[01/10, 23:59] Shaishav Vora: https://youtu.be/jjgvG5thoaE
[02/10, 16:08] Shaishav Vora: આજે ગાંધી જયંતી..એક ફરમાઈશ આવી હતી કે ગાંધી ઉપર કૈક લખો..પેહલા તો થયું કે સત્યના પ્રયોગો કે હિન્દ સ્વરાજ પરથી કૈક ટોપિક પકડીને ઘચડી મારું, પણ મન ના માન્યું..
ના,
એ તો ખોટું પડશે..
કેમકે સત્યના પ્રયોગો એક “ચોપડી” એવી છે કે જેને હું એક બેઠકે પૂરી નથી કરી શક્યો..બહુ જ નાના હતા ત્યાંથી બાળપણથી જ વાંચવાની ટેવ,એટલે પચાસ સો પત્તા તો આંખ જ વાંચી લ્યે,છાપું તો ત્રણથી પાંચ મિનીટ માંડ ચાલે, પણ ક્યારેક કોઈક “ચોપડી” જેવી કે સત્યના પ્રયોગો કે ભગવદ્દ ગીતા યાર એક પાનુ ફેરવતા બબ્બે કલાક જતા રહ્યા છે અને ક્યારેય પૂરી થઇ નથી..!
છેવટે એક વિચાર આવ્યો કે ગાંધી માટે આચાર્ય રજનીશ શું કહે છે એ જોઈએ અને યુ ટ્યુબમાં આ કલીપ હાથમાં આવી..!(ઉપર શેર કરી છે લીંક)
બહુ જ સરસ અવલોકન છે આચાર્યનું ગાંધી માટેનું,કદાચ આ અવલોકન બે ત્રણ દસકા પેહલાનું છે પણ આજના સંજોગોમાં પણ એટલું જ એપ્લાઇ થાય છે..
ગાંધી જયંતી નિમિત્તે વોટ્સએપ પર પેલો મેસેજ જેમાં ગાંધીજી ને પ્રાર્થના થાય છે કે “થોડીક વાર તો અટકો અમારા પર્સમાં..” આવા મેસેજ ફેરવનારો વર્ગ કદાચ સમજી નહિ શકે આ અવલોકન ને પણ હવે દરેક ને દરેક વસ્તુ સમજવી જરૂરી પણ નથી..બધા જ્ઞાતા થાશે તો શ્રોતા અને વાચક કોણ રેહશે…!
આચાર્ય કલીપની શરુઆત કરે છે કે ગાંધી કોઈ કાગળનો મહાપુરુષ નથી કે જેને આલોચનાથી બચાવવા પડે..કાગળ ના મહાપુરુષોને બચાવવા જરૂરી થઇ જાય છે કેમકે કાગળ ના મહાપુરુષો માટીના બનેલા હોય છે અને એમની ઉપર જયારે આલોચનાનો વરસાદ થાય ત્યારે માટી તો ઓગળી જાય છે,જયારે ગાંધી નક્કર પત્થરનો બનેલો છે,એની ઉપર જયારે આલોચના નો વરસાદ થાય છે ત્યારે એ પત્થર વધારે સાફ થઇ ને નીખરી ઉઠે છે…!
કેટલું બધું આજના સમયમાં આ અવલોકન બંધબેસે છે..!
આલોચના થી ડરતા અને ડગલે ને પગલે ડીફેમેશન નો દાવો કરી કરી લોકોને કોર્ટમાં ઘસેડી જતા આજ ના “મહાપુરુષો”,અને એમને આપણે દેશ ચલવવા આપ્યો છે..!
ગાંધી બધાને બનવું છે ગાંધીની જેમ પુજાવું છે પણ ગાંધીને સમજાવો નથી, કદાચ મારી જેમ બેચાર પાંચ ગાંધીની લખેલી ચોપડીઓ કે ગાંધીની ઉપર લખાયેલી ચોપડીઓ વાંચી લીધી, અને ખાદી પેહરી લીધી એટલે આપણે પણ ગાંધી..
એક જમાનામાં અમારી સૌરાષ્ટ્ર દશા મોઢ વણિક જ્ઞાતિમાં ખુબ “ફેશન” હતી ગાંધીજી જોડેનું સગપણ બતાડવાની..!
મારા મોટીબાની બેહન એટલે કે મારા પાપા ના માસી અને પાપા ના ફોઈ બંને જણાનો એવો દાવો રેહતો કે ગાંધીજી અમારા પરિવારના નજીકના સગા થાય..!! કદાચ હોઈ પણ શકે કેમકે અમારી સૌરાષ્ટ્રની દશા મોઢ વણિકની નાત ઘણી નાની,ગમે ત્યાં જાવ અંદર અંદર સગું નીકળે પણ ખરું પણ એનો મતલબ એવો કે મોહનદાસ અમારા…
ના,
હરગીઝ નહિ,
મોહનદાસ તો એમના પરિવારના પણ ના રહ્યા તો જ્ઞાતિના કેમના રાખવા ..?
નવાઈ લાગે નહિ..!!
આજે યાદવો,જાટ,વગેરે વગેરે ને નામે જયારે વોટ મંગાતો હોય ત્યારે આટલું મોટું નામ કોઈ જ્ઞાતિ કેમનું છોડી દે ..?
સાહેબજી કોઈ ના છોડે..!
પણ કેટલાક વ્યક્તિત્વ એટલા મોટા થઇ જાય કે એમને એક પરિવાર,સમાજ, શેહર,રાજ્ય કે દેશ પણ બાંધી ના શકે..
આજે સરદારને જે રીતે પટેલ સમાજ ભેગો થઇને બાંધવાની કોશિશ કરી રહ્યો છે એ દુઃખદાયી છે..
મારી ભાષામાં કહું તો “બાંધવાના તો ઠાઠડીમાં હોય..”
કોઈને બાંધો એટલે સમજો કે ગયો અને એના પછીનું બીજું સ્ટેપ એને બાળી મુકો..!
આચાર્ય આગળ બહુ સરસ કહે છે કે ભૂલ દરેક મનુષ્ય માત્રથી થાય છે મહાપુરુષની ભૂલ મોટી હોય છે નાના પુરુષની ભૂલ નાની હોય છે અને જેનાથી ભૂલ નથી થતી એ તો મોક્ષે જતો રહે છે, એનું આ ધરતી ઉપર કોઈ કામ જ નથી..!
પણ આપણને એમ ડર હોય છે કે આપણા મહાપુરુષની કોઈ ભૂલ હાથમાં ના આવી ચડે અને આપણો મહાપુરુષ સામાન્ય ના થઇ જાય…!
કેટલું બધું તાર્કિક આજના સંદર્ભમાં..તમે સેહજ બોલો કે લખો એટલે આખી જમાત તૂટી પડે બંને બાજુની..!
આચાર્ય બોલે છે કે ગાંધી હત્યા એને ઈશ્વર બનવવા માટે થઇ છે,કેમકે ગાંધી જેવો ઈશ્વર બને કે તરત જ એનું મૃત્યુ થાય, કદાચ ગાંધીને મારનારને પણ ખબર નોહતી કે એની બંદુકની ત્રણ ગોળી ગાંધી ને નહિ મારી શકે..
બહુ સાચી વાત.. છે બે ત્રણ વાતો જન્મ્યો ત્યારથી સાંભળતો આવ્યો છું કે સારું થયું ગાંધી ને મારી નાખ્યા નહી તો આખું હિન્દુસ્તાન પાકિસ્તાનને માથે લુંટાવી દેત..
આજે ગાંધીને મારી નાખ્યા એ સારું થયું એવું વિચારનારા અને જો એ વધુ બે પાંચ વર્ષ જીવ્યા હોત તો દેશની ખાના-ખારબી કરી નાખતે એવું બોલનારો વર્ગ બહુ મોટો છે, જોડે એ વર્ગ એમ પણ બોલે છે કે સરદારને પ્રધાનમંત્રી ના બનાવી અને નેહરુને બનાવ્યા એ પણ બહુ મોટી ભૂલ હતી…
અરે યાર ખાલી એક વાર વિચારો કે ગાંધી જો ૧૯૫૨ સુધી જીવી ગયા હોત તો..?
શું ગાંધી નેહરુને એમની મનમાની કરવા દેત ?
જિન્હાની જે હાલત પાકિસ્તાનમાં થઇ અને એમને ખુદને મરતી વખતે જે પસ્તાવો હતો એ જોતા શું એવું શક્ય ના બન્યું હોત કે ભારત પાકિસ્તાન કોઈક રીતે પણ જોડાઈને એક રહી શક્યા હોત ?
હવે અહિયાં કોઈ એમ દલીલ મુકે કે મુસલમાનો ઉપર ગાંધીનો કોઈ પ્રભાવ નોહ્તો..!
આર યુ સીરીયસ ..?
દેશની કઈ કોમ એવી નોહતી કે ગાંધી બોલે ને ગોળી ખાવા તૈયાર ના થાય..?
હા એક ઉન્માદને ઠરવા દેવાની ધીરજ રાખવાની જરૂર હતી અને એ ધીરજ જોડે હૈયે સંતાપ રાખીને ગાંધી બેઠો હતો..
પણ અફસોસ કે એક વાતવરણ ઉભું કરવામાં સફળ રહ્યા કેટલાક લોકો અને ગાંધીની હત્યા થઇ આજે પણ કેટલા લોકો ગાંધી-વધ શબ્દ વાપરે છે…
એને ફક્ત એટલું જ કેહવાનું કે એ હત્યાને વધ ઠેરવવાના તમારા હવાતિયા ક્યારેય હકીકત નહી, બને કારણ એટલું જ કે ગાંધી માટીનો નહિ નક્કર પત્થરનો બનેલો છે..
હા એક જગ્યાએ આચાર્ય આપણને સાવધ કરે છે કે ગાંધી ને ભગવાન ના થવા દેશો જો ગાંધી ભગવાન બની ગયો તો એ કોઈને કામ નો નહિ રહે..
ખુબ સાચી વાત છે ભગવાન ક્યારેય કોઈને કામ નથી આવતો સિવાય કે પૂજા કરવામાં..જયારે મનુષ્ય જ મનુષ્ય ને કામ આવે છે એટલે ગાંધીને મનુષ્ય જ રેહવા દેવા પડે અને એના માટે એની આલોચના થવી જ જોઈએ..
કરો કરો તમ તમારે બધા જ પ્રયત્નો ગાંધી હત્યાને ગાંધી-વધમાં ફેરવવાના યાદ રાખો તમે ઓગળી જશો ગાંધી નહિ ..
કલીપ શાંતિથી સાંભળજો અને સમજવાની કોશિશ કરજો,કારણ વિનાના હડકાયા થઈને તૂટી ના પડશો..!
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા