Page 9
મારૂ કામ સરળ થયુ ,તરત જ બીજા અઠવાડિયે બરોડા ગયો હું , શિરીષ ને મળ્યો ,ઉમેશની તોલે તો શિરીષ ક્યાય ના આવે..
ઍક્વાર તો મેં મનથી નક્કી કરી લીધુ હતુ કે ભાભી ને આની સાથે ના પરણવાય, પણ મને વંદના ના શબ્દો યાદ આવ્યા ..
ઘરે થી નીકળતા જ વંદના એ મને ટોક્યો હતો, જો ટીનું તું શિરીશભાઈ માં ઉમેશભાઈ ને ના શોધતો, અને એટલું યાદ રાખજે કે તું તારા માટે નહી પૂર્વીભાભી માટે શિરીશભાઈ ને મળવા જઈ રહ્યો છૅ,તારા ઉમેશભાઈ તો હવે ક્યારેય પાછા નહી આવે પણ શિરીષભાઈ ને પૂર્વીભાભી માટે લાવવાના છે.. અને ક્યારેક જીવનમાં પુર્વીભાભી અને શિરીષભાઈ એ બંને સારા મિત્રો રહી ચૂકયા છે,
મે શિરીષભાઈ જોડે બધી વાત કરી , ઉમેશના મૃત્યુની વાત સાંભળીને શિરીષભાઈ ગમગીન થઇ ગયા ,પછી મેં એમને કાકા કાકી ના સજેશન આપ્યા..
બહુ જ સપષ્ટ શબ્દો માં એમણે સંદેશો મોકલ્યો, કે હું પૂર્વી સાથે ઍક જ સંજોગો મા લગ્ન કરીશ ..અનુજ અને અનેરી અમારી સાથે જ રહેશે અને ભવિષ્યમાં પણ મારું અને પૂર્વી ના કોઈ જ સંતાન નહી થાય, અનુજ અને અનેરી મારા જ સંતાનો છે અને રેહશે ..હું ઍમની ભીષ્મ પ્રતિજ્ઞાસાંભળી ની દંગ રહી ગયો,મે ઍક વિનંતી કરી શિરીષભાઈ હજી સુધી અમે બધા પૂર્વીભાભી માટે આવુ વિચારીએ છે ,ઍ અમે તેમને જણાવ્યુ નથી તો, તમે કઈ પણ વાત થાય તો જણાવતા નહી..
થોડુ હસી ને શિરીષભાઈ બોલ્યા..ટીનાભાઈ મારે તો ખાલી સપના મા જ વાત થાય છે,પણ ઉમેશ ના ગુજરી જવાથી પૂર્વી મારી થશે ઍવુ તો મેં ક્યારેય મારા સપના મા પણ નથી વિચાર્યુ ,હજી જો ઈશ્વર મારા બદલે ઉમેશ ની જિંદગી આપતો હોય તો મને મંજૂર છે, ટીનાભાઈ મારે માટે તો ખાલી પૂર્વી માટે બધુ જ છે, પૂર્વી એ એક જ મારી દુનિયા છે , અને શા માટે એકલી પૂર્વી ..?ઍના સંતાનો પણ એનુ જ તો અંગ છે, અને ઉમેશ પણ ઍનો જ હતો ને,એટલે આ સંસાર મા જે કઈ જવાબદારી પૂર્વી ની તે મારી છૅ
પ્રેમ ની પરાકાષ્ટા હતી ,જેણે ક્યારેય પ્રેમ નથી કર્યો તેને ઍક તરફી પ્રેમ કરવો અને તે પણ આટલો બધો, હું ચુપચાપ એમની વાત અને સંદેશો લઈને અમદાવાદ પાછો આવ્યો.
કાકા કાકી ને વાત કરી, થોડો ભાર ઍમને બંને ને પણ ઉતર્યો હોય તેવુ મને લાગ્યુ.,પૂર્વી ને સમજાવી અને સ્કૂલ ની નોકરી ચાલુ કરાવી કાકા અને કાકીએ , જેથી માહોલમાં થોડો ફેર આવે ,સમય જતો ગયો .
ઉમેશ ને ગયે સાત મહિના થયા…
સમાજ માં ઉમેશ ના કાગળ ની લીધે બધે ચણભણ શરૂ થઈ હતી,પૂર્વી ના ફરી લગ્ન માટે..
કોઈ કોઈ સામે થી પૂર્વી ને પૂછી લેતુ , પણ પૂર્વી જવાબ નોહતી આપતી.. ઍક દિવસ ભારતી કાકીનો ફૉન મારી ઉપર આવ્યો , અમને સાંજે મંદિર લઈ જા , હું સમજી ગયો કે કૈક વાત કરવી છે આ લોકોને હું ઍમના ઘરે ગયો..
કાકી ઍ પુછયુ શુ થયુ ?? હવે બૉલ ક્યારે પૂર્વી જોડે તું વાત કરે છૅ ટીનું ..??
હુ થોડો ગભરાયો મેં કીધું મને વાત કરતા બીક લાગે છે અને જો ભાભી જીદ પર આવીને તો બધું ઊંધું પડી જશે ..
કાકા ઍ ફરી સજેશન આપ્યુ શિરીષ ને અહિયા બોલાવ અને સીધો સ્કૂલે થી પૂર્વી અને શિરીષને બંને ને બતું હાર લઈ જા.
મેં યોગેશકાકાએ કીધું એમ કર્યું , શિરીષ અમદાવાદ આવ્યો ,અમે બંને સ્કૂલ સુધી પોહચી ગયા, અંદર થી મને સખત બીક લાગતી હતી અને ગભરામણ થતી હતી.
ભાભી જે સ્કુલમાં નોકરી કરતા હતા એ સ્કુલ છૂટી હતી, સાંજનો સમય હતો મેં દૂરથી ભાભીને આવતી જોઈ મે બૂમ મારી ભાભી,અને ભાભીની નજર મારા પર અને શિરીષ બંને પર પડી…
Previous Page | Next Page