બકો વાઇરલ થઇ ગયો …
જો બકા …. સાલો ગજબ વાઇરલ થયો … પણ બકો છે મજા નો…જનતા ગાંડી થઇ છે …. પણ આવે મજા ..બકા ને જોવા ની … પાકો અમદાવાદી છે આ બકો ..અમદાવાદી ભાષા મા કહુ તો
બકો બહુ અઘરો છે ,
ના ના મોટી નોટ છે ,
ના કટી પતંગ છે,
ના ના હવે મોટો કલરીયો છે ના બકા ના..
બકો એ બકો છે…
એની માં ને સખત છે આ બકો ..
લાકડા જેવો ..
ના બે યાર લોખંડ છે ..ટનાટન છે.. ..
ઘુઘરા જેવો અલ્યા આ બકો…
ટૂંક માં ઘણા વખતે અાવો બકો મળ્યો …. જેમા બધા ખુશ …
બકો તો જાણે બચ્ચન નો ડાયલોગ ..
લતા નુ ગીત અને
આનંદજી કલ્યાણજી નુ સંગીત.
ચારે બાજુ ચાલે બકો જ બકો.. …
બકા ને કંપની આપવા હવે બકુડી પણ આવી ગઇ …બકા અને બકુડી ની જોડી …
ખરેખર અચ્છા દિન આ ગયો પ્રજા નવરી થઇ ગઇ છે.. અને નોરતા ના મુડ મા બકો જામી ગયો …રેડીયા મા વોટસ એપ મા ફેસબુક મા જયા જુઓ તયા બકો જ બકો…
ભાઇ એક જણે બકા નુ ખુન કરયુ છે …. કોઇ તો જિવાડો બકુડી હજી હમણા જ આવી છે….RIP બકા……
શુભ રાત્રી
– શૈશવ વોરા