Page:-87
અને સખત સુચના આપી કે તું ગમે તેટલો પર્સીની જોડે ક્લોઝ થઇ ગયો હોય પણ મેહરબાની કરીને કોઈને પણ જણાવવાના દઈશ.. કાયા ઓટોમોટીવ અને સીડીઆઈસી બંનેનો મેનેજરીઅલ સ્ટાફ ભેગો થયો હતો લંચ માટે..ગુપ્તા શર્વરીને જોઇને દોડતો આવ્યો શર્વરીની પાસે અને બોલ્યો..શર્વરી ત્રીમ્પોલી અડધો ધંધો લઇ ગઈ છે ,વીસ હજાર કરોડની ગેરેંટી અડધા ટકાના ફર્ક પર લઇ ગઈ, અને ઇન્શ્યોરન્સ પણ ત્રીમ્પોલી લઇ ગઈ શર્વરી બોલી મને ખબર છે..એ તો થવા નું જ હતુ..એ બંને વાત કરતા હતા ત્યાં સિલ્વારાજ આવ્યા.. શર્વરી શું કરવાનું છે ?સર પાંચ હજાર કરોડની ગેરંટીની સામે કાર ફાયનાન્સ લઇ લો..અને બુકિંગ એમાઉન્ટ પણ સીડીઆઈસીની.. સિલ્વારાજ બોલ્યા બીજો કોઈ ઓપ્શન શર્વરી બોલી ના હાલ પુરતો તો નહિ, મીટીંગમાં બીજી કોઈ સ્ટ્રેટેજી સર..? સિલ્વારાજ બોલ્યા ના હવે જોઈએ દિનેશ પારેખને પણ હાજર રાખું છું , જહાંગીર કાવસજી પણ આવે છે..
બંને કંપનીના માલિકો હાજર રેહવાના હતા એટલે એમના એમડીનું ટેન્શન જબરજસ્ત વધી ગયું હતું અને બીજો મેનેજરીઅલ સ્ટાફને ગળા નીચે જમવાનું ઉતરતું નોહતું ,
બંને કપનીને પોતપોતાના સ્વાર્થ સીધા કરવાના હતા, સાપ ને ઘેર સાપ પરોણા થાય એવો ઘાટ હતો.
બપોરે બે ના ટકોરે મીટીંગ ચાલુ થઇ,કાયા ઓટોમોટીવ તરફથી નવી એક લાખની કારનું પ્રેઝન્ટેશન ચાલુ થયું , જેમાં એક લાખ રૂપિયાની ગાડી લેવા લાઈનો લાગશે અને દેશના કરોડો લોકો જે બે પૈડાના વાહનો ચલાવે છે એ લોકોનું ગાડી ખરીદવાનું સપનું પૂરું થશે.. અને એના વેચાણના પ્રોજેકશન મુકાયા..
બીજો વારો સીડીઆઈસીનો હતો ,બેન્કિંગ સેક્ટરમાં પોતાની પચાસ વર્ષ જૂની હિસ્ટ્રીથી ચાલુ થયું દિનેશ પારેખ અને સિલ્વારાજ ચાલુ પ્રેઝન્ટેશનએ એકબીજાની સામે જોઈ અને મલકાતા હતા, જહાંગીર કાવસજીની નજરમાં આવી ગયું.. પ્રેઝન્ટેશન પત્યું અને તરત જ જહાંગીર કાવસજી પોતાની જગ્યા પરથી ઉભા થયા અને બોલ્યા દિનેશ અને સિલ્વારાજ સીડીઆઈસીના આ તમારી આ પચાસ વર્ષની સફરનો હું સાક્ષી છું અને મને ખુબ ગમશે જો સીડીઆઈસી આવનારા વર્ષોમાં એની સફળતામાં કાયા ઓટોમોટીવને ભાગીદાર બનાવશે..!
મિલન દવે અને કાયાના બીજા સ્ટાફ ઉપર આડકતરું દબાણ હતું જહાંગીર કાવસજીનું આ સ્ટેટમેન્ટ..CONT..88