નરેન્દ્ર મોદી નું આજનું ભાષણ .. ઈન્દિરાજી જીતી ગયા હજી ઇન્દિરા જીવે છે ..ગરીબી હટાવો કોંગ્રેસ મુક્ત નહિ કોંગ્રેસ યુક્ત ભારત નો લાલ કિલ્લે થી સ્વીકાર …. જય જવાન જય કિસાન … અટલ બિહારી બાજપાઈ નું જય વિજ્ઞાન ભુલાયું ….કોઈ ને પણ જશ ના આપનારા મુખ્યમંત્રી એ સંસદ ના ચોમાસું સત્ર ની સફળતા નો યશ વિપક્ષ અને સાથી પ્રધાનો માં વેહચ્યો …સારી વાત એ કે ખરા અર્થ માં આખા ભારત વર્ષ ના પ્રધાન મંત્રી બોલતા હોય તેવુ લાગ્યુ …ભારત માટે નવુ પણ ગુજરાત માટે ….બહુ જુની ગુજરાતી ઉક્તિ….
મારુ શુ …??? અને મારે શુ …???
જેને આપણે ગુજરાતીઓ વાણીયા બુદ્ધિ તરીકે ઓળખીયે છીએ ..બહુ જુની વાત નુ હિન્દી કરણ કરી અને સરકારી અધિકારી ની સાથે જોડી દીધુ…અને વાપરી લીધુ…
ઝીરો ઇફેકટ અને ઝીરો ડીફેકટ ….
લગભગ બધી બિઝનેસ મીટીંગો મા કાન પર પડતુ સુત્ર….. બીજી વાત ઈમ્પોર્ટ ઘટાડવા માટે … ધંધો શોધતા જુવાનો માટે એક રસ્તો બતાવયો …. ઈમ્પોર્ટ થતી કોમોડીટી નુ લિસ્ટ કાઢો અને એ આઇટમ બનાવો…અને રૂપિયા કમાવો …સરસ …
કમ , મેઇક ઇન ઇન્ડિયા. .. આહવાન બહાર ની દુનિયા ને.. સારી વાત …એક મોટી વાત કરી દરેક ભારતીય નુ બેંક એકાઉન્ટ .. એની સાથે એકાઉન્ટ ને બ્રોડ બેન્ડ નુ જોડવુ …સાર્ક દેશો ને જોડાવા ની અપીલ..ખુબ હોશિયારી પૂરવક નેપાળ ના વખાણ ….વર્ષો થી ભારત થી દુર થયેલી નેપાળી પ્રજા ને એક મેસેજ અને સાથે સાથે માઓવાદીઓ ને પણ … ચતુરાઇ … ઝલકી…સાથે જય પ્રકાશ નારાયણ ને યાદ કરી સંસદ ના નામે યોજના જાહેર કરી સાંસદો ને કામ આપયુ અને જવાબદારી પકડાવી… બિહાર ખુશ જેપી ના નામ થી.. ટાઇમ પર આવો અને કામ કરો .. જોબ અને સર્વિસ … ગમ્યું..
આયોજન પંચ ગયુ… એક મોટુ અને સારો નિર્ણય..
પુર્ણ બહુમતી નો ફાયદો ધારે તે કામ ઉતરે…
શૌચાલય નો મુદ્દો છેડી ને દેવાલય અને શૌચાલય વાળી વાત પર કાયમ રહયા ..ગરીબ પ્રજા સાથે પોતાની જાત ને જોડી .. શિખામણ આપી પણ ખબર ના પડવા દીધી … ચતર સુજાણ નુ લક્ષણ…
ઇદિરા ગાંધી પછી પેહલુ ભાષણ લાલ કિલ્લા પર થી કે જે સાભળવુ ગમ્યું …થોડો પ્રધાન મંત્રી તરીકે નો અનુભવ ઓછો દેખાયો પણ અંદર ના મુખ્ય મંત્રી એ સાચવી લીધા .. વેશભુશા ચકાચક… ૨૦૧૮ નુ ભાષણ સાભળવા ની અત્યાર થી ચટપટી …રાજીવ ગાંધી નો લાલ કિલ્લા પર નો બફાટ કે શુ કેહવાય એને… પ્રોપર શબ્દ નથી યાદ આવતો …પણ એ જે કઇ કેહવાય તે યાદ આવયો એમણે “હમે દેખના હૈ” … વાકય નો ઉપયોગ એક કલાક મા બાવીસ વાર કરયો હતો… બીજુ તેમનુ પાકિસતાન ને “નાની” યાદ કરા દેગે … વાળુ બયાન …. રાહુલ બાબા આવ્યા હોત તો કઇક શિખત… સરદાર મનમોહનસિંઘ પેહલી વાર એમના પત્ની જોડે આટલી શાંતિ થી નિરાંતે બેઠેલા જોયા… અત્યાર સુધી ચારે બાજુ ના પ્રેશર અને લોડ લીધા …એમના પત્ની ગુરુશરણકૌર તાળી ઓ પાડી ને સારી એવી દાદ આપતા હતા ..સોનીયા આંટી નફકરા થઇ ને બેઠા હતા…પરણી ને આવ્યા ત્યારથી દર ૧૫ ઓગસ્ટે લાલ કિલ્લા પર વી આઇ પી બની ને આવવા નુ ….. મારુ બેટુ નસીબ તો ખરુ હો ….કયાક કોક ના મોઢા પર ની જેલસી ચોખ્ખી દેખાતી હતી હતાશા પણ ખરી…..ભાજપવાળાઓ ના મોઢા પર પણ …. સપનુ તૂટયા ની … લાલ કિલ્લે થી ભાષણ આપવા નુ સપનું …..પણ ધાર્યું તો ધણી નુ જ થાય…એમ બધા થી પ્રધાનમંત્રી થોડા થવાય …. એકંદરે સારુ ભાષણ વાંક દેખા અર્ણવ ને કદાચ મહર્ષિ અરવિંદ ને સ્વામી વિવેકાનંદ ના નામ થી હિંદુ વાદ ની ગંધ આવશે … અને સાહેબ નો પ્રિય વિષય કન્યા ભ્રુણ હત્યા ને લીધો …અને સાથે નેતાજી ની લડકો સે ગલતી વાળા બયાન ની સામે સારુ લોજિક આપયુ …. તમારા છોકરા ઓ ને કાબુ મા રાખો એક ગર્ભિત મેસેજ આપયો ….ઓવર ઓલ સારુ ભાષણ ….સવાર સુધારી….
– શૈશવ વોરા