આજે રેડિયા મા આવ્યુ કે ૭૦ ટકા હાઉસવાઇફ શહેરી વિસ્તાર માં હોય છે…. ગામડા માં હાઉસવાઇફ પ્રમાણ માં ખુબ ઓછી હોય છે..
આવુ કેમ…? ભણતર તો શહેર માં વધારે છે.. તો પછી વર્કિંગ વુમન શહેર માં વધારે હોવી જોઇએ… પણ છે ઉંધુ…. ગામડા ના અભણ બૈરા કામ કરે છે અને શહેર ના ભણેલા બૈરા ડ્રોઇંગ રૂમ ના સોફા તોડે અને બપોર આખી ઘોરે અને ટીવી ના ખચચર જેવા શો જોવે… ફોન,ફેસબુક,વોટસએપ,કિટી પાર્ટી અને બીજી નોન પ્રોડક્ટીવ ચીજો માં ટાઇમ કાઢે અને પાછી ઉપર થી ધાક જમાવે કે ઘર ચલાવુ સેહલુ નથી એક વાર ચલાવી જો તો ખબર પડે…
નાના હતા ત્યારે વિરમગામ જતા..ત્યાં બાજુ વાળા કાશીબા રોજ એક મોટો કાલા નો ભારો ઉચકી ને ઘેર લાવતા અને બપોર આખી કાલા ફોલી અને કપાસ છુટુ પાડી અને આખો ભારો પાછો આપતા… અને પેટીયુ રળતા… વર્કિંગ વુમન ની કેટેગરી માં આવે આ કાશીબા…??હા સો એ સો ટકા…આવે .. હજી પણ આજ ની તારીખ માં ગામડા ની સ્ત્રીઓ ને નવરુ કે નોન પ્રોડક્ટીવ બેસી રેહવુ એને પાપ ગણે છે….બાર મહિના ના અથાણા,મસાલા,પાપડ,વડી,
અનાજ, કેટ કેટલુ જાતે ભરતાં સાફ કરતા…અને છતાં પણ ટાઇમ બચ્યો તો ખેતરે…હાથ દેવડાવે….
અને શહેર ના… અમારા એક જુના પડોશી પટેલકાકા એવુ કેહતા મારી તો દેશી છે હમણા ચોકડી માં બેસી ને પાંચ ડોલ કપડા ધોકાવી નાખશે…. તમારા બૈરાં હવે ઇલેકટ્રનિક બૈરાં થઇ જયોં….ઘર ના કામ ના કરે…એ તો કામવાળા શોધે નહિ તો વોશિંગ મશીન જોઇએ એને…પણ જાતે કામ નહિ કરે
વાત સાચી કે ખોટી ?
જેટલા મોટા ઘર ની વહુ એટલુ ઘરકામ ઓછુ અને હાઉસ કિપીંગ મેનેજર વધુ બાઇ,મહારાજ,ડ્રાઈવર ,માળી,પોરિયો,કામવાળી,અને બીજો બંગલા ના મેન્ટેનન્સ ની એજન્સીઓ ને મેનેજ કરવા માં મેક્સિમમ ટાઇમ કાઢે…. ટયુબ લાઇટ કે બલ્બ ઉડે તો ફિક્ષ કરવા
ઈલેક્ટ્રીશિયન બોલાવે… પણ જાતે બદલતા ના જ આવડે….ઘર માં બે ત્રણ માણસ નો સ્ટાફ ઓછો હોય તરત જ પિયર ભાભી કે નણંદ કે બેહન ને ફોન થાય… મારો ફલાણો નથી આવ્યો તારે ત્યાં થી મોકલ….હુ ગાડી મોકલુ છુ…. સત્યનાશ… અને આવા શેઠાણી એમના ગ્રુપ ની આદર્શ …બાકી બધી કિટી મેમ્બર માટે …..પાટણ ના પટોળા નો એક વરસ થી ઓર્ડર આપ્યો છે… પણ હજી બિજા છો મહિના કહે છે ડીલીવરી ના……બિચારા એમના છેલાજી…..
જયારે ગામડા માં હજી નાના નાના કામ અને ગૃહ ઉદ્યોગ નુ પ્રમાણ વધારે અને સારુ છે…..નવરા બેસવા કરતા કંઇ ક કામ કરી ને બે પૈસા કમાઇ ને બચાવા ની વૃતિ હજી ટકેલી છે…..
પણ આ વૃતિ ટેકનોલોજી ના હુડહુડ કરતા ખતરનાક વાવાઝોડા માં કેટલી ટકશે એ તો રામ જાણે બાકી….
સીતા પણ જો રામ જોડે કામ પર ગયા હોત તો આ રામાયણ ના થાત…. મહાભારત થાત જે ઘેર ઘેર ચાલે છે…વર્કિંગ વુમન ના ઘર માં ચાલે છે… કયારેક એની વાત કરશુ….આજે આટલુ જ ..
શુભ રાત્રી
– શૈશવ વોરા
તા.ક. આજે મંગળવાર છે સાંજે ફ્રુટ જ ખાવા નુ છે…માટે આટલુ લખવા ની હિંમત થઇ છે… કાલે કોણ જમાડવાનુ છે…તે કેહશોજી..