આજે જીવનમા પેહલી વાર રાષ્ટ્રગીત આખુ સાંભળવામાં આવ્યું …. રાષ્ટ્રગીત ની ટીકા કરવી એટલે પોતાની માં ને ડાકણ કેહવા બરાબર છે…એવુ પાપ તો ના થાય … એટલે આગળ ના ભાગ ની ચર્ચા હુ નહી કરુ … પણ જેને આપણે રાષ્ટ્રગીત તરીકે સ્વીકાર્યું નથી તેની ચોકકસ વાત થાય .. થોડુ પ્રાથમિક જ્ઞાન વેરી દઉ…જન ગણ મન અધિનાયક ગીત ની રચના ગુરુદેવ કવિવર રવીનદ્ર ટાગોરે કરી હતી..
સ્વતંત્ર દિન ના પાવન પર્વે આવી ખોદણી કરવી ના ગમે … પણ જેમ જેમ સાભળતો ગયો તેમ તેમ વિચારો આવતા ગયા અને કમાન છટકતી ગઇ..અને વિચારો ચાલુ થયા….
આજે પેહલી વાર કઈક લખતા પેહલા વિચારવુ પડ્યુ છે…… આમ તો પોતની મા ને કોણ ડાકણ કહે..??
સ્કૂલ મા હતા ત્યાર થી રાષ્ટ્રગીત વાગે ઍટલે ઉભા થઈ અને સન્માન આપતા …
હજી પણ આપીશ …. પરંતુ ઍના રચૈઈતા ગુરૂદેવ રવીન્દ્રનાથ ટાગોર ….. કવિવર ……માટે આજે ઘસાતુ લખવુ કે નહી … ???? ક્યાક્ આપણી મા ને તો અજ્ઞાનવશ ડાકણ તો નહી કહી દેવાય ને…… આટલી બધી પ્રસ્તાવના ઍટલે કરવી પડી કેમેકે ગઈકાલે જન ગણ મન …… નુ આખુ સ્વરુપ પેહલી વાર સાંભળ્યુ…….. ખૂબ જ ભાટાઈ કરી છે …. ગુરૂદેવે …… જુના જમાના ના ભાટ ચારણ ને તલવાર ની ધારે રાજા ના ગુણ ગાવા પડતા … કે પેટ્યુ રળવા… ખુશામતખોરી કરવી પડતી…. રવીન્દ્રનાથ ને ઍવી કઈ મજબૂરી હતી કે રાજા જ્યોર્જ પંચમ ના માન મા આવુ ગીત રચવુ પડ્યુ … ??? જ્યોર્જ પંચમ ને ભારત નો ભાગ્ય વિધતા કીધો … ચાલો વાંધો નહી …. તત્કાલીન રાજા હતા …. ઍવુ કેહવાતુ કે બ્રિટિશ સામ્રાજય મા સૂર્ય કયારે ય ડૂબતો નથી…..આવા મોટા સામ્રાજ્ય ની ધુરા જેના હાથ મા હતી ઍ રાજા હિન્દુસ્તાન આવ્યો હતો … ઍના માન માટે ગીત ની રચના કરી તમે …. પણ આ ગીત મા …. તમારે તમારી માતૃભૂમિ ને નીચે લઈ જવા ની ક્યા જરૂર હતી….??? કોઈ ના વખાણ કરવા મા બીજા ની બુરાઈ કેમ કરી …?? અને બીજુ ઍટલે કોઈ બહાર નુ નહી …. તમારી મા કરતા વિશેષ તમારી માતૃભૂમિ ને નીચી દેખાડી ..????
અહ રહ તવ આહવાન …………… પ્રચારિત સુની તવ ઉદાર વાણી……
લો બોલો જયોર્જ પંચમ ની ઉદાર વાણી …. હે રામ …. મોહનદાસ … તમે ત્યારે કેમ ના મરી ગ્યા…. પાછા આગળ લખે છે ………….જન ગણ ઍકય વિધાયક …. ભારત ભાગ્ય વિધતા….
ઑ ગુરૂદેવ બ્રિતિશરો ઍ જન ગણ ને ક્યારે ઍક કર્યા ……..??? ડિવાઇડ અને રૂલ …
આ તો ઍમની પેહલા થી નીતિ રહી છે ……… હજી ઍના “મીઠા” ફળ આપડે ભોગવિયે છે….
પતન અભ્યુદય બંધુર પન્થ … તુમ સારથી …
અમારૂ પતન …….અને તમે અમારા રથ ના સારથી ..
દારૂણ વિપ્લવ મા તમે સંકટ દુખ ત્રતા … ……તમારો શંખ ધ્વની વાગે…..
વાહ…….!!!!!!
જન ગણ પથ પરીચારક …..
ભારત ભાગ્ય વિધતા …..
ચોક્કસ ભાંગ પીવાઈ ગઈ હશે……………………………….. ગુરૂદેવ થી…
ઘોર તિમિર ઘન નિબીડ . .નિષિતે … પીડિત મુર્ચ્છિત દેશે……..
અમે અંધારા મા ઘન ઘોર રાતે પીડાયેલા બેભાન દેશ ….દુસ્વાપ્ને આતંક ઍ …
રક્ષા કરો તુમ સ્નેહમયી માતા….. બાપ રે બાપ…!!!!!!!!!!
આગળ લખે છે… ….જન ગણ દુખ ત્રાયક ……… ભારત ભાગ્ય વિધતા….
અલ્યા દુખ દાયક હતા …
જોડણી મા ભુલ થઈ ગઈ ગુરૂદેવ થી ………. થાય કાયરેક મોટા માણસો થી નાની ભુલ થાય…..
ઍટલે કઈ નોબલ પુરસ્કાર પાછો થોડો મન્ગાય .. હે….
ગાહે વિહંગમ …….તવ કરૂણા રાગે…………… નિંદરિત ભારત જાગે …..
રાજા જ્યોર્જ ના કરુણા ભર્યા રાગે ભારત જાગે …..
વાહ … વાહ…. કરુણા ના સાગર ક્યા દેખાયા તમને કવિવર …..????
તવ …ચરણે નત માથા ……..
તવ ચરણે નત માથા … ગુલામી માનસિકતા ની પરાકાષ્ઠા … ખુન ખોળી ઉઠે ..આ બકવાસ સાભળી ને … હુ હજી માનુ છુ કે રવીનદ્રનાથ ની નકકી કોઇ મજબુરી હશે ….મારુ બંગાળી સાહિત્ય નુ વાચન નહીવત છે….કોઇ રવીનદ્ર નાથ પર અને એમની આ રચના વિશે વધુ કઇ પ્રકાશ રેલાવશે તો આનંદ થશે …
વનદે માતરમ
શૈશવ વોરા