આવુ કેમ તારી પાસે
ચારેકોર મૃગજળ ભાસે…..
અંતર એકાંતે મેહફીલ માણે
ભરી મેહફીલે એકાંત જાણે….
એક નથી વરતાતા ભણકારા
સૂના ભાસે આ વરવા સન્નાટા…
જળદરિયા માં જડને વળગુ
વડવાનળે ભડભડ સળગુ….
થાવુ આજ જીવન શિલા ને
સ્પર્શે અહલ્યા રામ તરસે….
વિરહે મિલન ના કાળ તણે
વહેણ ગંગે શિવજી વહે….
– શૈશવ વોરા
www.shaishavvora.com