી દીધી ,અને ઓવારણા લઇ અને ગોળની કાંકરી પૂર્વીના મોઢામાં મૂકી દીધી.
અચાનક જ એક સુંદર મજાનું ઘર અને સરસ મજાનો વર પૂર્વી ના ખોળામાં આવી ને પડ્યા, પાછલા વીતેલા વર્ષો ના પૂર્વીના બધા દુ:ખ ક્યાય ઓગળી ગયા. પૂર્વી પોતાના સોનેરી સંસાર ના સોણલામાં ખોવાઈ..પણ સાથે સાથે એક નાનકડી મૂંઝવણમાં હતી પૂર્વીને , શિરીષ ને કેમની વાત કરવી ??!!,એની અને ઉમેશની ..,ઘણું વિચાર્યું પણ પૂર્વીના મને એને કોઈ જવાબ ના વાળ્યો એટલે એણે પોતાના થવાવાળા જીવનસાથી ઉમેશ ને જ પુછયુ મારે શુ કરવુ જોઈએ ??મારે ઍક જ મિત્ર છે જીવનમાં ઉમેશ , એ છે શિરીષ અને હું તેને બિલકુલ ખોવા નથી માંગતી..
ઉમેશે શાંતિથી અને સમજણપૂર્વક કીધું જો પૂર્વી હવે તારો પ્રોબ્લેમ ઍ મારો પણ પ્રોબ્લેમ છે ,આપણે બંને સાથે મળી ને શિરીષ ને વાત કરશુ , ઉમેશે સજેશન આપ્યુ..પૂર્વીએ કીધું ઓકે ઉમેશની વાતથી એના હૈયે અડધો ભાર ઓછો થઇ ગયો.ઍક શનિવારની સાંજ આવી , પૂર્વી ઉમેશ અને શિરીષ ત્રણે જણા કમાટીબાગમાં ભેગા થયા , પૂર્વી ઍ પેહલી વાર ઉમેશની ઓળખાણ કરાવી શિરીષ જોડે..પોતાના જીવનસાથી તરીકેની
અચાનક આવેલા ચડેલા અષાઢના વાદળા જેવા ઉમેશને પૂર્વીના જીવનસાથી તરીકે જોઇને આખે આખુ આભ તૂટી પડયુ શિરીષ પર…સીધો સાદો શિરીષ પોતાનો પ્રેમ પૂર્વી પ્રત્યેનો છુપાવી ના શક્યો અને શિરીષ ધ્રુસકે અને ધ્રુસકે રડી પડયો,
Previous Page | Next Page