હિચકો ….
કેવી મસ્ત જગ્યા ઘર ની … વિચારો ચાલતા જાય અને પગ પણ ચાલે અને છતાં જ્યાં હતા ત્યાં ના ત્યાં … એક ઇંચ આગળ ના જઈએ ….અને એક ઇંચ પાછળ ના જઈએ …પણ દુનિયા આખી ની સફર કરી ને પાછા અવાય …અને સફર નો થાક ના લાગે …પણ હોય તેટલો થાક ઉતરી નાખે ….હિચકે ઝુલતા ગાતા, વગાડતા કે વાતો કરતા.. હેઈ મોજે મોજ … હિંચકે બેઠા બેઠા કાન માં હેડ ફોન નાખો તો લતાજી તમારી સામે બેસી ને ગાય અને રજનીશ સામે બેસી ને પ્રવચન આપે …રાતે જમ્યા પછી મોઢા માં પાન અને બાજુ માં પત્ની ..આખા દિવસ નો થાક ઉતારે અને કુવારા ને સપના દેખાડે હીંચકો …નાના બાળક ને લઇ ને બેસો તો ઘોડિયા ની ગરજ સરે ..હિંચકે બેઠા હાલરડું… એક કડી ગવાય ત્યાં તો ઢીમ ઢળી જાય અને ટેણીયુ મસ્ત મજા ની ઊંઘ માં ….સવારે છાપું ને ચાહ ની ચૂસકી …બા ની બેસી ને શાક સમારવા ની જગ્યા ,દાદા ની છાપું વાંચવા ની , છોકરા નો મસ્તી નો ટાઈમ પાસ ,ગૃહિણી નો બે મિનીટ નો વિસામો …
દરેક ઘર માં હિચકો એક માત્ર એવી જગ્યા જ્યાં બેસી ને બધા ને આનંદ આવે …..અને એના પ્રકાર કેટલા બધા ..ખાટ ,પાટ ,હિંડોળો ,ટોપલી,સ્પ્રિંગ વાળો ,અને સૌથી વધારે મજા તો પેલો આખા દોરડા નો બનેલો મોટો બે ઝાડ વચ્ચે બાંધેલો હેમોક … ઘોડિયા માં ઊંઘતા હોય એવી મસ્ત ફીલિંગ આપે ….અને વાંસ ની ટોપલી માં થી બનાવેલા હીંચકા માં ટુટયુ વાળી બેસવા ની મજા ….
બાળકો અને ચિલ્ડ્રન પાર્ક ……સૌથી વધારે લાઈન ક્યાં તો હીંચકે ……બસ આજે આટલું જ….
મસ્ત મજાને હિચકે રાધા કૃષ્ણ ની જેમ તમે પણ ઝૂલો અને મારા ભાભી કે ભાઈ જોડે બેઠા બેઠા આઈસક્રીમ ઝાપટો ….
શુભ રાત્રી
-શૈશવ વોરા