Hands are made for love … એક જાહેરાત ની ટેગ લાઈન ટીવી માં આવી અને જાહેરાત હતી કોહલર ના કમોડ ની છે ….મસ્ત જેટ સ્પ્રે કમોડ માંથી નીચે થી પાણી નો ફુવારો મારે અને પૂછડું સરસ રીતે સાફ થઇ જાય કે સંડાસ કર્યા પછી જરાય ડાબા હાથ ઉપયોગ જ નહિ કરવાનો ….
થોડા વખત પેહલા જાપાન ગયો હતો ત્યારે આ સગવડ નો લાભ લીધો બહુ મજા પડી ગઈ હતી ત્યાં તો સાઈડ માં આખે આખી ઈલેક્ટ્રોનિક પુશ બટનો ની પેનલ હતી, X અને Y બંને મુવમેન્ટ થાય સ્પ્રે ની ….અને એમાં પાછું ઠંડી માં સરસ મજા નું હુંફાળું ગરમાગરમ પાણી આવે મોજ પડી જાય અને ઉભા થઈએ એટલે ફ્લશ પણ ઓટોમેટીક થાય … બટન દાબવા નું પણ નહિ …મારું બેટું જાપાન માં આવી ને જેવા બાથરૂમ માં જાવ એટલે તરત જ ! તમને ખબર પડે કે તમે જાપાન માં છો ….
ટેકનોલોજી નામની દાસી એ આપની માણસ જાત ની કેટલી બધી સગવડ સાચવતી કરી દીધી …..હવે કોઈ કોળિયા ચાવી ને તમારા મોઢા માં મુકે એવું મશીન જ શોધવા નું બાકી રાખ્યું છે …. જોકે હિન્દુસ્તાન પાછા આવી અને ટોટો કંપની ના આવા કમોડ નો ભાવ પૂછ્યો એટલે હાથ ને સારા માં સારા સાબુ થી ધોઈ અને પછી પ્રેમ કરવા નું નક્કી કર્યું ….ખાલી પચાસ હજાર થી લઇ ને ફક્ત દોઢ લાખ ના કમોડ ….. હવે તમે જ કહો શું કરવું જોઈએ ..? જે સીસ્ટમ ચાલે છે એ બરાબર છે કે નહિ …ડાબા હાથ નો ઉપયોગ ચાલુ રાખો ત્યારે બીજું શું હે …!!!!
આવી ઘણી બધી આપણ ને અજીબો ગરીબ લાગે એવી વસ્તુઓ એક બીજી દુનિયા ના લોકો માટે એકદમ આમ વાત છે …..
સિંગાપોર જેવા નાનકડા દેશ માં ટોલ તમારી ગાડી ખાલી પસાર થાય એટલે ટેક્ષી ના મીટર માં વધી જાય અને ટેક્ષી ડ્રાઈવર કે ટેક્ષી કંપની ના ખાતા માંથી પૈસા ઉપડી જાય અને રસીદ મળી જાય ટોલ લેવા ઉભાજ નહિ રેહવા નું ….એક ચીના એ એલ ઈ ડી લાઈટ માં વાઈ ફાઈ ફીટ કર્યું જ્યાં સુધી લાઈટ પોહાચે ત્યાં સુધી વાઈ ફાઈ …. બોલો લાઈટ ની સાથે ડેટા જાય તો શું બાકી રહે …? પણ રેન્જ ના મળી એટલે અટકી ગયો ચીનો ….
પેહલા એવું કેહવાતું કે NESSECITY IS MOTHER OF INVENTION એટલે કે જરૂરિયાત એ સંશોધન ની માતા છે …પણ હવે એવું નથી રહ્યું જરૂરિયાત છે કે નહિ… ના જરૂર હોય તો પણ INVENTIONS ચાલુ રાખો ક્યાં ક ને ક્યાંક તો ફીટ થઇ જશે …આમ જુવો તો મોબાઈલ ફોન માં કેમેરા ની જરૂર ક્યાં હતી પણ એક વાર કૈક નવું થશે એમ કરી ને મોબાઈલ ફોન માં કેમેરો ઘાલી દીધો …અને હવે કેમેરા વિના નો ફોન જ ના વેચાય… કોણ જાણે કેવા સારા કે ખોટા ફોટા પડી ને પ્રજા ઉંધી પડી ગઈ … પણ કેમેરા પછી મોબાઈલ માં તો એક પછી એક નવું ઘુસાડતા જ જાય છે …
મારા એક મિત્ર એ બચ્ચા ટ્રેકર બનાવ્યું ..મેં કીધુ અલ્યા એટલે શું ..? તો કહે એક નાનકડું ડિવાઈસ નાના બચ્ચા ને કાંડે બાંધી દેવા નું , નાની ઘડિયાળ જેવું હોય એમાં એક સીમકાર્ડ હોય અને પછી એ ડિવાઈસ ઓટોમેટીક જીપીએસ થી જોડાશે અને તમારે ઘેર બેઠા ગુગલ મેપ માં જોવા નું કે તમારું બચ્ચું નિશાળ માં છે કે થીયેટર માં કે કલબ માં કે પછી ….
લોકો ના શોધે એટલું ઓછું છે ….સવાર થી ઉઠીયે ત્યારથી રાત્રે સુઈ જઈ એ ત્યાં સુધી માં ટેકનોલોજી નામની દાસી પાસે થી એટલી બધી જોઈતી કે ના જોઈતી સેવા લઈયે છીએ કે ના પૂછો ને વાત …પણ જયારે આ દાસી મન ની માલિક થાય છે ત્યારે જીવન બરબાદ કરે છે … એ બરબાદી ઉપર ફરી ક્યારેક અત્યારે તો ….
શુભ રાત્રી
– શૈશવ વોરા