Page:-63
શર્વરીએ એકદમ સીધી અને બે ટૂંક વાત કરી સર, મિલન દવે સરએ મારી પર્સનલ ઓળખાણમાં નીકળ્યા છે,મારી સ્કુલની બેસ્ટ ફ્રેન્ડ રીના ભટ્ટના એ બ્રધર ઇન લો થાય છે, અને એ મને અત્યારે ઇન્વાઇટ કરી રહ્યા છે કેસીનોમાં અને લોંગ ડ્રાઈવ પર જવા માટે મેં મિલન દવે સરને કીધું કે સિલ્વારાજ સરને પૂછ્યા વિના મારાથી ના અવાય,હું ઓફિશિઅલ ટ્રીપ પર છું ,તો સર મારે શું કરવું જોઈએ?હું એમની સાથે જાઉં કે નહિ ?
સિલ્વારાજ સરે શર્વરીને સામું પૂછ્યું કે તમારે શું કરવું છે શર્વરી ?મિલન સાથે જવું છે કે નહિ ?
સાયકલ મીટીંગમાં દાઝેલી શર્વરીએ એકદમ બોલ્ડ જવાબ આપ્યો સર મને એમની સાથે કેસીનો અને ડ્રાઈવ પર જવામાં અને બિઝનેસ રીલેશન ડેવલપ કરવામાં કોઈ પ્રોબ્લેમ નથી પણ મિલન દવે સરના રૂમ સુધી નથી જવું ..!
સિલ્વારાજ સર બોલ્યા ડોન્ટ વરી શર્વરીએ એ તમને રૂમ સુધી લઇ પણ નહિ જાય ,પણ મને ગમ્યું કે તમે મારી સાથે ચોખ્ખી વાત કરી, હવે હું ના પાડું તો તમે શું કરશો ? શર્વરીએ સામો જવાબ આપ્યો મિલન દવે સરે મને એવું કીધું છે કે તું સ્કુલ ટ્રીપ પર નથી અને તારા સિલ્વારાજ સરને કેહજે કે મારી સાથે તું આવે છે એટલે એ ના નહિ પાડે,
સિલ્વારાજ સરએ આંખો ઝીણી કરીને પૂછ્યું આર યુ શ્યોર શર્વરી ? મિલન એવું બોલ્યો હતો ?શર્વરી એ કીધું હા સર હન્ડ્રેડ પર્સન્ટ..
સિલ્વારાજ સરે તરત જ એમના ખિસ્સામાંથી એમનો મોબાઈલ કાઢ્યો અને મિલન દવેને લગાડ્યો.. ગુડ ઇવનિંગ મિલન ..! સામેથી જવાબ આવ્યો ગુડ ઇવાનીગ સર..સિલ્વારાજે કીધું મિલન તમારી સાળીની દોસ્ત મારી પાસે પરમીશન માંગે છે તમારી સાથે આવવા માટે,એટલું બોલીને સિલ્વારાજ ખડખડાટ હસી પડ્યા.. સિલ્વારાજની એક કોમેન્ટથી વાતાવરણ હળવું થઇ ગયું ,શર્વરી પણ હસી પડી અને ગુપ્તાને કઈ સમજણના પડી કે આ શું થઇ રહ્યું છે.. સિલ્વારાજ ફોન પર આગળ બોલ્યા.. મિલન તારી સાળીની બેસ્ટ ફ્રેન્ડ છે શર્વરી રાઈટ.. મિલન દવેએ જવાબ આપ્યો હાજી સર એ તો મારી બીજી સાળી જ છે, મને યાદ છે એણે મારા લગ્નમાં મને કેટલો હેરાન કર્યો છે,
અચાનક એકદમ શર્વરી સાથેના સબંધમાં મિલને ખુબ નિકટતા બતાડી દીધી અને એ સિલ્વારાજની સમજમાં આવી ગયું અને એ નિકટતા બહુ મોટો કોયડો થઇ ગઈ સિલ્વારાજ માટે..!! CONT..64