Page:-92
શર્વરીએ બારણું ખોલ્યું સામે એકબીજાના ખભા પર હાથ નાખી,સ્કુલ બોયઝની જેમ ટીશર્ટ બર્મુડા પેહરેલા અને એકદમ ખુશમિજાજમાં પર્સી અને ઇશાન ઉભા હતા..પર્સી બોલ્યો અંદર આવીએ?એ બંનેની આંખમાં મસ્તી છલકતી હતી..એમની આંખની મસ્તી જોઇને સેહજ હસીને શર્વરી બોલી ઓલ યોર્સ, ગાયસ વેલકમ..બને જણા ટીનએજ ના છોકરાઓની જેમ કુદકો મારીને શર્વરીના બેડ પર કુદ્યા..સાડી પેહરેલી શર્વરી સમજી ગઈ કે આ બંને આજે કઈક બહુ વધારે પડતા મૂડમાં છે..શર્વરી બાથરૂમમાં ગઈ કર્ટેન બંધ કર્યા અને સાડીની બદલે લોન્ડ્રી થઈને આવેલા જીન્સ ટીશર્ટ પેહરીને બાથરૂમમાંથી બહાર આવી અને ત્યાં સુધીમાં રૂમ તો ધુમાડાથી ભરાઈ ચુક્યો હતો બંને એ સિગારેટ ફૂંકવાનું ચાલુ કરી દીધું હતું..સાંજના સાત થયા હતા..ઈશાને શર્વરીની લેપટોપ બેગ ખાલી કરી અને સિગારેટના ખોખા એમાં ભર્યા અને પેલું હશીશનું પેકેટ મુક્યું..અને દોઢ લાખ રૂપિયા મુક્યા અને બોલ્યો ચલ સરૂ પર્સીએ મસ્ત પ્રોગ્રામ બનાવ્યો છે આજ રાતનો.! શર્વરીએ કીધું શેનો ?અરે સરપ્રાઈઝ છે બેબી તારા અને મારા બંને માટે શર્વરી બોલી ઇશાન આપણે ઓફીશીયલ ટ્રીપ પર છીએ,તું એટલું યાદ રાખ..પથારીમાં પડેલા પર્સીએ ઇન્ટરકોમ ઉપાડ્યો અને ફોન લગાડ્યો..ગુડ ઇવનિંગ મિસ્ટર ગુપ્તા પર્સી હિયર..ગુપ્તા તો અડધો અડધો થઇ ગયો ગુડ ગુડ ઇવનિંગ સર..પર્સી બોલ્યો મિસ્ટર ગુપ્તા તમને ખબર હશે મને હમણાં જ ડ્રગ્સ રીહેબ સેન્ટરમાંથી લાવવામાં આવ્યો છે એટલે મને એકલા ક્યાય જવા મળતું નથી તો હું અત્યારે શર્વરીમેમ અને ઇશાન સાથે ડીનર પર જાઉ છું..પ્લીઝ તમે સિલ્વારાજ સરને ઇન્ફોર્મ કરી દેશો..ગુપ્તા માટે યસ યસ સર કરવા સિવાય છૂટકો જ નોહતો..બીજો ફોન એણે એના મોબાઈલથી લગાડ્યો ..ડેડ હું હાઈસીઝ પર રીતુ સિંઘાનિયાની પાર્ટી છે ત્યાં જાઉં છું અને મારી સાથે મિલનની સિસ્ટર ઇન લો અને ઇશાન છે, સો ડોન્ટ વરી એન્ડ ટેલ વોલ્ડમોર્ટ નોટ ટુ કોલ મી અગેઇન એન્ડ અગેઇન..!
પર્સી જ્યારથી નાયેશાથી છૂટો પડ્યો ત્યારથી મેહરાનને વોલ્ડમોર્ટથી જ બોલ્વતો હતો..!
આર યુ રેડી શર્વરી ? શર્વરી બોલી તમે બંને જણા બધું નક્કી કરીને જ આવ્યા છો તો મારે આવવું જ પડશેને..ઇશાન શર્વરીની નજીક ગયો ,શર્વરીની કમરમાં હાથ નાખી અને આંખોમાં આંખ નાખીને બોલ્યો એ સરૂ..કેમ રિસાઈ છે ? શર્વરી બોલી મારે આજે આરામ કરવો હતો ઇશાને લટુડા પટુડા કરવાના ચાલુ કર્યા એ સરૂ ..CONT..93