દિલ્લી ના શાહી ઈમામ બુખારી એ નરેન્દ્ર મોદી ને નોતરું ના આપ્યું પણ નવાઝ શરીફ ને પોતાને ઘેર બોલાવ્યા ….વાત ને સમજવા છેક એના મૂળ માં જવું પડે ….અને મૂળ નીકળે છે છેક અલ્લાઉદીન ખીલજી અને મોગલો અને અંગ્રેજો સુધી ……
એક હકીકત નો સ્વીકાર ખુલ્લા દિલે કરવો પડે કે શરૂઆત માં મુસલમાન સુલતાનો ભારત ને લુંટવા માટે જ આ દેશ માં આવ્યા …પછી શાસન કરવા …. છેક શાહજહાં ના સમય પછી એમને આ દેશ પોતાનો લાગ્યો …પણ હિંદુ ધર્મ કે હિંદુ રાજા ક્યારેય મુસલમાન ને પોતાના નથી લાગ્યા ….હિંદુ ની દીકરી ને પરણી ને બેગમ બનાવી…. પણ કદાચ એક પણ મુસ્લિમ નવાબે પોતાની દીકરી હિંદુ રાજા ને નથી પરણાવી ….બિલોરી કાચ લઇ ને ઈતિહાસ માં શોધો તો પણ નહિ મળે …..શું કારણ ??? આ સવાલ નો મારી પાસે જવાબ નથી ….તમારી પાસે હોય તો આપો …બીજો સવાલ શું હિંદુ રાજા દિલ થી કે એની દીકરી પ્રેમ થી મુસ્લિમ નવાબ કે બાદશાહ ને પોતાની બેન દીકરી પરણાવતા …??? જો હા ….તો પોતે શા માટે મુસ્લિમ સ્ત્રી ને નોહતા પરણતા ,,? સવાલો થોડા અઘરા છે ..પણ જરૂરી છે …મારા માનવા પ્રમાણે હિંદુ રાજા ની દીકરીઓ ભેટ સોગાદ ના રૂપ માં પરણાવતી …..અથવા એમને જીતવા માં આવતી કે ખંડણી રૂપે અપાતી …માટે જ સામે મુસલીમ નવાબ કે સુલતાન ની દીકરી ને કોઈ હિંદુ રાજા ની રાની તરીકે આપણે જોઈ નથી શક્યા… બીજો પોઈન્ટ … જે જગ્યા એ થી આવેલા મુસ્લિમ આક્રમણો થયા તે અરબસ્તાન કે મોન્ગલ … આ બધા દેશો ની વેધર કંડીશન અત્યંત વિષમ છે ….રોજિંદુ જીવન ત્યાં ની વેધર માં એ જમાના માં ખુબ કઠીન હતું …ભારત ની સરખામણી માં …. આપણને મળેલા કુદરતી ફળ ફૂલ અને શાકભાજી એ લોકો ને માટે એ જમાના માં સવપ્ન સમાન હતા .. અને જે આપણા બાપ દાદા એન્જોય કરતા હતા …ઘણો સમય લુંટફાટ કરી અને પછી મુસ્લિમ શાષકો ને લાગ્યું કે આ દેશ લુંટવા જેવો નથી પણ વસવા જેવો છે ….પણ ભારત ની પહેલેથી જ સ્થાપિત અને રેહતી હિંદુ પ્રજા તેમને રેહવા નહિ દે એવા ભય ને કારણે તેમણે મૂળ હિંદુ પ્રજા ને જોર જબરજસ્તી થી વટલાવા નું ચાલુ કર્યું ..અને હિંદુ રાજવી ઓ ના અંદર અંદર ના ઝઘડા અને મુસ્લિમ શાષકો ના અત્યાચાર થી કંટાળેલો તે સમય નો એક મોટો હિંદુ વર્ગ મુસલીમ બની ગયો ….અને આ પ્રવૃતિ ને અંગ્રેજો ના જમાના માં રાની વિકટોરીયા અને તેમના વંશજો એ છુપા આશીર્વાદ આપ્યા અને વેગ મળ્યો …અને જેને આપણે ડિવાઈડ એન્ડ રુલ કહીએ છીએ તે પોલીસી એ હિંદુ મુસલમાન વચ્ચે ની ખાઈ ને મોટી કરી …..
હવે વાત કરીએ પાછી શાહી ઈમામ ની …… મોગલ સમય માં શાહી ઇમામો ને દરબાર માં બહુ મજબુત સ્થાન મળેલું … જેને આજની લોકસભા કે મંત્રી મંડળ ના સ્થાન જોડે સરખાવી શકાય …. મોગલો ગયા અને અંગ્રેજ આવ્યા …પોતાના સ્વાર્થ માટે અંગ્રેજો એ પણ ઇમામો ને થોડું વધારે મહત્વ આપવા નું ચાલુ રાખ્યું ….
પછી વાત આવી ટુ નેશન થીયરી ની …. મુસલીમ બહુમતી વાળો પ્રદેશ બન્યો પાકિસ્તાન અને હિંદુ બહુમતી બન્યું હિન્દુસ્તાન ……
તકલીફ ની શરૂઆત અહિયાં થઇ.. મસ્જીદ અને ઈમામ રહ્યા હિન્દુસ્તાન માં અને એમની પ્રજા ગઈ પાકિસ્તાન માં …..મોટા ભાગ ના કટ્ટરવાદી મુસલમાનો ભાગલા પડ્યા ત્યારે જ પાકિસ્તાન ભેગા થઇ ગયા …ભારત માં જે રહ્યા તે મુસલમાનો એક મોટો વર્ગ હળીમળી ને સાથે રેહવા વાળો છે …. એમાં થોડા ઘણા કટ્ટરવાદી ખરા પણ તેમનો મોટો ભાગ શાંતિ પ્રિય …..
હવે ઈમામ ની હાલત કેવી થાય ? તેમની રૈયત પાકિસ્તાન માં અને રાજા હિન્દુસ્તાન માં … હિન્દુસ્તાન નો મુસલમાન શાહી ઈમામ ની થેક લેતો નથી …જેનો પુરાવો …શાહી ઈમામે આ લોકસભા ની ચુંટણી વખતે કોંગ્રેસ ને ખુલ્લો ટેકો જાહેર કર્યો અને ભૂંડેહાલ કોંગ્રેસ ગઈ …..એનો સીધો મતલબ છે કે હિન્દુસ્તાન નો મુસલમાન શાહી ઈમામ ને ગણતરી માં લેતો નથી …..હવે જો હિન્દુસ્તાન નો મુસલમાન શાહી ઈમામ ને ના ગણે તો ઈમામે પોતાની ગણતરી ક્યાં કરાવવી …? એક જ જગ્યા રહી પાકિસ્તાન …. અને પાકિસ્તાન ને પણ મજા આવે છે ….ઈમામ ને રમાડવા ની ….જેટલી વાર કોઈ પણ પાકિસ્તાની પ્રમુખ દિલ્લી આવે એટલી વાર શાહી ઈમામ ને મળવા જમા મસ્જીદ જાય ….જયારે ભારત નો એકે ય પ્રધાન મંત્રી એમને ના મળવા જાય ….અને જાય પણ શું કામ ?? એટલે પાકિસ્તાની પ્રમુખ કે વડાપ્રધાનો ભારત ને સળી કરવા ની મજા આવે …..એટલે આ વખતે ઈમામે ઉલટી સળી કરી …..લો દર વખતે તમે આવો છો ને આ વખતે હું તમને બોલવું છું અને જે નથી આવતા એને નથી બોલાવતો ….
હવે મજા ની વાત એ છે કે નરેન્દ્ર મોદી ને બોલાવે કે ના બોલાવે વિવાદ તો ઉભો થવા નો જ છે … અને વિવાદ થાય તો જ શાહી ઈમામ ને કોઈ ઓળખે …બાકી તો આવનાર વર્ષો માં કોંગ્રેસ ની જોડે એ પણ ભુલાશે …કેમ કે કટ્ટર મુસલમાનો ને તો હવે ઈમામ નહિ ઔવેસી ગમે છે …..એટલે ઈમામ અત્યારે પ્રજા વિનાના રાજા થઇ ગયા છે ….અને અરબસ્તાન કે બીજા મુસ્લિમ દેશો માં તો કોઈ એમને ના ગણે …. તો હવે કરવું શું ….? આવા ગતકડા કર્યા કરવા પડે બીજું શું ત્યારે ..??
દરેક ધર્મ ગુરુ ને પોતાની દુકાન તો ચલાવી જ પડે …અને પબ્લીસીટી વિના તો દુકાન બંધ થાય …આ એક સારો રસ્તો છે પબ્લીસીટી નો …… શાહી ઈમામ ની મોટી સજા એજ છે ઇગ્નોર …. તેની સામું ના જોવો વાર્તા ત્યાં જ પતી જાય …..જેમ રાજા રજવાડા પ્રજા થયા તેમ ઇમામો ને પ્રજા થયા વિના છૂટકો નથી …..ધર્મ નું ઝેર ગમે તેટલું પીવડાવો પણ જો વિકાસ થશે તો આ ઝેર અમૃત સાબિત થશે ….ઇસ્લામ ખતરે મેં હૈ ચાલો દોડો એવી બુમ મારવા થી હવે હિન્દુસ્તાન નો મુસલમાન હાથ માં પથરા લઇ ને દોડે એવી શક્યતા ઓછી દેખાય છે ….
પૂરું કરતા પેહલા એક વિડીયો ફેસબુક પર ચાલ્યો હતો …દિલ્લી ના ત્રિલોક નગર નો થોડા મુસલમાનો ના છોકરા પત્થર મારતા દેખાતા હતા …. પણ સાલું પથરા ફેકવા માં બિલકુલ થ્રો જ નોહતો ઝનુન નોહતું દેખાતું ખાલી સ્વબચાવ દેખાતો હતો….. પેલા કસબ ની આંખો માં હતું એવું ઝનુન નોહતું એટલે હવે ધીમે ધીમે પથરા મારવા નું પણ ઓછુ થશે ….ભણતર આજના મુસલમાન માં વધે છે …એટલે ગણતર પણ વધશે …..અને કેહવતા ધર્મગુરુ ને મોટા ભાગ ના હિંદુ સમજે જાકારો આપ્યો તેમ મુસલમાન પણ આપશે ….
સુપ્રભાત
-શૈશવ વોરા