હિરણવ ને કાંઠે ત્રિવેણી સંગમ પર હું બેઠો ….તો જમણે હર બેઠો હતો …..!! અને ડાબે હરી સુતો હતો……!!! સામે અનંત ના છેડા શોધતો રત્નાકર ઘૂઘવે ….
જન્મ્યો ને તરત જ માં બાપ છુટ્યા … તેરમાં વર્ષે તો ઓધાજી સામા ઉભા .. કૌમુદ્કી ને ધરી… . કંસ જરાસંઘ … …સહિત અઢાર અક્ષેણી સેના નો વિનાશ કર્યો …કરાવ્યો ..જોયો ….નજર સામે યદુકુળ ગયું ..દ્વારિકા ડૂબી … સો વર્ષ નો રાધા નો વિરહ વેઠયો … અંતે ..
ગલે રૂંઢ માળ … અંગે સ્મશાન ની ભસ્મ. .ગૌર .તન ..શિવ ના સાનિધ્ય માં સોળ કળા ના એ જીવે ધારણ કરેલો નીલવર્ણ દેહ છોડ્યો ….
સંસાર ની વચ્ચો વચ રહી ને જળ કમળવત રહ્યો …પૂર્ણ પુરુષ … પુરષોત્તમ … સાધુ .. સન્યાસી …
ત્રિકમ ને વહાલા તુલસી …
શિવજી ને બીલીપત્ર …
હરી હર નું મિલન…
જય સોમનાથ …
શુભ રાત્રી …
– શૈશવ વોરા