૧૪ ઓગસ્ટ આતંકવાદ નો જન્મદિવસ સાચી વાત કે ખોટી ?
તદ્દન ખોટી વાત , આતંક નો જનમ તો મધ્યયુગમાં જ્યારથી ઇસ્લામ ના નામે ઇસ્લામ ધર્મ પાળતા લોકો તલવાર લઇ ને નીકળ્યા અને અલ્લાહો અકબર ની બુમો મારતા હતા અને જે સામે આવે એને મારતા હતા ત્યારથી થઇ ચુક્યો હતો ,
ખાલી આપણને તો ખબર થોડી મોડી પડી અને તે દિવસોમાં આપણે એક બહુ મોટા જ્ઞાન ના અને શક્તિના નશામાં નશામાં રાચતા હતા , અદ્દલો અદ્દલ આપણે જે નશામાં હતા એ નશામાં અત્યારે અમેરિકા રાચે છે .
એક સર્વ વિદિત હકીકત છે કે દુનિયાભરનો દરેક મુસલમાન આતંકવાદી નથી હોતો પણ આતંકવાદી મોટેભાગે મુસલમાન જ હોય છે , દુનિયાના કોઈપણ ખૂણે ખાંચરે નજર નાખીએ તો ખાલી રશિયા અને ચાઈના આ બે દેશ સિવાય બધે ઇસ્લામિક આતંકનો કેહર વરસી રહ્યો છે , મોટેભાગે તો દરેક જગ્યાએ મુસલમાન મુસલમાનનું જ ગળું કાપી રહ્યો છે અને જેને આપડે રેસ્ટ ઓફ વર્લ્ડ કહીએ એ બધા બેઠા બેઠા તમાશો જોવે છે .અને પોતાનીની જાતને છેટી રાખવાનો પ્રયત્ન કરે છે .
બહુ અઘરું થઇ પડે છે દરેક દેશના નેતાઓ ને અત્યારની પરિસ્થિતિમાં રાજ કરવું ,અને ખાસ કરીને આપડા જેવા દેશને કે જેની તદ્દન અડીને કટ્ટર ઇસ્લામિક દેશ હોય અને ઉપરથી પોતાના દેશની અંદર ૫ કરોડ કટ્ટર મુસલમાનો હોય (યાકુબ મેમણ ને કાંધ આપવા ભેગા થયેલા લોકો યાદ કરો )
મને આજે યાદ આવે છે પાકિસ્તાનના સુલતાન પરવેઝ મુશારફ નું એક વાક્ય “ પાકિસ્તાન ઇસ્લામ ક કિલા હૈ “ હું પેહલેથીજ કહું છું કે ઇસ્લામ ને બરબાદ કોઈ કરશે તો એ ઇસ્લામાબાદ જ હશે ,
જો કે એ કેહવાતો ઇસ્લામ નો જે કિલ્લો છે એના પાયા જ નથી , બલુચો એ પોતાનો સ્વતંત્રતા દિવસ માનવી લીધો , સિંધ રાહ જોઈ ને બેઠું છે અને પંજાબીઓ ત્રાસી ગયા છે ..એક ઝટકા ની જરૂર છે બસ માત્ર અને કિલ્લો કકડભૂસ થાય …!!
ઇસ્લામિક દેશો ની મોટી કમબખ્તી એ છે કે એ લોકો ને લોકતંત્ર શું છે એ જ ખબર નથી અને એમના આદર્શો બાબર ,ગઝની ઘોરી ,કે ઔરંગઝેબ જેવા લુંટારા છે ..!! અને આ બધા એમના હીરો છે આદર્શ છે ..!!
મારો તો દરેક ૧૪મી ઓગસ્ટે જીવ બળે છે આ મોહમદ અલી ઝીણા ઉર્ફે મામદ ભાઈ ઝીણાભાઈ ઠક્કર મુકામ પોસ્ટ પાનેલી ધોરાજી ને ગમે તેમ કરીને સાચવી લીધા હોત તો ..!!!
અત્યારે તો મારા કનક કાકાની એક કેહવત પાકિસ્તાન માટે એકદમ ફીટ બેસે છે ..બારહ એકટર અને તેરહ મેનેજર વાળી નાટક કંપની માં કોઈ ભલીવાર ના નીકળે …
ભગવાન હસન નિસાર જેવા પચીસ ત્રીસ બુદ્ધિ વાળા લોકો પાકિસ્તાન ને આપે જેથી આપણે થોડી શાંતિ થી જીવી શકીએ
જય હિન્દ
શૈશવ વોરા